________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬ મહારાજા કુમારપાળે માંસભક્ષણ સદંતર છોડી દીધું. માત્ર મદિરાપાન ત્યજી દીધું એટલું જ નહિં પણ સાતે વ્યસનને ત્યાગ કર્યો. પિતાના પડોશી રાજ્યો સાથે સ્નેહસંબંધ વધાર્યો. નબળાં રાજ્યોને ઘટતી મદદ આપી ઉભાં રાખ્યાં અને ખાસ કારણ વિના કેવળ રાજ્ય વિસ્તારના લોભથી કે પોતાના ગર્વને પિષવાની વૃત્તિથી લડાતી લડાઈઓ બંધ કરી. ફાંસી કે મૃત્યુ જેવી ભયંકર સજાઓ બંધ કરી. બળતણ પર અને ગાડા પર લેવાતા કરે રદ કર્યા. અપુત્રીયાનું ધન રાજ્યમાં લેવાતું તે કહાડી નાખ્યું. દારૂબંધી સખત રીતે કરી. જુગાર પર અંકુશ મૂકી ને અટકાવ્યો અને દેશ ભરમાં અહિંસાનું વાતાવરણ પ્રગટાવ્યું.
આ જાતના સુધારાના મૂળ જૈનધર્મના સિદ્ધાંતોમાં મળી આવે છે. મહારાજા કુમારપાળના જીવન પર એ તત્વજ્ઞાનની જે ઊંડી અસર પડી તે આપણને ઉપરના સુધારામાં જોવાની મળી આવે છે. એ સુધારણાના પ્રતાપે જ રાજવીને “પરમહંત' નું બિરુદ પ્રાપ્ત થયું. અહંત પ્રભુના અનુયાયીમાં સાધુ અને શ્રાવકે અને એ વર્ગ અંતર્ગત સાધ્વી અને શ્રાવિકાનો સમાવેશ થાય છે અને એ ગણમાં જે વ્યક્તિનાં કાર્ય ધર્મની શોભામાં વૃદ્ધિ કરનાર હોય છે તે પરમ યાને અગ્રેસર મનાય છે. આમ આ બિરુદ પાછળ જે ભાવ સમાયેલું છે તેને જેનેતર લેખકાએ વિચાર કરવાનો છે.
(ચાલુ) ( ૬૩ મા પાનાનું અનુસંધાન ) અહીં રાત્રિમાં અનેક પ્રકારનો ઔષધિ સમૂહની જાજવલ્યમાન દેખાય છે. વળી ઊંચે ઘંટાક્ષરછત્રશિલાઓ પણ શોભે છે. [૧૬]
અહીં સહસ્સામ્રવન અને લાક્ષારામ તથા મોર, કેયલ અને ભમરાના ગાનથી શોભતા. બીજાં પણ અનેક વન છે. [૧]
ઇતિહાસના જાણકાર વિદ્વાને અહીં શોધખોળ માટે લાગે છે એવું એક વૃક્ષ, વેલડી, કુલ કે ફળ (દુનિયામાં) બાકી નથી જે (અહીં) ન દેખાય. [૧૮]
અહીંની ગુફાની અંદર રહેલી શ્રી રાજીમતી કે જે રથનેમિ (નેમિનાથના ભાઈ). ને ઉન્માર્ગથી સન્માર્ગમાં લાવી, તે કોને વંદન કરવા યોગ્ય નથી ?
અહીં કરેલાં પૂજ, સ્નાન, દાન અને તપ વગેરે ભવ્ય પુરુષોને મેક્ષસુખનાં સાધન બને છે. [૨]
કોઈ પણ માગે તે મનુષ્ય દિશા ભૂલીને આ પર્વતનાં મંદિરની જિનેશ્વર પ્રભુની પૂજાને મૂર્તિઓને સ્નાન પછી પૂજાયેલી જૂએ છે. [૧]
- કાશ્મીર દેશથી આવેલ રત્નવડે અને કૂષ્માંડયા દેશથી શ્રી નેમિનાથ પ્રભુની પત્થરની મૃતિ લાવીને લેપ્ય બિંબના સ્થાને મૂકવામાં આવી. [૨૨].
અહીં નદી, ઝરણાં, કુ, ખાણે અને લતાઓની ગણતરી કરનાર કોણ છે? [૨૩]
સિંચવાના સ્વરૂપવાળા, રક્ષણ કરનાર અને ચોથી શોભાયમાન શિખરવાળા મહાતીર્થ શ્રી રૈવતપવને નમસ્કાર થાઓ. [૪] .
એ પ્રકારે મારા (શ્રી જિનપ્રભસૂરિ) વડે સ્તુતિ કરાયેલ અને મોટા સુરિઓએ વર્ણવેલ સંકટ વિનાના (સુખી કરનાર) શ્રી ગિરનાર પર્વતની વિસ્તારવાળી સુવર્ણ સિદ્ધિવાળી ભૂમિ તમારા આનંદ માટે થાઓ. [૨૫]
ઈતિશ્રી ઉજજયંતસ્તવ
For Private And Personal Use Only