________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ થયું હું
આપે લખ્યું છે તે પ્રમાણે આ કથા ઐતિહાસિક સત્ય ઘટના હોય તો મહારાજા કુમારપાળને સલાહ આપતા જૈન તિ તે કલિકાળસજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય જ હોઈ શકે એ સહજ સમજી શકાય એવી ખીના છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપે આ કથામાં એ પુરવાર કરવાના પ્રયત્ન કર્યો છે કે એક જૈન સાધુ એક માણસને પ્રાણાંતર્દ'ડની શિક્ષા કરીને મારી નાખવા સુધીની સલાહ આપી શકે છે. જે જૈન સાધુ ઝીણામાં ઝીણા જીવ-જંતુને મારવાનું તે દૂર રહ્યું તેને દુભવવાના પણ વિચાર ન કરે તે જૈન સાધુ માણસને મારી નાખવાની વાત કરે એ કદી સભવે ખરું ? જે વસ્તુ સથા અસ ંભવ છે તેને પુરવાર કરવાના આપને પ્રયત્ન દુરાશયપૂર્ણ લાગ્યા વગર ક્રમ રહે ? મતઅસહિષ્ણુતા કે ધર્મભેદના કારણે આવું હડહડતું જૂઠાણું લખવું સજ્જનતાને જરા પણ છાજતું નથી.
શ્રી હેમચંદ્રાચાર્યાં જેવા મહાન જ્ગ્યાતિર સાધુપુ’ગવ ઉપર આવા આક્ષેપ કરીને આપે ન કેવળ ઈતિહાસનું ખૂન કર્યું છે, ન કેવળ સત્યને અપલાપ કર્યો છે, ન કેવળ એક અહિંસામૂર્તિ આચાર્ય'ના યશેદેહ ઉપર ખાટું કલંક લગાવવાના ખેહુદા પ્રયત્ન કર્યાં છે—પણુ આપે તેા આ બધાયને ચઢી જાય એવા આખા ય જૈન સમાજના હૃદયના કામળતમ ભાગ ઉપર નિર્દય આધાત કર્યાં છે, જે કદી પણ બરદાસ્ત ન થઈ શકે,
પ્રુતિહાસના પવિત્ર નામે લખાતી વાર્તાનાં મુખ્ય પાત્રા અને ઐતિહાસિક કહી શકાય તેવી પ્રશ'સા કે નિન્દા બતાવવા માટે જ હાય તે પાત્ર જરૂર ઐતિહાસિક હાવું જોઇએ, એની તેા કાઇથી ના
પાત્રના ખળે અમુક વાર્તા લખવામાં આવી પાડી શકાય નહીં.
અમને તે પૂરી ખાત્રી છે કે આપે લખેલ વાર્તાને તેમજ જે રીતે આપે જૈન તિનું પાત્ર રજી કરીને જૈન સાધુઓ ઉપર કલંક ચડાવવાના પ્રયત્ન કર્યાં છે તેને ઇતિહાસના લેશમાત્ર આધાર નથી.
આમ છતાં અત્યારે તા આપને એટલી જ પ્રાના છે કે આ કથાને આપ જેના આધારે ઐતિહાસિક સત્ય ઘટના માનતા હૈ। તે આપના ઐતિહાસિક આધાર અમને લખી જણાવશેા, અને જો-આવી કથા ઇતિહાસના પવિત્ર નામે એક સત્ય બ્રટના તરીકે લખી શકાય એવા આધાર આપ ન મેળવી શકા—તા આપે જે કંઈ લખ્યુ છે તે માટે દિલગીરી જાહેર કરીને જૈનસમાજને નિર'ક દુભવવા માટે તેની માફી માગશે. આમ કરીને આપ આપની સત્યપ્રિયતા, નિષ્પક્ષતા તેમજ પૂર્વાગ્રહરહિતપણાને પુરવાર કરવાની સાથે સાથે આપની નૈતિક હિમ્મત બતાવી શકશે. અસ્તુ !
આપના સરનામાની ખબર નહીં હૈાવાથી ‘ ગુજરાતી ' ના તંત્રીશ્રી દ્વારા આપને આ પત્ર લખ્યા છે. હવે પછી આપને સીધા પત્ર લખી શકાય તે માટે આપનું સરનામુ અવશ્ય જણાવશેા.
ચેાગ્ય સાહિત્યસેવા લખશેા. પદ્માત્તર શીઘ્ર આપીને આભારી કરશે. એ જ.
For Private And Personal Use Only
લિ. આપન રતિલાલ ીપચ’દ દેસાઈ, વ્યવસ્થાપક