________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
સર્ષને પૂર્વભવ પિતાના પૂર્વભવમાં અત્યારને આ મહાભયંકર સર્પ એક મહાન તપસ્વી હતો. ઘરબહારને ત્યાગ કરીને એણે આત્મસાધનાને માર્ગ સ્વીકાર્યો હતો. અત્યંત ઉગ્ર તપસ્યાથી એણે કાયાને કૃશ બનાવી દીધી હતી. એક વખત એ તપસ્વી મુનિ પિતાના શિષ્ય સાથે ભિક્ષા લેવા ગયા. માર્ગમાં ચાલતા પ્રમાદથી એ મુનિને પગ નીચે એક દેડકું ચકદાઈને મરી ગયું. ગુરુ અને શિષ્ય ભિક્ષા લઈને પિતાના સ્થાને પાછા ફર્યા. ભિક્ષાની આલેચના કરતી વખતે શિષ્ય ગુરુને દેડકાની વિરાધનાની વાત યાદ કરી આપી. પણ ગુરુએ એ તરફ ધ્યાન ન આપ્યું. સાયંકાળે પ્રતિક્રમણ વખતે ફરી શિષ્ય ગુરુને એ વાતની યાદ આપી. પણ ગુરુ મહાતપસ્વી બનવા છતાં સાચા ક્ષમાશ્રમણ નહોતા બન્યા. ઉગ્ર તપસ્યાને અને જે પરમ શાંતિ આવવી જોઈએ એ એમનામાં નહોતી આવી. ઉલટું ઉગ્ર તપસ્યા કરવાથી એમને સ્વભાવ પણ ઉગ્ર બની ગયો હતો. પિતાને એક શિષ્ય પિતાને આમ વારંવાર ટોકયા કરે એ ગુરુ સહન ન કરી શક્યા. એમના ગુસ્સાએ માજા મૂકી અને તે એકદમ અંધારામાં શિષ્યને મારવા દોડ્યા. એમના મનમાં ગુસ્સાને પાર ન હતા. એમના રોમરોમમાં અત્યારે ક્રોધ ધમધમી રહ્યો હતો. જે આ પ્રસંગે શિષ્ય હાથમાં આવી ગયા હતા તે તેના બેહાલ થયા વગર ન રહેત ! પણું સદાકાળ માનવીનું ધારેલું કયારે બન્યું છે તે અત્યારે બને ! ગુરુ ક્રોધાવેશમાં શિષ્યને મારવા દેડયા અને વચમાં થાંભલા સાથે જેથી તેમનું માથું અથડાયું. આ અથડામણુ એટલી સજજડ થઈ કે ત્યાં ને ત્યાં ગુરુજીને પ્રાણ પરલેક સીધાવી ગયો.
ત્યાંથી મરીને એ કનખલ આશ્રમમાં પાંચસે તાપસને રવામી એવો ચંડકૌશિક નામે તાપસ થયો. તેને પિતાના આશ્રમમાંનાં વૃક્ષો અને ફળ-ફૂલ ઉપર એટલે બધા અનુરાગ હતું કે કોઈ માણસ તે લેવાનો પ્રયત્ન કરે તે તેને તે મારવા દેડતા. એક વખત વસંત ઋતુનો સમય હતો. ફળફૂલ ખૂબ ખીલી ઊઠ્યાં હતાં. આ વખતે કેટલાક રાજકુમાર એ આશ્રમમાં આવ્યા અને ફળફૂલ લેવા લાગ્યા. ચંડકૌશિક તાપસથી આ સહન ન થયું, તે વિવેકશન્ય બનીને તેમને મારવા દો. તેનું ભાન બેવાઈ ગયું હતું. પિતે કયાં ચાલે છે એ પણ એને ખ્યાલ ન રહ્યો અને દેડતાં દેડતાં એ એક કુવામાં આવી પડ્યો. એના મનમાં રાજકુમાર પ્રત્યે ગુસ્સાને પાર ન હતો. પણ શું કરે છે એ ગુસ્સામાં એ ત્યાં મરણ પામે.
આત્માના અંતિમ પરિણામ આત્માને સારી કે બેટી ગતિમાં લઈ જાય છે, એ તપરવીને અંતિમ પરિણામ ક્રોધમય હતા એટલે તેની સદ્દગતિ ન થઈ અને એ જ આશ્રમમાં મહાવિકરાળ સર્પરૂપે અહીં ઉત્પન્ન થયો. આજે બાર બાર વર્ષ થયાં છતાં એ સર્ષની બીકે કાઈ એ માર્ગે જઈ શકતું નથી.
પ્રભુએ જોયું -“એક મહાતપરવી કષાયને ભોગ બની આવી પામર અવસ્થામાં આવી પડે છે. આ ક્રોધના દુર્ગણ સિવાય ઉગ્ર તપસ્યાએ સાધેલા અનેક ગુણ એનામાં ભર્યા પડયા છે. એ ગુણેને જગાડનાર કઈ મળે તે એ સપને નિતાર જરાય અશક્ય નથી. બિચારે પામર જીવ ! વિવેકશન્ય દશાએ એને ભૂલવ્યો અને એ ભૂલ્ય. એવા જીવ
For Private And Personal Use Only