________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
બાલાપુર
[૪૯]
પાસે મલિકબરના સૈન્યને પરાજિત કર્યું, મલિકબરના સૈન્યને જીતતાં સર્વ શકિત ખલાસ થઈ જવાથી પુન: મલિકબર શાહનબાજખાનને ધકેલતે ધકેલત બાલાપુર લાવ્યા. - ઈ. સ. ૧૬૨૦માં જહાંગીરે કાશ્મીર તરફ સ્વારી કરી, ત્યારે મેગલ સૈન્ય તેમાં ગુંથાયેલ જોઈને મલિકબરે મોગલેના કિલ્લેદાર ખંજરખાનને બાલાઘાટના કિલ્લામાં પૂરી ચારે બાજુ ઘેરી લીધે. દરાબખાને મલિકબર પર–અહમદનગર પર સ્વારી કરી અને હરાવ્યો, પણ તેની સેનાને જોઈએ તેટલે રાક ન મલવાથી પાછો બાલાપુર આવ્યો.
ઈ. સ. ૧૬૩૬માં ઔરંગજેબ દક્ષિણના સુબાઓ ઉપર નિયુક્ત થયે, ત્યારે કર્ણાટકની લડાઈમાં શાહજીએ બીજાપુરની સેના સાથે સેવા બજાવી હતી માટે, કેલ્હિાર (બાલપુરથી ૬ માઈલ), બંગલેર અને બાલાપુર એ ત્રણ ગામો જાગીરમાં આપ્યાં હતાં.૧° આ રાહજી તે જ કે જેમને ત્યાં નરરત્ન શિવાજી મહારાજનો જન્મ થયો હતો. આ શિવાજીનું એક રાજરથાની કવિએ સાત સવૈયામાં બહુ રેચક વર્ણન કરેલ છે. મૂળ પ્રત મારા સંગ્રહમાં છે.
સન ૧૭૨૮ જૂન માસમાં નિજામ અલીખાન અને અત્યંઅલીખાન [ અહમદનગર વાસી ] સાથે બાલાપુર પાસે ભયંકર યુદ્ધ થયાનું ઈતિહાસ પરથી જણાય છે. તેમાં અલઅલીખાન તથા ઘણા મરાઠા સૈનિકે મરણ પામ્યા. ખંડેરાવ દભાડે, દામાજી ગાયકવાડના ઉદયન મૂળ પાયો બાલાપુરની લડાઈ જે છે૧૧ સુપ્રસિદ્ધ બાજીરાવ પેશવા પણ યુદ્ધ સમયે બાલાપુર હતા.
ઔરંગજેબને પૌત્ર અજમશાહ બાલાપુરને હદેદાર હતો. ઇ. સ૧૭૨૧માં નિજામમુભુલ્ક તથા દેહલીના લશ્કર સાથે લડાઈ થઈ હતી. ઈ. સ. ૧૭૫૭માં એલિચપુરના૧૩ પહેલા નવાબ ઈસ્માઈલખાને બાલાપુરને કિલે બનાવ્યો હતો, અને તેમાં કાર બનાવી તે આજસુધી વિધમાન છે. અત્યારે કિલ્લામાં તહસીલ, કચેરી, નિશાળ તથા સાર્વજનિક ઇમારતે છે પણ નિબંધ લાંબો થઈ જેવાથી આમાં તેનું વર્ણન જતું કર્યું છે.
સંવત ૧૭૬૯માં ભોંસલે અને પેશવાઓ વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે કાનપુરમાં આપસમાં સમજી ગયા તેમાં પ્રસ્તુત કલમ હતી કે ભેંસલેએ દર વર્ષે હજાર રૂપિીનું કાપડ વાસીમ અને બાલાપુરનું પહેરવાને મોક્લવું. વાસીમ કરતાં બાલાપુરનું કાપડ ઘણું નહિતર ન વંચાય, આ વાત મારા અનુભવની છે. ત્યાં ઔરંગઝેબની છોકરીની કબર છે. પહેલાં આ ગામનું નામ “રેહણાબાદ” હતું. ત્યાં કિલ્લો હજુ સુધી છે. તે ગામમાં એક ખેતરમાં ૫ ફીટની ૧ જૈન મૂર્તિ (તામ્બર) તથા ૧ ચમુખ સ્તૂપ તથા અંબિકની અને વિષ્ણુ શેષશયનની પ્રાચીન મૂર્તિઓ પડેલ છે. આ ગામ ધામણગાવથી મલકાપુરને રસ્તે છ માઈલ છે. આ પણું હાલ દરવસ્થામાં વિદ્યમાન છે.
૧૦ જુઓ “રાજપુતાને કા ઇતિહાસ” વો. ૧ પૃ. ૨૮૧.
૧૧ “સમશેર બહાદુર” આ લડાઈ વખતે દામાજીને ખિતાબ આપે તે આજ સુધી ચાલ્યો આવે છે. વર્તમાનમાં ગાયકવાડની રાજધાની “વડેદરામાં છે.”
૧૨ આ ૧૦૪ વર્ષની વયે મરણ પામ્યો હતે.
૧૩ એલિચપુર અમરાવતીથી કર માઈલ છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ ગામ મહત્વનું છે. અહીં સન ૧૩૪૭ની સુલતાન ઇમાદભુલ્કની કબર છે. પુરાતન કાળમાં અત્રે ૫૪ પરા હતા. ૩પ છે, આ ગામના નામ સંબંધી વિદાનમાં એકમત નથી. એની ચર્ચા: “અંતરીક્ષ' પાશ્વનાથ વિષયક સાહિત્યના નિબંધમાં કરીશું.
For Private And Personal Use Only