________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] તિલકમંજરી
[૧] મધુલોલુપ રસિક-ભ્રમરેના ચિત્ત-વિનોદ માટે ઋતુના પુષ્પથી સુગંધિત નંદનવન સમાન નવરસથી પૂરિત આ કમનીય કાવ્ય છે. કાદંબરીનાં વિસ્તૃત વર્ણન અને દીર્ધસમાસે કાવ્યમર્મજ્ઞના કેમલાન્તઃકરણને જ્યારે કોંક્તિ કરે છે ત્યારે તિલકમંજરીના સંક્ષિપ્ત વૃત્તાન્ત અને સરલ વાક્યો સ્મરણ સૂત્રોની માફક હૃદયપટ ઉપર સુંદર રીતે અંકિત થઈ વારંવાર સ્મૃતિપથમાં આવ્યા કરે છે. શબ્દની લાલિત્યતા અને અર્થની ગંભીરતા મનોજ્ઞતા મનને મોહિત કરે છે. સ્થાને સ્થાને નીતિ અને સદાચારના ઉચ્ચારિત ઉલ્લેખથી વિવેકી વાચકની વૃત્તિ સન્માગસેવન તરફ આકર્ષાય છે. સંસારની સ્વાભાવિક ક્ષણભંગુરતાના
સ્વરૂપને પ્રકટ કરનારા માર્મિક ઉપદેશોથી તત્ત્વજ્ઞના હૃદયમાં નિર્મદના અંકુર ઉદ્દગમે છે. યચિત સ્થાને આવેલા પ્રસંગોથી વાચકની વિચારશ્રેણિ ક્ષણમાં શૃંગારરસમાં ડૂબે છે, તે ક્ષણમાં કરુણ રસમાં નિમગ્ન થઈ જાય છે. ક્ષણમાં સાક્ષાત ધર્મસ્વરૂપ એક મહાત્માને જોઈ ચિત્ત ભક્તિ તલ્લીન થાય છે, તે ક્ષણમાં અતિ ભયાનક એક વેતાલને જેઈ સમગ્ર શરીર ભયથી રોમાંચિત થઈ જાય છે.
આવી રીતે “અસ્તિત્વના મૂળમાંથી શરૂ થતે રસપૂરિત વાક્યપ્રવાહ હિમાલયના ગર્ભમાંથી નીકળેલા ભાગિરથીના સ્ત્રોતસની માફક ઉત્તરોત્તર વૃદ્ધિ પામતે અને “માનઃ” ના ઉદધિમાં અંતરિત થઈ જાય છે.
ભજન કરતી વખતે એકલા મિષ્ટાન્નથી જેમ મનુષ્યનું મન કંટાળી જાય છે અને તેનાથી વિરકત થઈ વચમાં વચમાં તીખા કે ખાટા સ્વાદવાળી સ્વાદીષ્ટ વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે, તેમ કથાના રસાસ્વાદન સમયે પણ કેવળ ગદ્યથી વાચકની વૃત્તિમાં વિર kતા આવવા ન પામે તે હેતુથી કવીશ્વરે ઉચિત પ્રસંગે મેગરાની માળામાં ગુલાબના પુષ્પોની માફક મધુર આહાદક અને સુંદર વર્ણવિશિષ્ટ નાના જાતિનાં પદ્ય સ્થાપન કરી સુવર્ણમાં સુગંધ ભેળવ્યું છે. - કવિની પૂર્વે કાદંબરી આદિ કથાઓ વિદ્યમાન હતી અને તેમને આદર પણ વિદ્વાનોમાં અતિ હતા. પરંતુ તેમાંથી કોઈ કથા જ્યારે કેવળ ભલેષમય હતી તે કઈ કેવળ ગદ્યમય. ત્યારે કોઈ પદ્યપ્રાધાન્ય જ. એ કથાઓ સર્વગુણ સંપન્ન હોવા છતાં પણ તેમની એ એકાંતતા ગુલાબના ફુલમાં કાંટાની માફક સહદયના હૃદયમાં ખટકતી. તેમના વાચન વખતે રસિકોના મનમાં વહેતી રસની ધારાને વેગ ખેલા. તેમને એ દેણ સાહિત્યકાર પિતાના નિબંધોમાં સ્પષ્ટપણે પ્રકટ કરતા. ધનપાલથી પણ એ સંબંધમાં મૌન નહિ રહેવાયું. પિતાના પૂર્વના મહાકવિઓના ગુણ મુક્તકઠે ગાવા છતાં પણ તેમની તે દુષિત કૃતિ માટે ટકોર કરી જ દીધી છે. તિલકમંજરીની પ્રસ્તાવનામાં કહે છે કે--
"वर्णयुक्तिं दधानापि स्निग्धाञ्जनमनोहराम्॥ नातिश्लेषघना श्लाघां कृतिलिपिरिवाश्नुते ॥१६॥ अश्रान्तगद्यसन्ताना श्रोतृणां निविंदे कथा॥
जहाति पद्यमचुरा चम्पूरपि कथारसम् ॥१७॥" તાત્પર્ય એ છે કે, જનેના મનને હરણ કરનારાં એવાં મધુર વર્ણ યુક્ત હોવા છતાં પણ અતિ શ્લેષવાળી કવિની કૃતિ પ્રશંસા પામતી નથી. સતત ગદ્યવાળી કથા પણ શ્રોતાઓને આનંદ આપી શકતી નથી. તેમજ મધુર પદ્યોવાળી ચણૂકથા પણ રસ પાણી શકતી નથી. કવિના આ ત્રણ આક્ષેપ કમથી સુબંધુ કવિની “વાસવદત્તા,' બાણકવિની
For Private And Personal Use Only