________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫] શ્રીઅબ્દકપ
[૧૯] આ પર્વત ઉપર સંપત્તિશાળી બાર ગામ ગોગલિક તપસ્વીઓ અને હજારે રાષ્ટિક વસે છે. (૨૬)
એવાં એકે વૃક્ષ, વેલડી, પુષ્પ, ફળ, કદ અને ખાણ નથી કે જે અહીં ન જોવામાં આવતાં હોય. (૨૭)
અહીં રાત્રે મોટી આષધિઓ દીવાની માફક ઝળહળે છે, સુગંધીવાળાં અને રસથી ભરપૂર એવાં બે પ્રકારનાં વન પણ છે. (૨૮)
અહીં સ્વછંદપણે ઉછળતી સુંદર ઊર્મિઓવાળી, તીરે રહેલાં ઝાડનાં પુષ્પોથી યુક્ત, તૃષાતુર પ્રાણીઓને આનંદ આપનારી “મંદાકિની નામની નદી છે. (૨૯)
આ (પર્વત)નાં ઊંચાં હજારો શિખરે શોભે છે, જેમાં સૂર્યદેવના ઘડાઓ પણ ક્ષણવાર ખલના પામે છે. (૩૦)
અહીં ચંડાલી, વતૈલેભ, કન્દ વગેરે કંદની જાતિઓ તે તે કાર્યને સિદ્ધ કરનારી પગલે પગલે જોવાય છે. (૩૧)
આ (પર્વત)ના આશ્ચર્ય કરાવનારા કુંડ ૧૦ધાતુઓની ખાણ અને અમૃત જેવાં પાણીવાળાં ઝરણાંઓથી યુક્ત સુંદર પ્રદેશ છે. (૩૨)
અહીં ઊંચેથી પક્ષીઓને અવાજ થતાં કોયિત કુંડથી પાણીને પ્રવાહ, ખળખળ અવાજ કરતે, ઉત્પન્ન થાય છે. (૩૬)
૭–૧શેર (આખી), ઉતરજ, ઉજવાઈ, ઓરિયા, અચલગઢ, દેલવાડા, છગેવા, સાલગામ, તોરણ, ૧°ટુંઢાઈ હેટમજી (માસગાંવ), ૧૨આર|-- આ બાર ગામે સિરોહી સ્ટેટના અંગ્રેજી નકશામાં છે, પણ આખી અને માસગાંવ હોવા છતાં તેનાં નામ નથી, આ રીતે આબુ ઉપર ચૌદ ગામ છે.
૮- અચલેશ્વરના મંદિરની બાજુમાં મંદાકિની નામને એક મોટો કુંડ છે. ચિતોડના કીર્તિસ્તંભની પ્રશસ્તિમાં મહારાણા કુંભાએ (સં. ૧૫૦૬. આ કુંભાએ સરાહીના મહારાવ પાસેથી ઝુંટવી લઈ આબુ પર સત્તા જમાવી હતી. જુઓ શ્રી. અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ લેખાંક ૨૪૪-૨૪૫) આબુ ઉપર કુંભસ્વામીનું મંદિર અને તેની પાસે આ મંદાકિની કુંડ બનાવરાવ્યાનું લખ્યું છે. તેથી સંભવ છે કે-મહારાણુ કુંભાએ આ કુંડન જીર્ણોદ્ધાર કરાવ્યો હોય (સીરહી રાજ્યક ઈતિહાસ પૃ૦ ૭૪). આ કુંડની લંબાઇ ૯૦૦ ફીટ અને પહોળાઈ ૨૪૦ ફીટ લગભગની છે. આ વિશાળ કુંડ અન્યત્ર ભાગ્યે જ કોઈના જોવામાં આવ્યો હશે. આ કુંડને મંદાકિની અર્થાત્ ગંગા નદી પણ કહે છે.
૯-શ્રાવણ-ભાદર, મંદાકિની, રેવતી કુંડ, (ટ્રેવર તાલ), સંત સરોવર, નખી તલાવ, રામકુંડ, મહાદેવ નાલા, ગૌમુખી ગંગા વગેરે પ્રાચીન કુંડ અને ઝરણુઓ છે.
૧૦-ગ્રીક રાજા સેલ્યુકસને એલચી મેગાસ્થીનીસ (ઈ. સ. પૂર્વે ૩૨૦) મગધ દેશના મૌર્યવંશી રાજા ચંદ્રગુપ્તના સમયમાં આવ્યો હતો. તેણે હિંદુસ્તાન વિષે ઘણી હકીકતમાં જણાવ્યું છે કે આબુની પાસે સેના-રૂપાની ખાણ હતી. (જુઓ મુંબઈ ગેઝેટીયર . ૧, ભાગ ૧. પાનું ૫૩૪)
For Private And Personal Use Only