________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિષ્નવવાદ
લેખક–મુનિરાજ શ્રી રધરવિજયજી [ક્રમાંક ૬૦ થી ચાલુ ]
બીજા નિહ્નવ તિષ્યગુણ્માચાર્ય-આત્મવાદ સ્યાદ્વાદી અને ચાર્વાકના સવાદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર્યાનુસંધાન—સ્યાદાદીએ ચાર્વાકને આગમપ્રમાણથી આત્મા સિદ્ધ છે અને આગમપ્રમાણ માનવું આવશ્યક છે વગેરે સમજાવ્યું, છતાં ચાર્વાક આગમપ્રમાણુ સિવાય આત્મા સિદ્ધ થાય તે જ માનવાનું કહે છે. હવે સ્યાદ્દાદી ચાર્વાકને આગમ સિવાયનાં બીજાં પ્રમાણાથી આત્મા છે એ સાખીત કરી બતાવે છે.
ઉપક્રમ-શરદ્દતુ વર્ષોંન ને સ્યાદ્નાદીની સભા—સ્યાદ્દાદી અને ચાર્વાકને પ્રથમ સમાગમ થયા બે માસ થઈ ગયા. શરઋતુને સમય છે. ધરતી લીલીછમ થઈ ગઈ છે. આકાશમાં વાદળાંએ જગત ઉપર ઉપકાર કરીને જાણે વિશુ યશ કમાયા હૈાય તેમ ઉજવળતા ધારણ કરીને વિચરી રહ્યાં છે. તે વાદળાંને ભેદીને ઉત્તરા ચિત્રાને તાપ જનતાને ખૂબ આકુળ વ્યાકુળ કરી રહ્યો છે. આ તાપથી અત્યન્ત ઉગ્ર થઈ કૃષિ કર્મ કરતાં કૃષિબળાને પશુ ગૃહસ'સારથી વિરક્ત થવાની ભાવના થઈ આવે છે. એવે સમયે સ્યાદ્વાદી ઉપવનમાં તરુની શીતળ છાયા તળે અનેક વિચારક મનુષ્યાની સાથે વિવિધ વિચાર કરતાં બેઠા છે. સમયની અનુકૂળતા જોઇને ચાર્વાકે કહ્યું કે-તમે તે સમયે આગમ સિવાય બીજા પ્રમાણેાથી આત્મા સિદ્ધ કરવાનું કહ્યું હતું તે આજ સમય અનુકૂળ છે. તમને સમય હાય તો તે વિષયપર ચર્ચા ચલાવીએ.
સ્યાદ્વાદી-અનુમાન પ્રમાણનું સ્થાપન—આત્માના વિષયમાં અમે આગમથી સિદ્ધ કરી બતાવ્યું હતું કે આત્મા છે. પરંતુ તે તું માન્ય ન કરતા હૈ। તે! આત્મા છે એ અનુમાન નામના પ્રમાણુથી પણ સિદ્ધ છે. જંગલમાં ફરતાં ફરતાં દૂરથી પર્યંત ઉપર ધૂમ જોવાથી જ્ઞાન થાય છે કે આ પ`તમાં અગ્નિ છે. રસેાડામાં લુહાર વગેરેની ભઠ્ઠીમાં વારંવાર જોવાથી એવા નિશ્ચય થાય છે કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં અવશ્ય અગ્નિ હેાય છે. આ પ્રમાણે અમુક વસ્તુ જ્યાં હૈાય ત્યાં અમુક વસ્તુ રહેવી જ જોઈએ એવા નિયમને વ્યાપ્તિ કહે છે, આ વ્યાપ્તિથી જે જ્ઞાન થાય તે અનુમાન કહેવાય છે. પતમાં અગ્નિ છે, તેનું પ્રત્યક્ષ દર્શીન થતું નથી માટે તે અગ્નિનું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન નથી તે જ્ઞાન થાય છે તે સત્ય છે. માટે તે જ્ઞાન જે પ્રમાણુથી થાય છે તેને અનુમાન પ્રમાણ કહેવામાં આવે છે. થાળુંક–અનુમાનનું ખંડન
विशेषेऽनुगमाभावात् सामान्ये सिद्धसाधनात् ॥ तद्वतोऽनुपपन्नत्वादनुमानकथा कुतः ॥ १ ॥
For Private And Personal Use Only