________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
ઊંચે ઊળ અંગે પત્રવ્યવહાર [૧૧૫] કિર્લોસ્કર'ના તંત્રીને લખાયેલ પત્ર
અમદાવાદ, તા. ૧૮-૧૦-૪૦ શ્રીમાન શ્રી કિર્લોસ્કર',
આપના માસિકના ગયા જુલાઈ મહિનાના અંકમાં શ્રીયુત ૬. પાં. ખાંબે. મહાશય ખલી ચે કેળ' શીર્ષક જે કથા પ્રસિદ્ધ થઈ છે તેણે અમારા જેન સમાજના હૃદયને ઘણું દુ:ખ પહોંચાડયું છે. અમારા મત મુજબ આવી અસત્ય તેમજ કેવળ કાલ્પનિક આક્ષેપિથી ભરેલી કથા કિર્લોસ્કર જેવા સાર્વજનિક પત્રમાં પ્રસિદ્ધ થાય એ ભાભર્યું નથી. એ કથામાં શ્રી હેમચન્દ્રાચાર્ય જેવા જેનસમાજ તેમજ ગુજરાતના મહાન તિર્ધર આચાર્ય ઉપર ઘણું જ દુષ્ટ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતમાં વધુ ન લખતાં અમે જે પત્ર શ્રી દ. પાં. ખાબેટે મહાશયને લખ્યો છે તેની નકલ આપને આ સાથે મેકલીએ છીએ. તેનાથી આપ સાચી હકીકત જાણી શકશે.
મને આશા છે કે આવી અસત્ય કથા પ્રસિદ્ધ કરવા માટે આપ આપના પત્રમાં જરૂર ખુલાસો કરશે અને શ્રી. દ. પાં. ખાબેને પણ યોગ્ય ખુલાસે કરવા આગ્રહ કરશો. જે કથાએ આખા જૈન સમાજને દુભવ્યો છે તે માટે આટલું કરવું જરૂરી છે. અમને આશા છે કે એક પત્રકારના પવિત્ર સંબંધે આપ આપની આ ફરજ અવશ્ય બજાવશે ! વધું શું? આ પત્રની પહોંચ અવશ્ય લખશે. અમારા ગ્ય સાહિત્યસેવા લખશો. શીધ્ર જવાબની આશા રાખતો--
આપને રતિલાલ દીપચંદ દેસાઈ
- વ્યવસ્થાપક તા. શ્રીમાન દ. પાં. ખાબેટેનું સરનામું અમને ખબર નહિ હોવાથી અમે તેમને જે પત્ર લખ્યો છે તે (ટપાલની ટીકીટ ચેડને) આપની ઉપર મોકલ્યો છે. આપ તે પત્ર તેમને જલદી મોક્લીને આભારી કરશો તેમજ તેમનું સરનામું જણાવશો. ૨. દી. કે. ઉપરના-બે પત્રો લખ્યા પછી “કિર્લોસ્કર'ના તંત્રી તરફથી અમને નીચે પત્ર મળ્યો છે. કિલોસ્કર'ના તંત્રીને પત્ર
કિર્લોસ્કરવાડી, ૨૫ અકબર ૧૯૪૦ શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ,
સમ નમસ્કાર. વિ. વિ. આપને તા. ૧લ્મી કૃપા-પત્ર મળે. તેની સાથે શ્રી. ખાંટે ઉપર લખેલે પત્ર વાંચીને તેમના સરનામે આજે રવાના કરું છું.
' મને લાગે છે કે આપે ફચે દેહળ” ઉપર જે આક્ષેપ કર્યો છે તેમાં લેખકના આશય તરફ જોઈએ તેટલું ધ્યાન દીધું નથી. આ ટૂંકી વાર્તા, લેખકે કરેલ ઉલ્લેખ પ્રમાણે, એક દંતકથાના આધારે લખાઈ છે. કોઈ પણ તત્વ વ્યવહારમાં લાવતી વખતે તેમાં સારાસારને વિવેક ન રખાય છે કે ખરાબ પ્રસંગ શોભે થાય છે–આ જ એ કથાને સાર છે. એમાં રજુ કરેલ વ્યક્તિ એ એક કાલ્પનિક વ્યકિત છે, પણ આપણે તેને સંબંધ
For Private And Personal Use Only