SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરુણાસિન્ધુ આશ્રમના માર્ગ રાજા, રાજકુમારો અને રાજરાણીએ રાજપાટ છોડીને ચાલી નીકળતાં એ કાળની આ વાત છે! લેખક:-મુનિરાજ શ્રી સુશીલવિજયજી મગધના ગામેગામમાં આજકાલ એક રાજકુમારની રાજપાટ અને વૈભવના ત્યાગની અને આકરી આત્મસાધનાની વાતે ચર્ચાતી હતી. એ રાજકુમારે દમન ભલભલાના દિલને કંપાવી મૂકતું ! કાઇ મહાકવિની કલ્પના પણ આકરી એ તપસ્યા હતી ! જાણે મુસીબતા અને આફતને જ એમ સામે મુખે ત્યાં જતા અને પોતાની સાધનાની આકરી કસોટી કરી જોતા. કષ્ટસહન કરવાની એની શક્તિ સૌને ચકિત કરી દેતી ! સૌના દિલમાં એના માટે સહાનુભૂતિ, સમવેદના અને ભક્તિભાવ ઉભરાતાં. આદરેલું આકરું દેન પહોંચી શકે એવી એન ગેાતતે હાય એ રાજકુમારનું નામ વર્ધમાન કુમાર ! એની અતુલ અળિિક્ત જોઇને દેવોએ એને મહાવીરનું અર્થસૂચક નામ આપ્યું હતું. સંસારની મેાહમાયા અને મમતાને નાશ કરવા નીકળેલા મહાવીરે એક ગામમાં વસવાને ત્યાગ કરીને ગામેગામ ફરવાનુ શરૂ કર્યુ હતુ. આજે તે મેરાક ગામથી શ્વેતાંબી નગરી જવા નીકળ્યા હતા. માર્ગમાં જંગલ આવતુ હતુ. મહાવીર પોતાના માર્ગે ચાલ્યા જતા હતા. એટલામાં વચમાં ગાવાળીએના પુત્રાએ તેમને જોયા. મહાવીરની શાંત મુદ્રાએ એ રમતિયાળ બાળકના હૃદયમાં પણ ભક્તિ જન્માવી. એ બાળકા કહેવા લાગ્યા, “ચેગીરાજ, આપ શ્વેતાંબી નગરી જતા હૈ। તા આ ટૂંકા અને સીધા માર્ગ ન જશે ! આ માર્ગે જતાં જે કનકખળ નામને તાપસેાતે આશ્રમ આવે છે, ત્યાં આજ કેટલાંક વર્ષથી એક મહાભયંકર ચડકૌશિક સર્પ રહે છે. એના લીધે એ આખા પ્રદેશ સાવ ઉજ્જડ બની ગયા છે, એક ચકલુ પણ ત્યાં અત્યારે ફરકતું નથી. વાધ અને સિદ્ધ જેવા જંગલના રાજા ગણાતા પ્રાણીએ પણ પલાયન કરી ગયા છે. સામી નજર પડે અને પ્રાણી મરી જાય એવા લયકર એ વિષ સર્પ છે. આ માર્ગે જનાર કાષ્ઠ જીવતું આવ્યું જાણ્યું નથી. આપ આ બીજા આડા માર્ગે થઈને જાએ ! For Private And Personal Use Only k¢ મહાવીરના મનમાં મંથન ચાલ્યું. “ આત્મશુદ્ધિ અને અહિંસાભાવનાની પરીક્ષાને આવે અણુમુલો પ્રસંગ કેમ જતા કરાય ? ‘ અહિંસાની પ્રતિષ્ઠામાં પ્રાણી માત્ર વેર ત્યાગ કરે છે' એ મહાસત્ય આજે મારી જાત ઉપર જ શા માટે ન અજમાવું? સામા પ્રાણીમાં વૈરને ત્યાગ ન થાય તેટલી અહિંસાની સાધના અધૂરી સમજવી ! સંપૂર્ણ અહિંસા આગળ બૈર ટકી જ ન શકે !” –અને પ્રભુએ પોતાની જ્ઞાનદષ્ટિ દાડાવી એ સર્પનું પૂર્વીસ્વરૂપ જોયું.
SR No.521562
Book TitleJain Satyaprakash 1940 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy