________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ તે પ્રકારે કરીને આવેલા તે ઋષિના પગમાં વિકૃત કુતરાઓ મૂકી તેણે (શ્રીમાતાએ) શુળથી આનંદિત થઈ તેને તે જ શૂળ વડે વધ કર્યો.૪ (૨૨)
આ પ્રકારે જન્મભર અખંડ શીલવાળી તેણે જન્મ સાર્થક કરી સ્વર્ગ મેળવ્યું. ત્યાં શ્રી પુજે શિખર વિનાનું તેનું મંદિર બનાવ્યું. (૨૩)
છ છ માસને અંતે પર્વતની નીચેના ભાગમાં રહેલે અબુદ નામને સર્ષ ચાલે છે તેથી પર્વત કમ્પાયમાન થાય છે તે કારણથી બધાં મંદિરે શિખર વિનાનાં છે. (૨૪)
લેકે આ પ્રમાણે કહે છે– પહેલાં આ હિમાલયથી ઉત્પન્ન થયેલ નંદિવર્ધન નામને પહાડ હતું, સમય જતાં અબુંદ નામના સર્પરાજના રહેઠાણથી તે અર્બદ આ પ્રમાણે (નામવાળા) થયો. (૨૫)
૪- આની દંતકથા પ્રકારાન્તરે પણ લેકમાં પ્રચલિત છે. કહેવાય છે કે રસિયો વાલમ મંત્રવાદી પુરુષ હતા. તે આબુના રાજાની કન્યા શ્રીમાતા સાથે પરણવા ઈચ્છતે હતે; પરંતુ કન્યાના માતા પિતા તેમ કરવા ખુશી નહોતાં. છતાં છેવટમાં રાજાએ તેને કહ્યું:સંધ્યા સમયથી શરૂ કરીને પ્રાત:કાળમાં કુકડો બોલે ત્યાં સુધીમાં એક જ રાત્રે આબુ પહાડ ઉપર લોકોને ચડવા ઊતરવા માટે બાર પાજ-રસ્તા બાંધી આપે તે તને મારી પુત્રી પરણાવું. રસિયા વાલમે તે સ્વીકાર્યું, અને મંત્ર શક્તિથી કામ શરૂ કર્યું. કન્યાની માતા તેની સાથે પિતાની પુત્રીને પરણાવવા ચાહતી નહતી. તેણે જાણ્યું કે આ તો હમણાં જ બધું કામ પૂરું કરશે અને પુત્રીને પરણાવવી પડશે. એમ જાણીને તેણે પોતે સમય થયા પહેલાં જ કુકડાને શબ્દ કર્યો. રસિયા વાલમે નિરાશ થઈને કામ અધૂરું છોડી દીધું; જે લગભગ પૂરું થવા આવ્યું હતું, પરંતુ તેને જ્યારે માલૂમ પડ્યું કે આ કપટ હતું ત્યારે તેણે શાપ આપ્યો જેથી માતા અને પુત્રી બંને પથ્થરનાં થઈ ગયાં. માતાની મૂર્તિ તેડી નાખી તેના પર પથ્થરને ઢગલો કર્યો, જે અત્યારે પણ ત્યાં પડેલ છે. પુત્રીની મૂર્તિને લેકે શ્રીમાતા અથવા કુંવારી કન્યા કહે છે. પછી રસિયો વાલમ પણ વિષ ખાઈને ત્યાં જ મરી ગયો. તેની મૂર્તિના હાથમાં જે પાત્ર છે તેને લેકે વિષનું પાત્ર માને છે.
૫- અબુંદ નામને સર્પ છ છ મહિને પડખું ફેરવે છે તેથી આબુ ઉપર છે છે મહિને ધરતીકંપ થવાનું મનાય છે; આથી આબુ પરનાં મંદિરનાં બધાં શિખરે નીચાં છે તેથી તેને શિખર વિનાનાં કહ્યાં હશે. કેમકે ધરતીકંપ થતાં પડી જવાને સંભવ રહે છે. જેનોની માફક હિંદુમંદિરના શિખરે પણ નીચાં છે.
૬- તપ કરતા વશિષ્ઠ મુનિની કામધેનુ ગાય ઉત્તક કષિએ ખેદેલા ઈંડા ખાડામાં પડી ગઈ. ગાયને તે ખાડામાંથી નીકળવું મુશ્કેલ થઈ પડ્યું. પણ પોતે કામધેનુ હેવાથી પિતાના દૂધથી તેણે આખો ખાડે ભર્યો અને પછી પોતે તરીને બહાર નીકળી આવી; પરંતુ ફરીને આવું કષ્ટ ન પડે એટલા માટે વિશિષ્ઠ ઋષિએ હિમાલયને પ્રાર્થના કરી; તેથી હિમાલયે પિતાના નદિવર્ધન નામના પુત્રને ઋષિઓનું દુઃખ મટાડવાની આજ્ઞા કરી. વશિષ્ટજી નંદિવર્ધનને અબ્દસર્પ દ્વારા ત્યાં લાવ્યા અને તેને તે ખાડામાં સ્થાપી ખાડો પૂરે કર્યો અને અબુદ સપ પણ પહાડની નીચે ત્યાં જ રહેવા લાગ્યો. આનાં અબુંદ અને નંદિવર્ધન નામ પડ્યાં તે માટે આ દંતકથા કહેવાય છે.
For Private And Personal Use Only