________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
આષાઢભૂતિની અદ્ભુત વાર્તા
[ ૧૪૩ ]
ગયા અને તેમને પાછા ગૃહ-મદિરે ખેલાવીને પાત્ર ભરીને મેદક વહેારાવ્યા. અને છેવટે મુનિને વિનંતી કરી ક્રેપ્રભો ! આપ અમારા પર કૃપા કરીને રાજ લાભ આપતા રહેજો ! આપની ચરણરજથી અમારું ઘર પવિત્ર બનશે. આષાભૂતિ પોતાના સ્થાને ચાલ્યા ગયા.
મુનિના ગયા પછી વિશ્વકર્માએ પોતાની બન્ને પુત્રીને આષાભૂતિએ ખલેલ અનેક રૂપની હકીકત કહી સંભળાવી અને પેાતાના હુક્યમાં ઉત્પન્ન થયેલ ભાવને પ્રગટ કર્યાં. અને કહ્યું કે જ્યારે જ્યારે એ મુનિ ભિક્ષા માટે અહીં આવે ત્યારે ત્યારે એવા હાવભાવ દેખાડજો કે તે વશ થઇ જાય. બાલિકાએએ પિતાની આજ્ઞા માથે ચઢાવી અને ભિક્ષા માટે આવતા મુનિ સામે ઐહિક હાવભાવ કરીને ઘેાડા જ વખતમાં પેાતાનાં મધુર વચનેથી મુનિને વશ કરી લીધા. ખરેખર ! કામદેવ ભલભલાને હંફાવે છે. કામિનીના મેાહક પાશમાંથી તેા વીરલા જ ખેંચી શકે છે. મેટામેટા યાગીઓ પણ સ્ત્રી આગળ પોતાનું સર્વાંસ્વ ચૂકી જાય છે. આષાઢભૂતિની પણ એ જ દશા થઇ. કામદેવે તેને ચકડાલે ચઢાવ્યા. એક દિવસ તેણે વિચાર્યું : બસ, હવે તે હું ગુરુમહારાજની રજા લને આવીશ ! અને તેણે ગુરુમહારાજ પાસે બધી વાત નિવેદન કરી..ગુરુમહારાજે ધણું ધણું સમજાવ્યું. પણ પેાતાના પાપના તીવ્ર ઉયતે લખ્તે આષાઢભૂતિના મનેાભાવ ન ફર્યાં ! તેની બુદ્ધિ વિવેકહીન બની ગઇ. ગુરુ મહારાજને રજોહરણ સાંપી તે વિશ્વકર્માં નટના ધરે આવી પહોંચ્યું!. આષાભૂતિને આવેલા દેખી હ`ધેલી થયેલી અને બાલાએ તેને ખૂબ સત્કાર કર્યાં. વિશ્વકર્મા પણ પેાતાની હૃદયસ્થ ભાવના સફળ થઈ જાણી ખૂબ પ્રસન્ન થયે!. વિશ્વકર્માએ આષાદ્રભૂતિ સાથે પેાતાની બન્ને પુત્રીનું લગ્ન કરાવ્યું. આષાઢભૂતિના દિવસે। આનંદવૈભવમાં પસાર થવા લાગ્યા. મેાહરાજાએ એક નિમેîહી-ત્યાગી મુનિને પરાજય કર્યા ! ક રાજા કાને નથી છે।ડતા !
પોતાનાં પૂર્વ કર્માંના ઉદયથી આષાઢસ્મૃતિનું પતન થયું છતાં તે કુળવાન, બુદ્ધિનિધાન, કળાવાન અને ઉત્તમ સસ્કારાથી રંગાયેલ હોવાથી, પાતાના દેવ-ગુરુનું એક પણ દિવસ સ્મરણ કર્યા સિવાય રહેતા નહીં. આ જોઇને વિશ્વકર્માએ પેાતાની પુત્રીઓને એકાંતમાં કહ્યું: આ હજી પણ પોતાના દેવ-ગુરુને ભૂલતા નથી તેથી જરૂર કાઇ ઉત્તમ કુળને હાવા જોઇએ. ભાગ્યયેાગે ભલે એ અહીં આવ્યા છતાં તેનું મન તે હજી ત્યાં જ છે માટે તમે તેની સામે કદી અલક્ષલક્ષણ, મદિરાપાન કે ખરાબ વર્તન કરશે નહીં. નહીં તે। એ ક્ષણવારમાં ચાલ્યે જશે, અને આપણી બધી મહેનત ધૂળ મળશે. વધુમાં અનલ ધન-દોલત જે આવે છે તે બધ થશે, અને તમારે બન્નેને ધણું જ શોષવું પડશે. માટે સાવધાનીપૂર્વક રહેજો. પિતાશ્રીની શિખામણ મુજબ જ પુત્રીએ પોતાનું વન સારુ રાખવા માંડયું. અને ભેગ-વિલાસમાં સૌના દિવસે નિર્ગમન થવા લાગ્યા. સર્વ કળાકુશળ આષાઢસ્મૃતિની જોતોતામાં મહાન નટરાજ તરીકે પ્રસિદ્ધિ થઇ ગઇ. હવે તે તેણે ભલભલા રાજા; મહારાજાઓની રાજસભામાં જ! નવાં નવાં નાકા ભજવી રાજસભાને ખૂબ રીઝવી અન`લ દ્રવ્ય ઉપાર્જન કરવા માંડયું. દેશદેશમાં તેની અજબ કીર્તિ ફેલાઇ. ખીજા પ્રદેશામાંથી તેને આમંત્રણ આવવા લાગ્યાં.
એક વખત રાજગૃહી નગરીના સિંહરથ રાજાએ ‘અનીમે હલ’ નાટક ભજવા ઘણા નટાને એકત્રિત કર્યા. અને તે ભજવવાને દિવસ પણ નક્કી કર્યાં. અને તે મુજબ નગરીમાં ટા પીટાબ્યા. અહા ! આજ તા રાજસભામાં ‘ અનિમેહુલ ' નાટક થવાનું છે, એમ
For Private And Personal Use Only