SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] કરણસિબ્ધ [૩૯] ઉપર તે કરુણા જ કરવી ઘટે! એને તરછોડવાથી તે એને વધુ અધઃપાત થવાને ! આ અધઃપાત અટકાવવો એ જ તે સાચી કસણું છે. વળી આમાં તે બેવડો લાભ છે—સાચી અહિંસાની કસોટી થશે અને કરુણાના તાંતણે એક જીવન વિસ્તાર થશે. બસ, મારે બીજા માર્ગે જવું ન ખપે, હું આ માર્ગે જ જઈશ.” આત્માના આશંકાને દુનિયાના ભયો ક્યારે ડરાવી શક્યા છે. અને મહાવીરે એ ટુંકા માર્ગે પ્રયાણ આગળ વધાયું. જાણી જોઈને મતના મહેમાં દોડી જતા આ મેગીને ગોપબાળકો હતબુદ્ધિ થઈને જોઈ રહ્યા. અહિંસામૂર્તિ મહાપુરુષોના નિશ્ચય પહાડસમા અચલ હોય છે. મહાવીર ચાલતા ચાલતા કનકલ આશ્રમમાં આવી પહોંચ્યા. મહાવીર તે મહાવીર હતા, તેમને લેશમાત્ર પણ ડરવાપણું ન હતું. તેમના દિલમાં તે અહિંસા અને કરુણાના ધોધ વહી રહ્યા હતા. એ અહિંસા અને કરુણાને સાક્ષાતકાર કરવાને જાણે સુઅવસર સાંપડ્યો હતો. આશ્રમ સાવ ઉજજડ થઈ ગયું હતું. બાર બાર વર્ષના માનવસંચારના અભાવથી જાણે ત્યાં સ્મશાનશાંતિ છવાઈ ગઈ હોય એવું લાગતું હતું. ચંડશિયાના રાફડાની નજીકમાં નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થિર કરીને મહાવીર કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. મહાવીરના હૃદયમાં કેવળ અહિંસાના ઉજજવળ ભાવે રમી રહ્યા હતા. મોટા દુશ્મનને પણ જરાય નહીં દુભાવવાની અને ઉલટું તેનું કલ્યાણ કરવાની ઉદાત્ત ભાવના એમના આત્મામાં ઝળહળી રહી હતી. એ આત્મતિને પ્રકાશપુંજ વાતાવરણને જાણે શાંત ન બનાવતે હેય! મહાવીરને તો વિશ્વાસ હતા, કે અહિંસાની શાંતસરિતા જરૂર:ચંડકેશિકના પ્રચંડ તાપને શાંત કરશે. જેના દિલમાં અન્યનું બુરુ કરવાની, અરે બરુ ચિંતવવાની પણ લેશમાત્ર વૃત્તિ નથી તેને કોઈ કશું ન કરી શકે. અને આ તરફ ચંડકૌશિ ! એના અહંકાર અને ક્રોધનું પૂછવું જ શું? પિતાના ભયના પ્રભાવથી આખા આશ્રમને સાવ પ્રાણીશન્ય બનાવવામાં જ જાણે પિતાનું ગૌરવ ન સમાયું હોય ! કઈ પ્રાણી કે માનવી ભૂલ્ય ચૂક્યું ત્યાં આવી ચડ્યું કે તત્કાળ તેને અંત આણવો એ જ એનું કામ ! - થોડીવાર થઈ ત્યાં એ નાગરાજ પિતાના રાફડામાંથી બહાર નીકળ્યો. પિતાની ણા પસારીને ચારે તરફ ઘુમવા લાગ્યો. એટલામાં તેની દૃષ્ટિ નજીકમાં ધ્યાનમગ્ન ઉભેલા મહાવીર ઉપર પડી; જાણે તેનું અભિમાન ઉપર કોઈએ ઘા કર્યો ! તેને અહંકાર એકદમ જાગી 3. જાણે એક ચક્રવર્તીનું રાજ્ય બીજે ચક્રવર્તી પડાવી લેવા આવ્યો- એવું એના મનમાં થવા લાગ્યું. એક મ્યાનમાં બે તરવાર કેમ પિસાય ! તેને થયું- આ શું? આ તે વળી કોણ બે માથાનો માનવી પેદા થયો છે, જેની આટલી હિમત ચાલી છે ! જે રસ્તે થઈને પસાર થવાનું પણ કોઈ સાહસ નથી કરતું તે માગે તે જ આશ્રમમાં અને મારા રાફડા પાસે આમ નિરાંતે ધ્યાનમગ્ન ઉભો રહેનાર કોણ જાગ્યો ! ચંડકાશિયાના પ્રચંડ વિષથી ભલભલાના પ્રાણ છૂટી ગયા છે તે આનું શું ગજુ ! જરૂર આજે એનાં સો વર્ષ પૂરાં થવાનાં ?” For Private And Personal Use Only
SR No.521562
Book TitleJain Satyaprakash 1940 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy