________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ શ્રી. હેમચન્દ્રાચાર્ય સાથે જોડવાની વ્યર્થ ધમાલ કરી છે. અને તેથી જે આશય લેખકના હદયમાં નથી તે આશય તેના ઉપર આરેપિત કરવામાં આવ્યા છે–એમ મને લાગે છે, આ વિદિત થાય. કુપા રાખશે એ વિ.
આપનો. રાં. વા. કિલરકર,
તંત્રી ઉપરને પત્ર મળ્યા પછી અમે કિર્લોસ્કરના તંબોને નીચે મુજબ બીને પત્ર લખે છે. કિર્લોસ્કરના સંધીને લખાયેલ બીજે પત્ર
અમદાવાદ, તા. ૭-૧૧શ્રીમાન તંત્રીશ્રી કિર્લોસ્કર'
આપને તા. ૨૫-૧૦-ને પણ વેળાસર મળ્યા હતા. આભારે, હું શ્રી. ૬. પાં. ખટેના જવાબની રાહમાં છું, પણ આજ સુધી તેમના તરફથી કોઈ પત્ર નથી મળ્યો.
આપ લખે છે કે- “ઊંચે દેરોળ”ની ટૂંકી વાર્તા લેખકે એક દતકથાના આધારે લખી છે અને તે કથામાં જેને યતિનું જે પાત્ર છે તે એક કાલ્પનિક વ્યક્તિ છે, નહીં કે આચાર્ય હેમચન્દ્ર જેવા ઐતિહાસિક મહાપુરુષ.”
આ કથાના વિષયમાં આપને આ મત છે. હવે કથા લેખકે, એ કથા ઐતિહાસિક હેવાને જે મત કથાની શરૂઆતમાં તેમજ અંતમાં જણાવ્યા છે તે જુઓ -
કથાની શરૂઆતમાં તેઓ લખે છે--.. “આ કોઈ કલ્પિત કયા નથી, પણ વિચારપ્રવર્તક સત્યકથા છે. કથાના અંતમાં તેઓ લખે છે
“પ્રિય વાચક! આપને કદાચ એમ લાગશે કે મેં ઉપર જે કથા લખી છે તે ઇતિહા સના નામના એઠા નીચે લેખકના વિકૃત ભેજમાંથી નીકળેલી એક કલ્પિત કથા હોવી જોઈએ. પણ કમનસીબે આ કથા અરેઅક્ષર સાચી છે.”
આથી આપ જોઈ શકશે કે-“ઉચે દેવળ કથાના સંબંધમાં આપના અભિપ્રાય તેમજ તેના લેખકના અભિપ્રાય વચ્ચે બહુ મોટું અંતર છે. જે કથાને આપ દન્તકથા ઉપર અવલંબિત અને કલ્પિતપાત્રવાળી માને છે તેને લેખક અક્ષરેઅક્ષર સાચી કહે છે. - જે કથાની શરૂઆતમાં તેમજ અંતમાં લેખકે, તે કથા ઐતિહાસિક અને અક્ષરેઅક્ષર સાચી હોવાને, આ નિઃશંક ઉલ્લેખ કર્યો હોય તે કથાને વાંચનાર તેને, આપની જેમ, દન્તકથારૂપ યા કલ્પિતપાત્રયુક્ત કઈ રીતે માની શકે ?
- આપના લખ્યા પ્રમાણે ક્ષણભર માટે માની લઈએ કે આ કથામાં ઉલ્લેખાયેલ જેન યતિ એક કલ્પિત વ્યક્તિ છે તે શું કથાલેખકને આ કથામાં જૈન યતિના પાત્રની કલ્પના એટલા જ માટે કરવી પડી કે-એક : અહિંસાપરાયણ અને દયામૂર્તિ જૈન સાધુને અત્યન્ત નિર્દય અને એક મનુષ્યને પ્રાણુ લેવાના દુષ્ટ આશયવાળા પુરવાર કરવામાં આવે ઃ એક જૈન સાધુ માટે આવું પુરવાર કરવાની ચેષ્ટા કરવી એ સહૃદયતાનું ખૂન કરવા બરાબર છે. નથી હારે ધર્મપરાયણ હેદોને આઘાત લાગ્યા વગર નથી રહેતું. અને આવી ચેષ્ટાને કઈ પણ સમાજ વાહન નથી કરી શકતે.
For Private And Personal Use Only