________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] બાલાપુર
[૪૭] કાલિદાસે અગ્નિમિત્ર નામને અમર કરી દીધું છે. વળી વિદર્ભના રાજાઓને ઉલ્લેખ “આદ્મભત્યવંશના શાસનકાલમાં થયો છે. ઉક્ત વંશ પછી વિદર્ભ પર ચૌલુકોને અધિકાર થયે. ચૌલુકયમાં પુલકેશી (૨)નું નામ સૌથી આગળ આવે છે. તેનાં કાર્યો વીરેને છાજે એવાં હતાં. સમ્રાટ્ર હર્ષવર્ધનને પણ પુલકેશીએ હરાવ્યો હતો એમ તેના તામ્રપત્ર પરથી ફલિત થાય છે. ચીની યાત્રી હયુએનસંગે પણ ઉક્ત નરેશ તથા તેના દેશનું વર્ણન કરેલ છે. માળવાના પ્રમા–પરમારરાજ વાપતિ દ્વિતીય મુંજના સમયમાં વિદર્ભ દેશ માલવા રાજ્યની અન્તર્ગત હતા, પણ સન ૯૯૫ લગભગમાં તૈલે માળવાના રાજાને હરાવી પુનઃ ચૌલુક્ય સત્તા જમાવી.
બુદ્ધયુગમાં વિદર્ભ બૌદ્ધધર્મથી પરિપૂર્ણ હતો. ચૌલુકો બુદ્ધધર્મ અને હિંદુ ધર્મને સમદષ્ટિથી જોતાં. પુલકેશી (૨) ચુત બૌદ્ધ હતા. ૭મી સદીમાં ભારતવર્ષ બે મહાન રાજાઓ વચ્ચે વહેંચાયેલ હતું. ઉત્તરમાં હર્ષવર્ધનર અને દક્ષિણમાં પુલકેશી રાજ્ય કરતા હતા. ચાલુકોના શાસનમાં જેન કવિ રવિકીર્તિએ એહલીના લેખની રચના કરી હતી. તે વિક્રમાદિત્ય બીજાના આશ્રયે રહેતું હતું. તે અલંકારશાસ્ત્રમાં નિપુણ હતો, એમ લખમાં વાપરેલ છેદો પરથી પ્રતીત થાય છે.
શ્રી હર્ષે નૈષધ કાવ્યમાં વિદર્ભ દેશનું રોચક વર્ણન કરેલ છે. ભવભૂતિના ‘માલતી માધવ'માં વિદર્ભનું ચિત્ર અંક્તિ છે. આ સિવાય પણ અનેક નિર્વાણગિરાના ગ્રન્થમાં વિદર્ભનું વર્ણન ઉપલબ્ધ થાય છે. ઈતિહાસ જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે વિદર્ભ દેશમાં સંસ્કૃત ભાષાના અનેક કવિઓ થઈ ગયા છે. ભારવી, ગુણુય, હેમાદ્રિ, ભાસ્કરાચાર્ય, ત્રિવિક્રમભટ્ટ, લીધર, વિજ્ઞાનેશ્વર આદિ અનેક કવિઓને સંબંધ વિદર્ભ સાથે હેવાનું બતાવાય છે. ચાલુકયવંશી રાજાઓ પણ સાહિત્યના સારા અભ્યાસી હતા. માટે સારા સારા કવિઓ તે દેશમાં રહે એ સ્વાભાવિક છે. કાવ્યરચનામાં પણ વૈદભ રીતિનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
મૂર્તિનિમાર્ણ કળામાં પણ વિદર્ભનું સ્થાન ઘણું ઊંચું છે. ડે. ફર્ગ્યુસને કહ્યું છે, કે શુદ્ધ ભારતીય ગૃહનિર્માણકળાના શ્રેષ્ઠ અને મનહર નમુના વિદર્ભમાં જોવાય છે.
અજંટા તે કળાએના નમુના પૈકી એક છે. ચિત્રકળાને નમૂને જેવો અજંટાની ગુફામાં મલે છે તેવો બીજો કોઈ પણ ભારતીય ગુફામાં મળતી નથી. એ જોવાને સુઅવસર મને સાંપડે છે.
એક ગુફામાં ભિક્ષુઓને નિવાસાથે ઓરડી બનાવેલો છે. તેમાં એક પાટની માફક એટલે તકિયા સહિત બનાવેલ છે. ત્યાંના ચિત્રમાં બુદ્ધજીવનની જ ઝાંખી કરાવેલ છે. અત્યારે આ ગુફાઓ નિઝામ રાજ્યાન્તર્ગત છે. ઈલરની ગુફાઓ પણ પ્રેક્ષણીય છે. વિદર્ભ વિષયક વિશેષ ચર્ચા ન કરતાં મુખ્ય વિષય પર આવું છું.
૧ પુલકેશીનું તામ્રપત્ર મુંબઈમાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. જુઓ “ચૌલુક્ય ચંદ્રિકા” પૃ. ૧૧.
૨ હર્ષવર્ધનને પરિચય વિન્સેન્ટ એ. સ્મિથે “અલિ હીસ્ટરી ઓફ ઈડીયા મા ખુબ વિસ્તારથી કરાવેલ છે, માટે અત્રે પિષ્ટપેષણ કરવાની આવશયકતા નગી.
૩ આ દિગબરીય છે. ४ "मध्य प्रदेश का इतिहास' पृ.४६, देवीदत्त शुक्लअनुवादित.
For Private And Personal Use Only