________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિનવવાદ લેખક–મુનિરાજ શ્રી દુરધરવિજય
(ગતાંકથી ચાલુ) બીજા નિનવ-તિષ્યગુતાચાર્ય : આત્મવાદ
બૈદ્ધ અને સ્વાહાદીની ચર્ચા ચાર્વાક સાથે આત્માને સમ્બન્ધમાં ચર્ચા સમાપ્ત થયા બાદ બૌદ્ધ સ્વાદાદીને આત્માનું સ્વરૂપ પૂછવા લાગે, તે સમયે સ્યાદ્વાદીએ, સમય ઘણે થઈ જવાને કારણે અન્ય સમયે તે ચર્ચા કરવાનું મુલતવી રાખેલ. આજે તેઓ ફરી ઉપવનમાં મળ્યા ત્યારે નીચે પ્રમાણે ચર્ચા થઈ.
બૌદ્ધ –આત્મા વિજ્ઞાનસ્વરૂપ છે. તમે શું માને છે?—તમે કહ્યું એ પ્રમાણે આત્મા સિદ્ધ થાય છે, માટે આત્મા માનવો જોઈએ. પરંતુ અમે આત્માને વિજ્ઞાનસ્વરૂપ માનીએ છીએ એટલે તમે પણ જો આત્માને વિજ્ઞાનસ્વરૂપ માનતા હૈ તે કંઇ ચર્ચા કરવાનું કારણ નથી. પણ જે તે પ્રમાણે ન માનતા હે તો તમે તે સમ્બનેશ્વમાં શું કહે છે તે સમજાવે. - સ્યાદ્વાદી–આત્મા કેવળ વિજ્ઞાનસ્વરૂપ જ નથી. તમે આત્માને વિજ્ઞાનસ્વરૂપ માને છે એ પ્રમાણે અમે પણ આત્માને વિજ્ઞાનસ્વરૂપ માનીએ છીએ. પરંતુ તમારા અને અમારામાં માત્ર ભેદ એટલો જ છે કે તમે આત્મા વિજ્ઞાનસ્વરૂપ જ છે બીજા કોઈ સ્વરૂપ નથી એમ કહે છે અને અમે આત્મા જેમ વિજ્ઞાનસ્વરૂપ છે તે જ પ્રમાણે બીજા સ્વરૂપ પણ છે. કેવળ વિજ્ઞાનસ્વરૂપ જ છે એમ માનતા નથી. " બોટ–વિજ્ઞાન સિવાય અન્ય કંઈ નથી માટે આત્મા વિજ્ઞાનરૂપ જ છે.
જ્યારે વિજ્ઞાન સિવાય બીજી વસ્તુઓ જગતમાં હોય તે વિચાર કરાય છે તે સ્વરૂપ આત્મા છે કે નહિ. પણ વિજ્ઞાન સિવાય અન્ય કોઈ વસ્તુ જ નથી માટે આત્મા પણ વિજ્ઞાન સ્વરૂપ જ છે. તમે વિજ્ઞાન સિવાય આત્માનું બીજું સ્વરૂપ પણ છે, એમ જે કહે છે તે "વિજ્ઞાનથી જુદી એવી કઈ વસ્તુઓ છે કે જે માની શકાય ?
ચા-વિજ્ઞાનથી જુદી ઘટ પટ વગેરે અનેક વસ્તુઓ છે. વિજ્ઞાન સિવાય જગતમાં એવી અનેક વસ્તુઓ છે કે તે વરતુઓ ન માનીએ તે વ્યવહાર ચાલી શકે નહિ. જેમકે એક વિજ્ઞાન છે એ જ પ્રમાણે તેના વિષય ઘટ-પટ વગેરે પણ વિજ્ઞાનથી જુદા પદાર્થો છે. વિજ્ઞાન સિવાય ઘટ-પટ વગેરે જે પદાર્થો દેખાય છે તે વિજ્ઞાનસ્વરૂપ સંભવી શકતા નથી. માટે તે પદાર્થો વિપતાનથી જુદા છે. એટલે એક વિજ્ઞાન જ છે, એમ માની શકાય નહિ.
બોટ ઘટપટ વગેરે પદાર્થો પ્રમાણથી સિદ્ધ થઈ શક્તા નથી. વિજ્ઞાન સિવાય બીજા ઘટપટ વગેરે પદાર્થો છે, એમ તમે જે કહ્યું પરંતુ તે ઘટી શકતું નથી, કારણ કે તે ઘટપટ વગેરે જે છે તે પરમાણુ સ્વરૂપ છે કે મોટા અવયવી સ્વરૂપ છે? તેમાં પ્રથમ
For Private And Personal Use Only