________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્નવવાદ
લેખક –મુનિરાજ શ્રી ધુરંધરવિજ્યજી બીજા નિહનવ તિષ્યગુણાચાર્ય આત્મવાદ સ્યાદ્વાદી અને બૈદ્ધની ચર્ચા
(ગતાંકથી ચાલુ) સ્યાદ્વાદીએ બૌદ્ધને આત્મા સિવાય અનેક વસ્તુઓ છે તે તથા આત્મા પણ કેવલ જ્ઞાનસ્વરૂપ છે, એમ નહિ પણ જેમ જ્ઞાન સ્વરૂપ છે તેમ સુખસ્વરૂપ, બળ સ્વરૂપ, જ્ઞાનને આશ્રય, બળ આશ્રય, એમ અનેક ગુણ સ્વરૂપ અને અનેક ગુણોને આશ્રય છે તે સિદ્ધ કરીને આત્માને વિવિધ પ્રકારનો સિદ્ધ કરી બતાવ્યો. આજે મળેલ સભામાં આત્મા અનિત્ય છે, એ સિદ્ધ કરવાને બૌદ્ધ ચર્ચાને આરંભ કરે છે. - બૌદ્ધ-સર્વ ક્ષણિક છે માટે આત્મા પણ ક્ષણિક છે–જગતમાં વિજ્ઞાન એક જ પદાર્થ છે, એમ માને કે વિજ્ઞાન સિવાય ઘટ પટ વગેરે અનેક પદાર્થો છે એમ માને; આત્મા કેવળ વિજ્ઞાન સ્વરૂપ છે એમ કહે કે અનેક પ્રકાર છે એમ કહે; પરંતુ જે કંઈ છે તે સર્વ ક્ષણિક છે એટલે કે–ચત સંત તત ક્ષનિવામ-જે કાંઈ સત છે તે સર્વ ક્ષણિક–એક ક્ષણ જ રહેવાવાળું અને બીજે જ ક્ષણે નાશ પામનારું છે. માટે આત્મા પણ એક ક્ષણ રહેવાવાળો અને બીજે ક્ષણે નાશ પામનાર-અનિત્ય છે.
સ્વાદ્વાદી–પ્રમાણ સિવાય કંઈ પણ માની શકાય નહિ- કોઈ પણ વિચાર કે કઈ પણ પદાર્થ પ્રમાણુ સિવાય સિદ્ધ થતો નથી, કે માની શકાતો નથી. જગતું યા આત્મા એક ક્ષણ રહેવાવાળા અને બીજે ક્ષણે નાશ પામનારા અનિત્ય છે એ પણ પ્રમાણે સિવાય માની શકાય નહિ. એમ માનવાને કોઈ પણ પ્રમાણુ જણાતું નથી. એટલે આત્મા અનિત્ય-એક ક્ષણ પછી બીજે ક્ષણે નાશ પામે-છે એ પણ માની શકાતું નથી.
બૌદ્ધ-સર્વ ક્ષણિક છે એ પ્રમાણુ સિદ્ધ છે. સર્વ પદાર્થ ક્ષણિક છે તે માનવાને કોઈ પણ પ્રમાણુ નથી માટે ન માનવું એમ જે તમે જે કહે છે તે તે માટે નીચેનાં પ્રમાણ છે તે સાંભળે –
ઘટ:પટ વગેરે પદાર્થો નાશને પામે છે, સદાકાળ રહેતા નથી, તે પ્રત્યક્ષ દેખાય છે. હવે જ્યારે ઘટપટ વગેરે પદાર્થો ઉત્પન્ન થાય ત્યારે તે નાશ થવાના સ્વભાવવાળા ઉત્પન્ન થયા છે કે સદાકાળ રહેવાના સ્વભાવવાળા ઉત્પન્ન થયા છે? જે સદાકાળ રહેવાના સ્વભાવવાળા ઉત્પન્ન થયા હોય તો તે કદી પણ નાશ પામવા ન જોઈએ. પ્રત્યક્ષ જણાય છે કે ઘટપટ વગેરે નાશ પામે છે. માટે સદાકાળ રહેવાના સ્વભાવવાળા નથી. હવે નાશ થવાના સ્વભાવવાળા ઉત્પન્ન થયા છે તે તેમાં તેઓ એક ક્ષણ રહીને બીજે ક્ષણે નાશ થવાના સ્વભાવવાળા છે કે કેટલાક કાળ રહીને પછી નાશ થવાના સ્વભાવવાળા છે? જે અમુક નિયત કાળ રહીને પછી જ નાશ થવાવાળા ઉત્પન્ન થયા હોય તો જે કાળ નિયત થયો છે તેટલા કાળ સુધી તે પદાર્થો અવશ્ય રહેવા જ જોઈએ, વચમાં તેના નાશને માટે પ્રયત્ન
For Private And Personal Use Only