________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪] . આષાઢભૂતિની અદ્દભુત વાર્તા
[૧૪૫] શિખામણ ભૂલી ગઈ તેથી તમારું આવું દુષ્ટ આચરણ જોઈને તમારે સકળ કલાકુરાળ પતિ વિરક્ત થઈ જતો રહ્યો. જાઓ અને તે તેને સમજાવી પાછે બેલાવી લાવે ! આથી બન્ને પુત્રીઓ તત્કાળ નીચે ઊતરી આષાઢભૂતિ પાસે પહોંચી ગઈ. અને તેના પગમાં પડીને કહેવા લાગી. “અરે, સ્વામીનાથ ! ક્યાં ચાલ્યા જાઓ છે ? શું થયું છે આપને ?”
અરે દુષ્ટાઓ ! જાઓ, તમારું દુષ્ટ મુખ મને ન બતાવશે !”
અરે પ્રભુ! અમારા અપરાધની ક્ષમા આપ ! અમે અબળા કહેવાઈએ ! અમારી પર રેષ કરવો ઉચિત નથી. અમે તે સર્વસ્વ હારી ગયાં.”
“હવે હું પાછો આવવાને નથી. હવે તમારે ને મારે સંબંધ પૂરો થશે !”
આમ જ્યારે આષાભૂતિ એકના બે ન થયા ત્યારે છેવટે થાકીને બને પનીઓ કહેવા લાગી—“હે પ્રાણનાથ ! આપ જતાં પહેલાં એક વખત એવું અદ્દભુત નાટક ભજવી અમારી જીંદગીની આજીવિકા આપતા જાઓ કે પાછળથી આપના પ્રાસાદે સુખપૂર્વક દિવસો નિર્ગમન કરીએ. પછી અમે આપને નહીં રોકીએ. તેમજ આપની આડે પણ નહીં આવીએ.”
આષાઢભૂતિએ તે વાત કબુલ કરી અને બધાં ઘર તરફ પાછાં આવ્યાં. પછી આષાઢભૂતિએ વિશ્વકર્માને ભરતચક્રવર્તિના ચરિત્રનું પ્રકાશક “રાષ્ટ્રપાળ' નામે નવું નાટક કરવા અને તેમાં જરૂર પડતાં પાંચસે રાજકુમાર માટે માગણી કરવા સૂચવ્યું. વિશ્વકર્માએ મહારાજા પાસે જઈ–“રાષ્ટ્રપાળ' નામે મહાનાટક આપની મહાસભામાં ભજવી બતાવવી અષાડભૂતિ અભિલાષા રાખે છે એ પ્રમાણે કહ્યું. મહારાજ આ સાંભળી બહુ ખુશી થયા. વિશ્વકર્માએ ફરી કહ્યું-પણ મહારાજ, તેમાં આભરણોથી અલંકૃત પાંચસો રાજકુમારની જરૂર પડશે તે આપ પૂરી પાડે તે જ તે નાટક ભજવી શકાય ! મહારાજાએ કબુલ કર્યું એટલે નાટક ભજવવાને દિવસ નક્કી થયો. નક્કી થયેલા દિવસે આષાઢભૂતિ સાજ થઈ રાજ સભામાં આવ્યું. માણસની મેદનીથી સભા ભરાઈ ગઈ હતી. સિંહાસન પર મહારાજા બેઠા હતા. રાજપરિવાર, શ્રેષ્ઠીવર્ગ અને મંત્રીમંડલ યોગ્યસ્થાને ગોઠવાએલું હતું.
આજનો દિવસ આષાઢભૂતિ માટે સેનેરી દિવસ હતો. કોઈ પણ દિવસ પ્રાપ્ત નહીં થયેલ એવું લેકાલેકભાવપ્રકાશક કેવલજ્ઞાન આજે તેને પ્રાપ્ત થવાનું હતું. પાંચ રાજકુમારે માટે પણ આજ દિવસ અણુમૂલો હતો. મહારાજાએ આધાઢાભૂતિને પાંચ રાજકુમારે સેપ્યા. તેમને યોગ્ય સ્થાને ગોઠવ્યા બાદ નાટક આરંભાયું. વાજિંત્રોના શબ્દો સંભળાવા લાગ્યા. પ્રેક્ષકવર્ગ એકદમ સ્તબ્ધ થઈ ગયે. આષાઢભૂતિએ ઇવાકુવંશના પ્રથમ ભરત ચક્રવર્તીને વેશ લે છે અને પાંચસો રાજકુમારોને પોતાના સામંતો બનાવ્યા. પછી ભરત ચક્રવતી એ કેવી રીતે છ ખંડ સાધ્યા ? કેવી રીતે છે. ખંડનું આધિપત્ય મેળવ્યું ? દરેક રાજા મહારાજાઓને પોતાનું આણુ કેવી રીતે મનાવી ? ચક્રવર્તીનાં ચૌદ રત્ન અને નવમહાનિધિ કેવી રીતે પ્રાપ્ત કર્યા –તે બધું આષાઢભૂતિએ આબેહૂબ રીતે ભજવી બતાવ્યું. નાટકને રસ બરાબર જામતો જતો હતો અને લેકે તેમાં વશ થતા જતા હતા. ભરતચક્રવતીએ આરિલાભુવનમાં પાંચસો રાજકુમાર સાથે કેવી રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું ? તે દશ્ય તો હજી બાકી હતું છતાં મહારાજા, મંત્રી, શ્રેષ્ઠી અને લેકવર્ગ તરફથી અલંકારે, વસ્ત્ર,
For Private And Personal Use Only