________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંરે ઝ' પ્રકરણની પુનરાવૃત્તિસમા જાનું મંદિર પ્રકરણનું સમાધાન અનુવાદકે દર્શાવેલી દિલગીરી અને પ્રકાશકે
કરેલો ખુલાસે
મરાઠી ભાષાના “કિર્લોસ્કર ' માસિકમાં પ્રકાશિત “ઊચે દેશળ' કથાના લેખક તથા પ્રકાશક સાથે અમારે પત્રવ્યવહાર અમે “ શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ગયા અંકમાં તેમજ બીજાં જૈન પત્રોમાં પ્રગટ કરી ચૂક્યા છે. હજુ એ લેખક તથા પ્રકાશક તરફથી સંતોષકારક ખુલાસે નહીં મળવાથી તેની સાથે આગળ પત્રવ્યવહાર ચાલી રહ્યો છે; તે દરમ્યાન “જૈન” પત્રમાં એ “ચે દેશળ' કથાને ગુજરાતી અનુવાદ “નું મંદિર' નામેથી 'ગુજરાતી' સાપ્તાહિકના દીપોત્સવી અંકમાં પ્રગટ થયાનું અમે વાંચ્યું. ગુજરાતી ” પત્રના દીપેન્સવી અંકમાં ‘જૂ નું મંદિર ની કથાના અનુવાદક તરીકે નહીં પણ લેખક તરીકે શ્રી જનાર્દન પ્રભાકરનું નામ આપવામાં આવ્યું છે.
આ ઉપરથી અમે શ્રીજનાર્દન પ્રભાસ્કર સાથે તેમજ એ કથાના પ્રકાશક “ગુજરાતી ' પત્રના તંત્રીશ્રી સાથે પત્રવ્યવહાર કર્યો. એ પત્રવ્યવહારના અંતે શ્રી, જનાર્દન પ્રભાસ્કરે “ગુજરાતી' પત્રના તા. ૧૫-૧૨-૪૦ ના અંકમાં ૧૬૨૦ મા પાને “જૂનું મંદિર : એક ખુલાસે ” એ મથાળે ખુલાસે પ્રગટ કરી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય માટે પોતાનાં પૂજ્યભાવ તેમજ માનની લાગણી પ્રગટ કરવા સાથે જૈન ભાઈ એનું દિલ દુભાયા બદલ દિલગીરી જાહેર કરી છે અને આ ગુજરાતી 'ના તંત્રીશ્રીએ પણ તેમના પત્રમાં શ્રી હેમચંદ્રાચાર્ય માટે બહુમાન બતાવીને પોતાને ખુલાસે લખી જણાવ્યા છે,
આ રીતે આ પ્રકરણનું સમાધાન લાવવા માટે શ્રી જનાર્દન પ્રભાસ્કરને તેમજ “ગુજરાતી” પત્રના તંત્રીશ્રીને અમે ધન્યવાદ આપીએ છીએ, અને જનતાની જાણ માટે એમની સાથે પત્રવ્યવહાર તેમજ “ગુજરાતીમાં પ્રગટ થયેલ ખુલાસે અહીં પ્રગટ કરીએ છીએ. -વ્યવસ્થાપક
શ્રી જનાર્દન પ્રભાસ્કરને લખાયેલ પત્ર
અમદાવાદ તા. ૬-૧૨-૪૦ સ. ૨. ભાઈશ્રી જનાદન પ્રભાસ્કર, | ગુજરાતી ' સાપ્તાહિકના ચાલુ સાલના દીપોત્સવી અંકમાં આપના નામે “જૂનું મંદિર’ શીર્ષક એક ટૂંકી વાર્તા પ્રગટ થઈ છે. વાર્તાના અંતમાં આપે જે ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે આ વાર્તા કલ્પિત નહીં, પણ બારમા સૈકાની મહારાજા કુમારપાળના વખતની એક ઐતિહાસિક સત્ય ઘટના છે.
આ વાર્તામાં આપે એક જૈન યતિનું (જેનું નામ આપે નથી લખ્યું) પાત્ર મૂક્યું છે. આ કથામાં આ જૈન યતિ અનેક પ્રકારની દલીલ કરીને જૂ મારવાના ગુન્હા માટે પકડાયેલ સાંબરના વતની ધનપાળ નામના માણસને દેહાંતદંડની શિક્ષા કરવાને મહારાજા કુમારપાળને ખૂબખૂબ આગ્રહ કરે છે.
For Private And Personal Use Only