________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨].
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૬
કાદંબરી' અને ત્રિવિક્રમભટ્ટની “નવલકથા ' ઉપર થયેલા જણાય છે. પ્રથમનોનું શ્લેષકઠિન્ય, બીજીનું ગદ્યપ્રાધાન્ય, અને ત્રીજીનું પદ્યપ્રાચુર્ણ સુપ્રસિદ્ધ જ છે. સાહિત્યની દષ્ટિમાં, આ કૃતિઓ, તેમની લેક પ્રિયતાને લીધે, કાંઈક હીન ગુણવાળી જણાવેલી હોવાથી ધનપાલે પિતાની કૃતિને એ ત્રણે માર્ગોથી દૂર રાખી, નવીન માર્ગે દોરવી છે. આમાં નથી સઘન
લેશે કે નથી કઠિન પદે. તેમજ સતત ગદ્ય પણ નથી અને પ્રચુર પદ્ય પણ નથી. સમગ્ર કથા, સરલ અને સુપ્રસિદ્ધ પદો દ્વારા પ્રસાદ ગુણ વડે અલંકૃત થયેલી છે. થે છેડ અંતર પછી પ્રસંગચિત સ્થાને એકેક, બબ્બે કે તેથી વધારે ભાવદર્શક પદ્યો પણ આપેલાં છે. ગદ્યની માફક તિલકમંજરીનાં પદ્યો પણ બહુ રમણીય અને ઐઢ છે.
“તિલકમંજરી કથા સારાંશ” પૃ. ૩૩-૩૫ ૨૭૬. સંસ્કૃત પદ્યકાવ્ય સાહિત્ય વાલ્મિકી, કાલિદાસ આદિ અગમ્ય કવિઓથી મહત્તા પામ્યું છે, પરંતુ ગદ્યકાવ્ય સાહિત્ય તે સુબંધુ, બાણ, દંડી, ત્રિવિક્રમભટ્ટ ને સોહેલ જેવા પાંચદશ કવિઓની સુકૃપાથી વાસવદત્તા, કાદંબરી, દશકુમાર ચરિત, નવલકથા અને ઉદયસુંદરીની કથાથી પિતાનું અસ્તિત્વ સાચવી રહ્યું છે, તેમાં ધનપાલની તિલકમંજરીનું અવશ્ય સ્થાન છે, ને તેથી તેમાં વૃદ્ધિ થઈ છે. કવિ અને કાવ્ય સંબંધી તથા કથા કેવી હેવી જોઈએ એ સંબંધીત ધનપાલના વિચાર આની મથાળે જ મૂક્યા છે. કથા જોષકાઠિન્ય, ગદ્યપ્રાધાન્ય અને પદ્યપ્રચુર્ય એ ત્રણે દોષ ‘વર્ણયુક્તિઃ' એ શ્લોકમાં બતાવ્યા છે ને સુબંધુની વાસવદત્તા, બાણની કાદંબરી, અને ત્રિવિક્રમભટ્ટની નવલકથા ઉપર અનુક્રમે કરેલા આક્ષેપ લાગે છે. ગદ્યમાં લાંબા લાંબા સમાસવાળા દંડક અને અક્ષરમાં પ્રાચુર્યથી જનસમૂહ વિમુખ થાય છે. એ પણ પોતે એક લેટમાં જણાવ્યું છે. આ સર્વ દોષ-- આક્ષેપથી મુક્ત થઈ ધનપાલે જનસમૂહમાં સર્વ રીતે પ્રિય થઈ પડે તેવી પિતાની કતિ તિલકમંજરી બનાવી છે. તેમાં નથી સધન છેષો કે નથી કઠિન પદે, તેમ જ નથી તેમાં સતત ગદ્ય કે પ્રચુર પધ. સમગ્ર કથા રરલ અને સુપ્રસિદ્ધ પદ દ્વારા પ્રસદ ગુણ વડે અલંકૃત થયેલી છે. થેડા થડા અંતરે પ્રસંગોચિત સ્થાને એકેક બબબે કે તેથી વધારે ભાવ પ્રદર્શક પદ્યો પણ આપેલાં છે. ગદ્યની માફક પદ્યો પણ બહુ રમણીય અને પઢ છે, રસ અને ધ્વનિથી પ્રેરિત છે.
હેમચંદ્રાચાર્ય જેવા વિદ્વાને પણ તિલકમંજરીનાં પદ્યો ઉચ્ચકોટિના માન્યાં છે અને પિતાના કાવ્યાનુશાસનમાં “શ્લેષ’ના ઉદાહરણ તરીકે, તેમજ દેનુશાસનમાં માત્રા” નામક છંદના ઉદાહરણમાં તિલકમંજરીમાંથી કાવ્ય ચુંટી મૂક્યાં છે.
જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૨૦૩-૨૦૪ માંથી. તિલકમંજરી છપાવનાર
તિલકમંજરી મૂળ ગ્રંથ સંપૂર્ણ નિર્ણયસાગર તરફથી અમૂક વર્ષ પહેલાં છપાયેલ છે. જેની કિંમત રૂા. રાા છે. આ ગ્રંથ સંપૂર્ણ સંસ્કૃત ટીકા તથા ટીપ્પણુ ઈગ્લીશ કુટનોટ સહિત શદ્ધ રીતે જે બહાર પાડવામાં આવે તે યુનિવર્સીટીમાં કાદંબરીના સ્થળે પાડયા પુસ્તક તરીકે રાખી શકાય એમ ઘણું વિદ્વાનોના અભિપ્રાયો છે. અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓને તેમાંથી નવું જાણવાનું ઘણું જ મળી શકે. આ બાબતમાં સમર્થ વિદ્વાનોએ ધ્યાન આપવાની જરૂર છે. - તિલકમંજરી સંબંધી ભિન્ન ભિન્ન વિદ્વાનોએ જે કંઈ લખ્યું તે બધાને એક સ્થળે સંગ્રહ મળે એ આશયથી આ ટુંકે લેખ તૈયાર કર્યો છે. આશા છે આ પ્રયાસ વિદ્વાનોને ઉપયોગી લાગશે.
For Private And Personal Use Only