________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
હુંચે દળ અંગે પત્રવ્યવહાર
[૧૧૭]
હવે આપ સમજી શકશો કે (આપના લખવા પ્રમાણે) અમે ન તે, “ચે દેવળના લેખકના આશયને સમજ્યામાં દુર્લક્સ કર્યું છે કે ન તે અમે લેખના ઉપર કોઈ પ્રકારનું નિરર્થક દેવારો પણ કર્યું છે. શ્રીમાન દ. પાં. ખાબેટના પત્રમાં અમે જે કંઈ લખ્યું છે તે તેમના જ ઉલેખના આધારે લખ્યું છે. અને તેનું યોગ્ય સમાધાન કરવું છે. આનેટે માટે ઘણું જ જરૂરી છે. કોઈ કારણે એક ભૂલ થઈ જાય છે તેને વેળાસર સુધારી લેવામાં સંકોચ ન થવું જોઈએ. કોઈ કાર્ય કરતાં ભૂલે ન થાય એ જેટલું જરૂરી છે તેના કરતાં વધુ જરૂરી-ભૂલ થઈ ગયા પછી તેને સુધારી લેવી-એ છે. આમ કરીને માણસ પિતાની સાફદિલી અને નૈતિક હિમ્મતને પુરવાર કરી શકે છે. મને આશા છે કે આપ આ વાત શ્રી ખાબેને સમજાવવા જરૂર પ્રયત્ન કરશો. અતુ!
છેવટે-આપને વિનંતી છે કે-ચે દળ અંગે, એક તંત્રી તરીકે, આપને જે પ્રામાણિક મત છે કે જે આપે આપને મારા ઉપરના પત્રમાં સ્પષ્ટ કર્યો–તેને કિર્લોરકર માં પ્રકાશિત કરશો, જેથી તે કથા વાંચવાથી વાંચકેમાં જે ભ્રમ ફેલાયો હોય તે દૂર થાય અને એક કપિત કથાને સાચી કથા માનીને કઈ નધર્મ: યા ન સાધુની નિંદા ન કરે. મને આશા છે કે પત્રકારના પવિત્ર સંબંધે આમ આટલું જરૂર કરશે.
શ્રી. . પાં. ખાબેટ તરફથી હજુ સુધી મારા પત્રને કશે જવાબ નહીં મળવાથી બીજે પત્ર આની સાથે મોકલ્યો છે તે તેમને મોકલી આભારી કરશો. અને તેમનું પૂરું સરનામું મને જણાવશો જેથી ભવિષ્યમાં આપને તાદી આપ્યા વગર, હું તેમને સીધે પત્ર લખી શકું. વધુ શું ? મારા લાયક સાહિત્યસેવા લખો. પત્રને જવાબ જલદી આપશે.
આપને રતિલાલ દીપચંદ દેસાઈ
વ્યવસ્થાપક. શ્રી. . પાં. ખાબેટ ઉપર લખાયેલ બીજ પત્ર
અમદાવાદ : ૯-૧૧-૧૦ શ્રીમાન ૬. પાં. ખાબેટે મહાશય,
કિર્લોસ્કર ને ગયા જુલાઈ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ આપની “ચે દેજો શિક વાર્તાના સંબંધમાં મેં તા. ૧૯-૧૦-૪૦ ના દિવસે આપને એક પત્ર લખ્યો છે, તે આપને “કિર્લોસ્કર' ના તંત્રીજી મારફત મળી ગયો હશે. આપના તરફથી આજ સુધી તે પત્રને જવાબ કે પહોંચ નહીં મળવાથી આ બીજે પત્ર લખવો પડ્યો છે.
ઊંચે દેવાળ” માં આપે જે કંઇ લખ્યું છે તેનું પરિમાર્જન કરવું ઘણું જરૂરી છે. તેથી એ પત્રને જવાબ જલદી આપીને આભારી કરો. વધુ શું છે મારા લાયક સાહિત્યસેવા લખશે.
આપને રતિલાલ દીપચંદ દેસાઇ -
વ્યવસ્થાપક. આ પછી હજુ સુધી “કિર્લોસ્કર'ના તંત્રી કે શ્રી ખાબેટ તરક્કી અમને કશો પત્ર મળ્યું નથી.
For Private And Personal Use Only