________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાલાપુર સિલિન
[સંક્ષિપ્ત ઐતિહાસિક પરિચય) લેખક મુનિરાજ શ્રી કાન્તિસાગરજી
31ઈ પણ નગરનો ઈતિહાસ મુખ્યતયા તે નગરના પુરાતન અવશેષો, શિલાલેખે, પ્રતિમાલેખ વગેરે પરથી તારવી શકાય છે. આ ઉપરાંત તે નગરમાં રહેલી હસ્તલિખિત પ્રતની પુષ્પિકાઓ પણ ઉપયોગી થઈ પડે છે. ' સામગ્રીની પ્રાપ્તિ
ચાલુ સાલના ચૈત્ર માસમાં પૂજ્ય ગુરુદેવ ઉપાધ્યાય શ્રી સુખસાગરજી મ. સાથે બાલાપુર જવાનું થયું. ત્યાં મને ત્યાંના ભંડારમાં રહેલાં હસ્તલિખિત પાનાંઓ વગેરે જોવાનું સૈભાગ્ય પ્રાપ્ત થયું. જ્યારે મેં ત્યાંનાં તમામ પુસ્તકની પુપિકાઓની નેંધ કરી, ત્યારે મને જરા પણ ખ્યાલ નહોતો કે હું બાલાપુર પર કંઈક લખીશ, પણ જ્યારે બાલાપુરમાં જ લખાયેલ પાનાંઓ વિપુલ પ્રમાણમાં દૃષ્ટિગોચર થયાં, અને ત્યાંના દિગંબર જૈન મંદિરમાં દેવીઓની મૂર્તિ પર “બાલાપુર” એવા શબ્દ જોવામાં આવ્યા, ત્યારે મને સ્વાભાવિક રીતે બાલાપુર ઉપર કંઈક લખવાની ઈચ્છા થઈ. વળી ત્યારે મરાઠી ભાષાનાં કેટલાંક ઐતિહાસિક પુસ્તકમાં પણ બાલાપુરના ઉલ્લેખ જોવામાં આવ્યા. અને મેં પણ ત્યાંના કેટલાક પુરાતન અવશેષે જાતે જોયા હતા, તેના ફળસ્વરૂપ બાલાપુરના ઇતિહાસની રૂપરેખા રૂપે આ લેખ લખું છું.
ત્યાં હસ્તલિખિત પાનાઓનાં કુલ છ બંડલ છે. તેમાં કેટલીક આખી મહત્ત્વની પ્રતિઓ પણ છે. તેમાંના કેટલાક મહત્વનાં ગીત વગેરે ઉપયોગી પ્રતની પ્રેસપી પણ કરી લીધી, કે જેની નોંધ પ્રસ્તુત નિબંધમાં આગળ આપવામાં આવી છે.
બાલાપુરના ઈતિહાસ પર પ્રકાશ નાંખનાર એતિહાસિક ઉલ્લેખો અત્યાર સુધીમાં પ્રકાશમાં આવ્યાનું મારા જાણવામાં નથી, એટલું જ નહિ પણ વિદર્ભ પ્રાંતના કોઈ પણ ગામના જૈન ઇતિહાસને ઉપયોગી ઉલ્લેખો આજ સુધી અંધકારમાં પડેલ છે. ખરી રીતે આ દેશ પ્રત્યે આજ લગી જૈન ઇતિહાસલેખકોએ ઉપેક્ષા સેવી છે, યદ્યપિ “વિવિધ તીર્થ કલ્પાંતર્ગત અંતરિક્ષ પાર્શ્વનાથકલ્પ'માં તથા પ્રાચીન તીર્થમાલાઓમાં વિદંભને ઉલ્લેખ મળે છે, પણ એ અન્ય દેશના ઈતિહાસની દષ્ટિએ નહીં જેવો ગણાય. બ્રહ્મચારી શીતલપ્રસાદજીએ “પ્રાચીન જૈન સ્મારક”માં થોડાઘણાં ગામોની નોંધ લીધી છે. તેમાં પણ ઘણાંય એતિહાસિક ગામે રહી જવા પામ્યાં છે, તો બીજી આવૃતિમાં સુધારો કરશે એવી આશા રાખવી અસ્થાને નથી. મૂળ વિષયને વરાડ (Berar) સાથે સંબંધ છે તેથી તે સંબંધી થડે પરિચય કરાવવું આવશ્યક સમજું છું. પ્રાચીન ગ્રન્થા માં વિદર્ભનું વર્ણન
વર્તમાન વરાડને પુરાતન ગ્રન્થોમાં વિદર્ભ નામથી વર્ણવેલ જવામાં આવે છે. આ નામ કેમ પડયું એ વિષયમાં વિદ્વાનો એકમત નથી. ૫. તારાનાથ વ્યુત્પત્તિ કરે છે કે વિતા: રમઃ સુશા: ચત: અર્થાત “જ્યાં દર્ભ ન ઊગે તે પ્રદેશ”. રામાયણ, મહાભારતમાં ઉક્ત દેશનું વર્ણન મળે છે. વિદર્ભ દેશમાં મૌર્યવંશ પશ્ચાત્ સંગ વંશનું આધિપત્ય થયું, ત્યારે ઉક્ત વંશનું રાજ્ય વિર્દભ સુધી વધી ગયું હતું. અશોક પછી વિદભ રાજ્યને ઉલ્લેખ બધાંથી પહેલાં “વિદિશા”ના રાજા અગ્નિમિત્રના શાસન કાળમાં થયાનું મળે છે. અગ્નિમિત્ર સુંગ વંશનો રાજા અને પુષ્યમિત્રને પુત્ર હતા. “માલવિકાગ્નિમિત્ર' નાટકમાં કવિ
For Private And Personal Use Only