________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
અને એ બેમાથાના માનવીને પિતાને પર બતાવવાની ચંડકૌશિકે તૈયાર કરી.
આ તરફ મહાવીર તે એની જેમ નિશ્ચલપણે ધ્યાનમગ્ન ઉભા હતા. તેમને તે કશી નવી તૈયારી કરવાની જ ન હતી. જે કંઈ કરવાનું હતું તે તેમણે પહેલાં જ કરી લીધું હતું. અહિંસાનો પ્રચંડ શક્તિ જાણે આજે મહાવીરના દેહે સજીવન થઈ હોય એમ લાગતું હતું. મહાવીરના હૃદયમાં કેવળ અહિંસા, અહિંસા અને અહિંસાની ભાવના જ ઓતપ્રોત થઈ હતી. આજે જાણે હિંસા અને અહિંસા દે ચડ્યા હતાં.
કરુણસિંધુ એક કાળા માથાને માનવી પિતાના રાડા પાસે આવી ઉભો રહે એ ચડકેશિયાથી બરદાસ્ત થઈ શકે એમ ન હતું.
એણે પિતાની ફેણ પસારીને જોરથી વિષની જવાળાઓ મહાવીર ઉપર ફેંકવા માંડી. એને હતું કે એક-બે કુંફાડામાં તે જરૂર એ મરણ પામશે. પણ અરે! આ શું! આવી પ્રચંડ વિષજવાળાઓ ફેંકવા છતાં જાણે કશું ન બન્યું હોય એમ એ માનવી તે મેની જેમ નિશ્રળ જ ઉભે છે.
કાઈ સૂતેલા સિંહને પથરો લાગે અને એ જેમ ખીજાઈ ઊઠે એમ ચંડકાશિયાને ક્રોધ આથી વધુ ઉગ્ર બન્યો. તેણે પિતાનું ભાન ગુમાવ્યું અને ગમે તેમ કરીને એ માનવીને અંત લાવવા તે તરફ ધસ્ય. એને હતું કે ભલે મારી વિષવાળાઓ નિષ્ફળ ગઈ, પણ મારે ડંખ તે જરૂર આ માનવીનું અભિમાન ઉતારશે.
આ તરફ મહાવીરના હૃદયમાં તે અહિંસાની જ ભાવના મજબૂત બનતી જતી હતી. અને ધીમે ધીમે એ ભાવનાના ઓઘમાંથી કરુણાની ધારાએ છૂટવા લાગી: “અરેરે, બિચારે ભાન ભૂલ્યા પ્રાણી ! કયાં એનું ઉગ્ર તપ અને કયાં અને પ્રચંડ કાપ! બિચારે આકરાં કર્મ બાંધીને કેવી ભયંકર અધોગતિને પામશે!
અને મહાવીરના હૃદયમાં એક જ વાત આવી વસી– આ પાપીઆને ઉદ્ધાર, નિસ્તાર, એનું પરમ કલ્યાણ. જાણે હદયમાં કરુણાના સાગરમાં ભરતી આવવા લાગી !
ચંડકેશિયો એકદમ આગળ વધ્યો અને દોડીને તેણે મહાવીરના અંગૂઠે ડંશ દીધે, અને એકદમ દૂર ખસીને જેવા લાગે. તેનું હતું કે હમણાં જ આ માનવી મડદુ થને જમીન પર પડવાનો. પણ અહિંસા અને કરુણાના વજે એ ડંશને નકામે કરી નાંખ્યો. ચંડકાશિયાએ જોયું કે દંશ દીધા પછી જે જગ્યાએથી લોહીની ધાર છૂટવી જોઈએ એમાંથી સફેદ દૂધની ધારા વહેતી હતી.
અભિમાનીનું અભિમાન પહેલી વખત ઘવાય ત્યારે તે બેવડ જેરમાં આવે છે અને બીજી વખત પણ જ્યારે તે પાછો પડે છે ત્યારે તે હતબુદ્ધિ જેવો થઈ જાય છે.
ચંડકેશિયો વિચારમાં પડી ગયા. આ શું ! બારબાર વર્ષમાં કદી નહીં બનેલું આજે આ શું બન્યું? કયાં ગઈ મારી પ્રચંડ વિષજ્વાળાઓ અને મારે જીવલેણ હંશ. જેણે ભલભલા વાઘ, સિંહ અને માનવીઓને હંફાવ્યા એ બધું આજે ક્યાં ગયું?
For Private And Personal Use Only