________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીજિનપ્રભસૂરિવિરચિત વિવિધતીર્થકલ્પાન્તર્ગત
શ્રીઅબૂદકલ્પ
વિશિષ્ટ ટિપ્પણીઓ યુક્ત અનુવાદ] અનુવાદક—શ્રીયુત ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ
અરિહંત શ્રી હર્ષભદેવ તથા નેમિનાથ પ્રભુને નમસ્કાર કરીને અબુંદ નામના મોટા પર્વતને કલ્પ સંક્ષેપથી હું કહીશ. (૧)*
પ્રથમ સાંભળ્યા પ્રમાણે શ્રીમાતા (કન્યાકુમારી) દેવીની ઉત્પત્તિ કહીશ, કેમકે તેની સ્થાપનાથી આ પર્વત જગતમાં પ્રસિદ્ધ થશે. (૨)
રત્નમાલ નગરમાં રત્નશેખર નામને રાજા થયો. પુત્ર ન હોવાથી દુઃખી થયેલા તેણે કેટલાક શાકુનિક-શુકનનાર જોતિષીઓને (રાજ્યને માલિક કેણુ થશે એ જાણવા) બહાર મોકલ્યા. (૩)
લાકડાની ભારીને વહન કરતી દુઃખી સ્ત્રીના માથા પર દુર્ગા (ભૈરવ)ને જોઈને તેઓ (શકુનિકે)એ રાજાને કહ્યું કે “આને પુત્ર આપના સ્થાને (રાજા) થશે.” (૪)
રાજાએ તેને ગર્ભ સાથે જ મારી નાખવાને તે મનુષ્યોને આદેશ કર્યો, તેથી રાત્રે તેને એક ખાડામાં નાખી, (પણ) (તે) શરીર ચિંતા (શૌચ માટે)ના બહાનાથી તે ખાડામાંથી બહાર નીકળી. (૫)
ભયથી દુ:ખી તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો અને જલદીથી જ તેને ‘ઝાટ ઝાડ વચ્ચે મૂકી દીધો. આ બીના નહિ જાણનારા તેઓ (મારા)એ તેને ખાડામાં લાવીને મારી નાખી. (૬)
પુણ્યથી પ્રેરાયેલા આ પુત્રને (એક) મૃગલી બંને સંધ્યા વખતે દૂધ પાવા લાગી. (આમ) માટે થતાં કાઈ વખતે (તેની) આગળ મહાલક્ષ્મીની ટંકશાળ થઈ. (૭)
આ કપ જરા વિસ્તૃત હકીકત સાથે પ્રબંધચિંતામણિમાં “પુંજ રાજા અને શ્રીમાતાને પ્રબંધ” એ નામે આલેખાયેલું જોવાય છે. વળી સિંધી જૈન ગ્રંથમાળાથી પ્રકાશિત “પુરાતન -પ્રબંધ-સંગ્રહમાં પણ બે પ્રબંધમાં ટૂંક ફેરફારવાળી હકીક્ત આલેખી છે.
૪ આ કલ્પ મૂળ પદ્યમય સંસ્કૃતમાં છે. અહીં દરેક પેરેગ્રાફના છેડે કૌસ()માં જે આંકડા આવ્યા છે તે મૂળ કલ્પના તે તે કને દર્શાવવા માટે આપ્યા છે.
૧- દેલવાડાના વિમલવસહી મંદિરની પાછળ હિંદુઓનાં જીર્ણ થઈ ગયેલાં બે-ચાર મંદિરમાં એક શ્રીમાતા (કન્યાકુમારી)નું જીર્ણ થઈ ગયેલું મંદિર છે. તેમાં શ્રીમાતાની મૂર્તિ છે તેને લેકે કુંવારી કન્યાની મૂર્તિ પણ કહે છે.
૨- શ્રીમાલપુરાણ અને વિમલપ્રબંધના ઉલ્લેખ પ્રમાણે કલિયુગમાં ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધ શહેરનું જ નામ ત્રેતાયુગમાં રત્નમાલ હતું. એટલે પુરાણ કાળમાં પ્રસિદ્ધ રત્નમાલ તે જ ભિન્નમાલ હશે કે કેમ તે વિદ્વાનોએ શોધવું જોઇએ.
For Private And Personal Use Only