________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ છે. સાંભળવા અથવા તેમનું આવું હલકું ચિત્રણ જેવું-એ સમાજને માટે કેટલું દુઃખકર છે! ક્ષણભર માટે માને કે આપના ઈષ્ટ પુરુષ માટે કોઈ આવા અસત્ય આક્ષેપ કરે તો આપને તે કેટલું દુઃખકર લાગે ? આથી આપ સમજી શકયા હશે કે શ્રી. હેમચન્દ્રાચાર્ય જેવા પૂજ્ય મહાપુરુષના સંબંધમાં આવા આક્ષેપ વાંચીને જૈન સમાજને કેટલું દુઃખ થયું હશે ?
અને કેવળ આટલું જ શા માટે ? શ્રી હેમચન્દ્રાચાર્યને કેવળ જૈન સમાજના જ જ્યોતિધર શા માટે માનવા ? પ્રાચીન ભારતીય વિદ્યામાં પણ તેમનું રથાન પહેલી હરોળમાં છે. તેમના જેવો સર્વવિષયગ્રાહી બીજો વિદ્વાન મળવો મુશ્કેલ છે. આ ઉપરાંત ગૂજરાત ઉપર તેમણે જે મહાન ઉપકાર કર્યો છે, ગૂજરાતની અસ્મિતાને સજીવન કરીને તેમણે ગુજરાતને જે ગૌરવ અપાવ્યું છે અને પિતાની અહિંસાપ્રધાન ધર્મપરાયણતાના બળે ગૂજરાતને જે સંસ્કારનું દાન કર્યું છે તે ઇતિહાસના અમર પાનાંઓમાં સોનેરી અક્ષરે લખાયેલ છે. તેને ખોટી વાતેથી કોઈ ભૂસી ન શકે !
આવા મહાન જ્યોતિર્ધર, અહિંસાપરાયણ ધર્મમૂર્તિ આચાર્યના સંબંધમાં આપ એ પુરવાર કરવાનો પ્રયત્ન કરે કે તેમણે એક મનુષ્યને જીવ લેવાને હઠાગ્રહ કર્યો તે તેને કેઈ પણ સમાજ સહન ન કરી શકે. .
આપની કથાની સાથે એક ચિત્ર પણ છપાયું છે જે કથાની વરતુ જેટલું જ ભયંકર છે. તેમાં યતિજીનું જે ચિત્ર આપ્યું છે તે જોઈને કેઈને પણ દુઃખ લાગ્યા વગર ન રહે.
તે ત્યાં સુધી કહું છું કે-એક ભક્ત તરીકે નહીં, પણ ફક્ત એક અભ્યાસીની દૃષ્ટિએ પણ જે આપ શ્રી હેમચન્દ્રાચાર્યજીનું જીવન, કવન (એમની સાહિત્ય રચના) અને એમના વ્યક્તિત્વને ઓળખવાનો પ્રયત્ન કરે તો પણ આપે તેમના વિષયમાં જે લખ્યું છે તે માટે આપને જરૂર પશ્ચાત્તાપ થશે.
- હવે એ લખવાની જરૂર નથી કે-શ્રી હેમચન્દ્રાચાર્યના સંબંધમાં આપે જે કંઈ લખ્યું છે તેને ઈતિહાસને થડે પણ આધાર નથી. તો પછી જે વસ્તુ સાવ નિરાધાર છે અને જે લાખ ધર્મપરાયણ હૃદયોને દુઃખદ લાગે છે તેને પાછી ખેંચી લેવામાં આપને સંકોચ ન થવું જોઈએ. આમ કરીને આપ આપની સત્યપ્રિયતા સિદ્ધ કરી શકશે.
આપણે બધાય એવું સમજી લઈએ કે- જો આપણે કલમથી કેઈનું ભલું ન થઈ શકે તે તેથી કેઈની નિન્દા પણું ન થાય અને કેઈને નકામું દુઃખ ન પહોંચે-તે કેટલું સારું?
મને આશા છે કે-હાર્દિક ભાવભર્યા આ પત્રની આપ અવશ્ય કદર કરશે અને આના ઉપર નિર્મળ ચિત્તે વિચાર કરીને જે કલમે એક અસત્ય ઘટનાનું આલેખન કર્યું છે તે જ કલમથી તેનું પરિમાર્જન કરીને આપની નૈતિક હિમ્મત તેમજ પૂર્વ ગ્રહરહિત બુદ્ધિને પરિચય કરાવશે.
પત્રની પહેચ જરૂર લખીને આભારી કરશે. મારા લાયક સાહિત્યસેવા ખશે. શીધ્ર તેમજ આશાભર્યા જવાબની આશા રાખત
આપને રતિલાલ દીપચંદ દેસાઈ
વ્યવસ્થાપક.
For Private And Personal Use Only