SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ વગેરે અનેક વસ્તુઓ આષાઢભૂતિને સમર્પણ થઈ ચૂકી હતી. આષાઢભૂતિની કળા માટે લેકે આફરીન પોકારતા હતા. વાહ શું નટ છે! હવે છેલ્લું દશ્ય શરૂ થયું. આષાભૂતિ પાંચસો રાજકુમાર સાથે આરિલાભુવનમાં આવ્યા. તેમણે સૂચના કરી કે હું જે પ્રમાણે કરું તે જ પ્રમાણે તમે કરજે. ભરતચક્રવતીએ જેમ આરિસાભુવનમાં વીંટી પડી જવાથી એક પછી એક એમ સર્વ આભૂષણ ઉતારી લીધાં હતાં તેમ આષાઢભૂતિ પણ પાંચસે રાજકુમારે સાથે આરિસાભુવનમાં એક પછી એક આભૂષણ ઉતારવા માંડયા. એમ કરતાં કરતાં સર્વ આભૂષણ ઉતારી દીધાં અને સૌ સૌની સ્ત્રીઓને આજીવિકા માટે સમર્પણ કરી દીધાં. બાદ ભરત ચક્રવર્તીએ જેમ ઉચ્ચતમ ભાવના ભાવતાં, શરીરના ઉપરથી તમામ આભૂષણે જતાં કઠિન કર્મલને પોલતાં જેમ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેમ આષાઢભૂતિએ પણ પાંચસે રાજકુમારે સાથે ભરત ચક્રવર્તીની જેમ, નાટક નહીં પણ જાણે સત્ય ઘટના જ ન હોય તેમ, ઉચ્ચતમ ભાવના ભાવતાં કઠિન કર્મને કાપતાં તે જ નાટકની રંગભૂમિ ઉપરના આરિસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ત્રણે લોકના, ત્રણે કાળના સર્વ ભાવોને દેખવા લાગ્યા. પછી દરેકને ધર્મલાભ આપી પાંચ રાજકુમાર સાથે આષાઢભૂતિ મહાત્માએ ચાલવા માંડયું, આ જોઈ મહારાજાએ કહ્યું-અરે, તમે બધા ક્યાં ચાલ્યા છે ત્યારે આષાઢભૂતિએ સમજાવ્યું કે ભરત મહારાજા પણ ચારિત્ર લઈ ચાલી નીકળ્યા હતા ને? પાછાં ક્યાં આવ્યા હતા ? નાટક તો ખરેખરૂં જ ભજવી બતાવવું જોઈએ ને ? તે જ તે ખરેખરું નાટક કહેવાય ને ? બાદ પાંચસો કેવળી રાજકુમાર સાથે આષાભૂતિ કેવળી ત્યાંથી ચાલી નીકળ્યા. ધન્ય છે તે નટને જેણે સાચું નાટક ભજવી પિતે તરી પાંચ રાજકુમારને તાર્યા ! આ બાજુ જે રીતે આષાઢભૂતિ આબેદબ “રાષ્ટ્રપાળ' અભિનવ નાટક ભજવી પાંચસે રાજકુમાર સાથે આરિલાભુવનમાં કેવળજ્ઞાન પામી ચાલી નીકળ્યા; તેમ વિશ્વકર્મા પણ કુસુમપુર નગરમાં રાજસભામાં પૂર્વવત્ આબેહૂબ “રાષ્ટ્રપાળ' નાટક ભજવી પાંચ રાજકુમાર સાથે આરિલાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ચાલી નીકળ્યા. * રાજાઓ અને મહારાજાએ વિચારવા લાગ્યા કે આમ ને આમ રાજકુમાર ચાલી નીકળશે તે પૃથ્વી નિઃક્ષત્રિય બની જશે અને ક્ષત્રિયવંશ રસાતાળ જશે. એટલે તરત જ તે નાટયપુસ્તકને અગ્નિમાં હોમી દીધું. ત્યારથી આ “રાષ્ટ્રપાળ” નાટક ભજવાતું બંધ થયું. ત્યારપછી આવું નાટક કેઈએ ભજવ્યું સાભળ્યું નથી. ભજવનાર અને જોનાર-એ બન્નેને બેડે પાર કરનાર એ નાટક અમર થયું ! આ અંકમાં ‘તરવાથમાણ મીર ઢા” શીર્ષક લાંબે લેખ પ્રગટ કરેલું હોવાથી સ્થળસંકેચના કારણે બીજા લેખે અમે પ્રગટ કરી શક્યા નથી તે માટે ક્ષમા માગીએ છીએ. વ્ય. For Private And Personal Use Only
SR No.521565
Book TitleJain_Satyaprakash 1940 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy