________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આષાઢભૂતિની અદ્ભુત વાર્તા
લેખક-મુનિરાજ શ્રી સુશીલવિજ્યજી રાજગૃહી નગરી એટલે મનુષ્યનું સ્વર્ગ અને સંતપુરુષોનું ધામ મંદિરનાં ગગનચૂંબી શિખર, ઊંચા ઊંચા પ્રાસાદ, નંદનવન સમાં ઉદ્યાને, દાનશાળાઓ, જ્ઞાનશાળાઓ અને ધર્મશાળાઓ-આ બધે એ અલકાપુરી સમી રાજગૃહીને વૈભવ. લક્ષ્મી અને સરસ્વતીનું જાણે સંગમસ્થાન ! આ કથાકાળે એ નગરીમાં સિંહરથ નામે રાજા રાજ્ય અને પ્રજાનું પાલન કરતે હતે. રાજગૃહીના વૈભવની કીર્તિ ચારે તરફ ફેલાઈ હતી. આ નગરીમાં વિશ્વકર્મા નામને એક નટ રહેતું હતું. તેને બે સ્વરૂપવાન બાલિકાઓ હતી
એકદા દેશદેશ વિહાર કરતાં જંગમ કલ્પતરુસમા ધર્મરુચિ નામના આચાર્ય મહારાજ પરિવાર સહિત રાજગૃહી પધાર્યા. મધ્યાહન થતાં આષાભૂતિ નામના મુનિરાજ ભિક્ષાથે નીકળ્યા. આ મુનિરાજ મહાબુદ્ધિનિધાન, સ્વરૂપવાન અને રૂપપરાવર્તન કરવાની શક્તિવાળા હતા. ઘરે ઘરે માધુકરી વૃતિથી શુદ્ધ આહાર ગ્રહણ કરી તેઓ ફરતાં ફરતાં કમસંગે તે વિશ્વકર્મા નટને ત્યાં આવી પહોંચ્યા અને ધર્મલાભના મનેહર શબ્દ સંભળાવી ઊભા રહ્યા. ઘરધણિયાણીએ મોદકને ડાભડે લાવી એક મોદક (લાડવો) વહેરાવ્યું. મુનિરાજ વહોરી ઘરમાંથી બહાર નિકળ્યા. છેડેક ચાલ્યા ત્યાં તે હૃદયમાં વિચાર ઉભ-અહે! આ મોદક તે ગુરુ મહારાજને જોઇશે. ચાલ બીજો માદક વહેરી લાવું. એમ વિચારી વિદ્યા વડે રૂપ પરાવર્તન કરી ફરી વિશ્વકર્માને ત્યાં ગયા. બીજા મોદકને ધર્મ લાભ આપી ઘરમાંથી બહાર નીકળી છેડે ચાલ્યા ત્યાં તે વળી મનમાં વિચારી વ્યો-અહો ! આ મેદક તે ઉપાધ્યાય મહારાજને જોઈશે ચાલ ત્રીજે લાવું. એમ વિચારી બાલ સાધુનું રૂપ કર્યું અને વિશ્વકર્માને ત્યાં ત્રીજી વાર ગયા. ત્રીજા મેદાને ધર્મલાભ આપી બહાર આવી છેડેક દૂર ગયા એટલે પુનઃ વિચાર થયે-અહે! આ મોદક તે મુનિના ખપને છે માટે ચોથે માદક લાવું. એમ વિચારી વિદ્યાના બળે ચોથીવાર કાઢિયાનું રૂપ ધારણ કરી ચોથી વખત વિશ્વકર્માના ઘરમાં પ્રવેશ કર્યો અને ચોથા મેદાને ધર્મલાભ આપી બહાર નીકળી ચાલ્યા. આ રીતે વિદ્યાના બળે વારેવારે રૂપમાં પરાવર્તન કરી આષાઢભૂતિ મુનિએ ચાર મોદક પ્રાપ્ત કર્યા.
આ આખુંય દશ્ય ઘરના મેડા ઉપર બેઠેલા ઘરધણી વિશ્વકર્માએ નિહાળ્યું હતું એટલે તેને વિચાર થયો-અહે ! આ કળા કૌશલ્યવાન આપણું કુળમાં કોઈ નથી. આ જે કઈ રીતે આપણી પાસે આવી જાય તે સામા માણસેનાં મન રીઝવીને આપણે મનગમતી ધન દોલત પ્રાપ્ત કરી શકીએ અને કારિઘ દૂર કરી શકીએ. પણ આ તે મુનિ રહ્યા અને આપણે ઘરબારી. આ મેળ શી રીતે બેસે ? વિશ્વકર્મા વિચારમાં પડી ગયા. થોડી વારે તેને એક માર્ગ સૂઝ: તેને લાગ્યું કે મારી પાસે એક રસ્તે છે. જો આ મારી બે બાળાઓ મુનિને કઈ પણ રીતે ભ પમાડે તે આ કાર્ય જરૂર સફલ થાય ! અને તરત જ તે મેડા ઉપરથી નીચે ઊતરી ઘર બહાર નિકળી એકદમ આબાદભૂતિ મુનિની પાછળ
For Private And Personal Use Only