________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
મજબુત અને ટકાઉ ગણાય છે. શેત્રંજી અહી ઘણું સુંદર બનતી અને હાલ પણ બને છે.
બાલાપુરમાં ‘મન’ નદીના કિનારા પર સ્મશાન પાસે એક છત્રી જોવાય છે. તે છત્રી જયપુરના રાજા સવાઈસિંગે બનાવી છે. આ સિંગ તે જ કે જેણે આંબેરથી સં ૧૭ર૮માં પિતાની રાજધાની જયપુરમાં વસાવી. આ નરેશ વૈજ્ઞાનિક જ્ઞાન અને કળાને જાણકાર હતા. તેણે ગણિતના ઘણું ગ્રન્થ સંસ્કૃતમાં ઉતરાવેલ ઉપલબ્ધ થયો છે, તથા જતિષ્ય ચક્રના જયપુર, કાશી, ઉજજેન વગેરે ગામોમાં બનાવેલાં મકાનો આજ સુધી વિદ્યમાન છે. ઉપરના સુકૃત્યો ઉપરથી સાફ જણાઈ આવે છે કે તે રાજા બહુ વિદ્વાન હવે જોઈએ. રાજસ્થાનના ઇતિહાસમાં આ રાજાનું શુભાભિધાન સુવર્ણાક્ષરથી અંકાયેલ છે.
ઔરંગજેબ જ્યારે ગાદી પર આવ્યો ત્યારે તરત જ પુરના રાજા સવાઈસિંગની દક્ષિણના મુખ્ય સુબા તરીકે નિમણુંક કરી, ત્યારે છત્રી બનાવી હતી. વચગાળામાં છત્રી ટૂટી ગઈ હતી, ત્યારે પુરના રાજા સાસેથી ત્રણ હજાર રૂપિયા લઈ સુધરાવેલ, હાલ સારી સ્થિતિમાં છે. છત્રી પરથી બાલાપુરનું પ્રાકૃતિક સૌદર્ય અપૂર્વ જણાય છે. પૂર્વ દિશામાં છત્રી આવેલ છે. ડાક બંગલા પાસેની સડક પરથી જણાય છે કે શિલ્પની દૃષ્ટિએ આ છત્રી જરાય મહત્વની નથી. એકાંત હોવાથી અભ્યાસીને બહુ જ ઉપયોગી છે. આ લેખકે પણ છત્રી જેઈને જ વર્ણન કરેલ છે,
ઇ. સ૧૮૪૫માં જ્યારે વરાડ ખાલી થવાને હુકમ થયો હતો ત્યારે બાલાપુર પર હુમલો થયો હતો. પૂર્વના કાળમાં બાલાપુરમાં કાગળે ઉતમ પ્રકારના બનતા હતા. આખાયે વરાડમાં જેમ હાલમાં વિલાયતી કાગળો વપરાય છે તેમ પહેલાં આખાય પ્રાંતમાં બાલાપુરના કાગળે વપરાતા હતા. બાલાપુરના કાગળ પરનાં લખાણ હજુ સુધી દૃષ્ટિગોચર થાય છે.
બાલાપુરની નદી પાસેના પાષાણ પર સારું કલાકૌશલ્યવાળું કાર્ય થતું હતું. આ લખાણપરથી પાઠક, પાર્કિકાઓના ખ્યાલમાં જરૂર આવ્યું હશે કે બાલાપુરનું વરાડના ઇતિહાસમાં શું સ્થાન છે ?
પ્રાચીન તીર્થમાલામાં બાલાપુર ઉલ્લેખ મળતું નથી. શ્રી. શીલવિજ્યજીએ જે તીર્થમાળા બનાવી છે, તેમાં પણ ઉક્ત નગર માટે કશું જ નથી. તેઓ મલકાપુરને અંતરિક્ષ પાર્શ્વ નાથને ઉલ્લેખ કરે છે એ ઉપરથી અનુમાન ન કરવું કે ત્યારે બાલાપુરમાં જેની વસ્તી ન હતી, કારણ કે સં. ૧૬૭૭ માં બાલાપુરમાં બનેલું સ્તવન મલી આવે છે. કદાચ એમ પણ હશે કે તેઓ બીજે માર્ગે ગયા હશે. હવે આપણે બાલાપુરમાં જે જૈન સાહિત્ય નિર્માણ થયું તથા લખાયું તે હવે પછી જોઈશું.
[ ચાલુ ] ૧૪ આ ગામમાં આચાર્ય વિજયદેવસૂરિએ સંવત ૧૭૦૦ને બીજા ચિત્રમાં આદિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી હતી, તે હાલ માતરમાં વિદ્યમાન છે. પણ લેખ ઉતારનારે મલકાપુરને બદલે મલકીપુર વાંચ્યું છે. વાસ્તવિક રીતે મલકાપુર જઈએ. બીજું એ પણ કારણ છે કે વિજયદેવસૂરિ ૧૭૦૨ના ફાગણમાં અંતરિક્ષજી-સીરપુરમાં હતા, મલકાપુર તથા એક ચોમાસુ વચમાં કરીને યાત્રાથે આવ્યા હોય તે બનવા જોગ છે. કદાચ બાલાપુર પણ આવ્યા હેય. વિવેકહષે મલકાપુરમાં મુલા નામના મુનિને વાદમાં જીત્યા હતા. સન ૧૮૪૯માં ઉકત નગરમાં હિન્દુ મુસલમાન વચ્ચે વ્યક્તિગત યુદ્ધ થયું હતું.
For Private And Personal Use Only