________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] કરણસિધુ
[૪૧] મહાવીરે જોયું કે હવે બરાબર અવસર આવ્યો છે. ચંડકાશિયાને ક્રોધ ઓસરી જવા લાગ્યો છે, અને તેનાં હૃદયમાં વિચારણના અંકુર ફૂટવા લાગ્યા છે. એટલે મહાવીરે પિતાનાં સાત ને ચંડશિયા ઉપર સ્થિર કર્યા. ચંડકેશિયો પણ એ નેત્રો તરફ જોઈને સ્તબ્ધ થઈ બેઠા.
જાણે મહાવીરના હૃદયમાં બજતી આ અહિંસાની મોરલીને કરુણ સાદે એને વશ કરી લીધો. મેરિલીના નાદે ભલભલા ફણીધરે કયા વશ નથી થયા? - ચંડકેશિયો જાણે ઉગ્ર મટી શાંત બને. એને શાંત બનેલો જોઈને મહાવીર બોલ્યાઃ રે ચડકાશિયા ! બોધ પામ, બોધ પામ! તારા પૂર્વ ભવનું સ્મરણ કર !”
બસ, જાણે મદારીએ વિષધરનું વિષ ઉતારી લીધું! ચંડકાશિયો પિતાનો ભયંકર રવભાવ ભૂલીને જાણે પિતાનું અંતર શોધવા લાગ્યો.
આંખ આગળનો પદો દૂર થાય અને અંદર રહેલ વસ્તુનું દર્શન થાય તેમ ચંડકેશીયાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તેણે પિતાને પૂર્વભવ જોયો. તેને થયું; કયાં મારાં એ ઉગ્ર જપ, તપ અને આકરું સંયમપાલન ! અને કયાં મારી આ અધમ સ્થિતિ ! જે ક્રોધના કારણે મારી આ દશા થઈ એ ક્રોધ હવે મારે ન ખપે. આમ તે પશ્ચાત્તાપની સરણીએ ચડવા લાગ્યો. એને આત્મા ધીમે ધીમે વધુ ઉજવળ બનતો ચાલ્યો.
કર્મ કરવામાં શુરવીર એ ચંડકેશિયાને ધર્મપરાયણ થતાં વાર ન લાગી ! તેણે પ્રભુસાક્ષીએ અનસન વ્રત સ્વીકાર્યું અને પિતાની દૃષ્ટિથી પણ કોઈ જીવ ન મરી જાય તે માટે પિતાનું મોં રાફડામાં રાખીને શાંત બની ગયો. લેકાને આ વાતની ખબર પડવા લાગી.
રસ્તે જતાં આવતાં માણસેએ કાંકરી કે લાકડી નાખી સર્પની શાંતિની પરીક્ષા કરી જોઈ. કેઈ એ ઘી નાખી તેની પૂજા કરી. ઘીના બળે કીડીઓએ ભેગા મળી સપને ફેલી ખાધે. કોઈને પસંચાર પણ ન સહન કરનાર ચંડકૌશિકે હસતે મુખે કીડીઓને પિતાનું શરીર લેવા દીધું. છેવટે તે એ પાપી દેહનો ત્યાગ કરી દેવ થયો.
એક વખત ઉજજડ બનેલે માર્ગ ફરીને માણસ અને પ્રાણુઓના પાદસંચારથી સજીવન થઈ ગયા. ચંડકેશિયાની પ્રચંડ જવાળાઓ હવે કઈને સતાવતી ન હતી! એના ભયંકર ફુફાડા કેઈને ડરાવતા ન હતા. મહાપ્રભુની અહિંસા અને કરુણાને જ્ય જ્યકાર થયો હતો. અને તેથી જ લોકેએ ગાયું છે કે.
पन्नगे च सुरेन्द्र च, कौशिके पावसंस्पृशि ।
निर्वेशेषमनस्काय, श्रीवीरस्वामिने नमः॥ પિતાના પગે સર્પ ડંખ મારે કે ઇંદ્ર આવીને એ પગે નમસ્કાર કરે! છતાં એ બને ઉપર એક જ સરખું–કરુણાભર્યું–મન રાખનાર શ્રી મહાવીર સ્વામી ભગવાને નમસ્કાર હે !
સાચે જ-હજારો વર્ષ વીતે, હજારે હાથે લખાય, હજારે મુખે ગવાય કે હજારવાર વંચાય–છતાં સદાય નવીન લાગે એવી આ કથા છે.
કરુણસિધુ પ્રભુ મહાવીરને જ્ય!
For Private And Personal Use Only