________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ વિચારી નગરવાસી સૌ સજજ થઈ રાજકારે જવા લાગ્યા. જોતજોતામાં રાજસભા માણસેથી ભરચક થઈ ગઈ. સમય થતાં મહારાજા પધાર્યા. સૌએ ઊભા થઈ તેમનું સન્માન કર્યું. અને આ બાજુ નટ વર્ગ પણ તમામ સામગ્રીથી સજજ થઈ રાજદ્વારે આવી પહોંચ્યો હતે. શરણાઈ અને ઢોલ સૌના કાનને રોકી રહ્યાં હતાં. સૌનાં નેત્રે નટલેકે પર સ્તબ્ધ થઈ ગયાં. એક પછી એક નટે ખેલ શરૂ કર્યો. તાલીઓ પર તાલીઓ પડવા લાગી. સૌના મુખાવિંદ પર આનંદ ઊછળવા લાગ્યો. હજુ તે નટશિરોમણિ આષાઢભૂતિને “અર્થનિર્મોહલ” નાટક ભજવવાનું બાકી હતું. લેકે તે જેવા તલપાપડ થઈ ગયા હતા. પણ કોને ખબર હતી કે આજે તે નાટક નહીં જ ભજવાય ! મનની ઉત્કંઠા મનમાં જ સમાઈ જશે ! અને રંગમાં ભંગ પડશે ! થયું પણ તેમજે, મહારાજાને એકદમ અગત્યનું કામ આવી પડયું. જે નટેએ પિતાનું કાર્ય ભજવ્યું હતું તેમને ઇનામ આપી પ્રતિહાર્યને સભા બરખાસ્ત કરવાની આજ્ઞા કરી, અને જણાવ્યું કે આજે અગત્યનું કાર્ય હોવાથી “ અર્થનિર્મોહલ” નાટક બંધ રાખવામાં આવે છે. હવે પછી અનુકૂળ વખતે તે ભજવાશે. રાજાજ્ઞા મુજબ પ્રતિહાર્યે સભા બરખાસ્ત કરી. લોકવર્ગ પિત પિતાના સ્થાને ચાલ્યો ગયો. મહારાજા પિતાના અગત્યના કાર્યમાં જોડાયા. અને નટ વર્ગ પણ પિત પિતાને સ્થાને પાછો ફર્યો.
રાજદરબારમાં જ્યારે આ પ્રમાણે ચાલતું હતું તે વખતે આષાભૂતિને ત્યાં શું થયું તે જોઈએ. આષાભૂતિના ગયા પછી તેની બન્ને પત્નીઓએ વિચાર કર્યો કે અત્યારે બા૫ણા સ્વામીનાથ “અર્થનિમેહલ” નાટક ભજવવાને રાજકારે ગયા છે, ત્યાં તેમને જાણો સમય લાગશે. એમ વિચારી તેમની ગેરહાજરીને લ. લઈ બન્ને પત્નીઓએ ખૂબ મદ્યપાન કર્યું. જોતજોતામાં શરીરની નસેનસમાં દારૂનો કેફ વ્યાપી ગયો. બંને સ્ત્રીઓ મદ ચઢવાથી એકદમ ભાન ભૂલી ગઈ. પહેરેલાં વસ્ત્રો પણ અતિવ્યસ્ત થઈ ગયાં અને બેચેનીમાં બન્ને જણી મેડ પર જઈ પથારીમાં બેભાન અવસ્થામાં પડી. તેમનું માં મંધાવા માંડયું અને માખીઓ બણબણવા માંડી. તેમના શરીરનું પણ ઠેકાણું ન રહ્યું ! - રાજસભા જલદી બરખાસ્ત થવાથી આષાઢભૂતિ વહેલો ઘરે આવી પહોંચ્યા. નીચેના ભાગમાં તપાસ કરી તે પિતાની એક પણ પત્ની ત્યાં મળી નહીં એટલે તે ઉપર ગયો. ત્યાં તેણે પિતાની બન્ને પત્નીને એકદમ કઢંગી સ્થિતિમાં નીહાળી. આવી સ્થિતિ જોઈને બુદ્ધિમાન આકાઢભૂતિ તરત સમજી ગયો કે જરૂર આ બન્નેએ આજે મદિરાપાન કર્યું છે. તેનું મન વિચારવા લાગ્યુંઃ અહે ! મેં આ શું કર્યું ? અમૂલ્ય ચિંતામણિ સમાન મુક્તિના અનુપમ સુખને આપનાર એ ચારિત્ર કયાં? અને કયાં આ અશુચિને ભંડાર ? અરે રે ! મારા પૂર્વભવના કયા પાપને ઉદય જાગ્યો કે અધોગતિમાં લઈ જનાર આ દુષ્ટામાં હું ફલાણ? અરે, હું શી રીતે છુટીશ ? ભવાન્તરમાં મારી કઈ ગતિ થશે? અને ધીમે ધીમે આવાઢભૂતિને આત્મા સદ્ભાવની સીડીઓ ચઢવા લાગે. જે થવાનું હતું તે થઈ ગયું. જાગ્યા ત્યારથી સવાર. બસ, હવે તો ગુરુમહારાજ પાસે જઈ ફરી સંયમને સ્વીકારી પાપનું પ્રાયશ્ચિત કરીશ ત્યારે જ જપી, એમ વિચારી તે બન્ને પત્નીને ત્યાગ કરી ચાલતો થયો.
આ બાજુ વિશ્વકર્માને ખબર પડી એટલે તે ઉપર જઈ પોતાની અને પુત્રીઓને સાવધાન કરી તેમને પકે આપવા લાગ્યો. હે દુરાત્મકે! હે હનપુન્યવંતિ! તમે મારી
For Private And Personal Use Only