________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
મેક્ષ અને તેનું સુખ
[ ૨૩ ] ઊર્મિઓથી પર હોય છે. બ્રહ્મનું સ્વરૂપ આનંદ છે અને તે મેક્ષદશામાં પ્રગટ થાય છૅ, તે સમયે બ્રહ્મનુ રૂપ જોઇને બધાં બંધને છૂટી જાય છે. બધનો છૂટી જવાથી મેક્ષદશામાં આત્મા પોતાનામાં જ નિત્ય એવા આનન્દના લાભ મેળવે છે. જ્યાં માત્ર બુદ્ધિ જ પહેાંચી શકે, પણ ઇન્દ્રિયા ન પહોંચી શકે એવુ, કદી પણ નાશ નહિ પામનારૂં સુખ રહેલું છે, તેનુ નામ મેાક્ષ છે. મેાક્ષદશાનું સુખ અવધિ વિનાનું, અખંડ અને ઘણામાં ઘણું છે. એથી વધારે સુખ જે કાઈ ઠેકાણે સંભવી શકતું નથી. એ રીતે મેક્ષના સુખનુ વર્ણન મીમાંસા કરે છે તે પણ એ સુખને પ્રાપ્ત કરવાના, એને અનુરૂપ ઉપાયા, તે લેાકેા નથી દર્શાવતા. જેના કહે છે કે-મેક્ષમાં કર્મજન્ય સુખના અભાવ છે, પશુ સ્વભાવજન્ય સુખ વિદ્યમાન છે તેથી તે સુખની પ્રપ્તિ માટેના ઉપાયે પણ તેને અનુરૂપ જોઇએ. યજ્ઞયાગાદિ હિસ્ર અનુષ્ઠાને કે તત્ત્વજ્ઞાનન્ય કારા કર્મકાંડા, આત્માને સ્વભાવજન્યસુખસ્વરૂપ મુક્તિ આપાવવાને કદી સમ થઇ શકે નહિ. વિષયસુખને જેમ લકા ચાહે છે તેમ આત્માને પણ લાકા ચાહે છે તેથી આત્માના સહજ સ્વભાવ સુખમય છે એમ સાબીત થાય છે. એ સહજ સ્વભાવમાંથી ઉદ્ભવતું આત્મિક સુખ પ્રાપ્ત કરવાના ઉપાય યજ્ઞ યાગાદિ અનુષ્ઠાતા નથી, કિન્તુ વિષયસુખથી આત્માને વિમુખ બનાવી સમ્યગદર્શીનાદિ આત્મગુણાની પ્રાપ્તિના ઉદ્યમમાં જોડનાર નિરવદ્ય એવી આવશ્યકાદિ ક્રિયાઓ છે, જેને સૂક્ષ્મ ઉપદેશ શ્રી જૈનશાસ્ત્રોમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે.
સાંખ્ય મતવાળા કહે છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. કિન્તુ એક સળીને પણ વાંકી વાળવા તે અશક્ત છે માટે અકર્તા છે. તે સાક્ષાત્ ભાગવનાર પણ નથી. એ આત્મ જડ અને ક્રિયા કરનારી પ્રકૃતિના સમાશ્રિત છે અને તેથી જ તેના ઉપર અજ્ઞાનનું અંધારૂં પથરાઇ રહેલુ છે. અને એમ છે માટે જ જે સુખ વગેરે ફળ પ્રકૃતિમાં રહેનારું છે, તેનુ પ્રતિબિંબ પાતામાં પડે છે, તેને પોતે પાતાનુ માની લે છે. એવા મેાહને લીધે પ્રકૃતિને સુખ સ્વભાવવાળાં માનતા આત્મા સસારમાં ભટકે છે. અને જ્યારે વિવેકજ્ઞાન થાય છે કે પ્રકૃતિ દુઃખના હેતુ છે, એની સાથે સબંધ રાખવા ન કામેા છે, ત્યારે એ આત્મા પ્રકૃતિએ કરેલા કર્મ ફળને ભાગવતા નથી અને એ પ્રકૃતિ પણ એમ સમજે છે કે આ આત્માએ મારી પેાલ જાણી લીધી છે, અને હવે એ મારુ કરેલુ. કફળ ભોગવવાના નથી, ત્યારે એ કાણી સ્ત્રીની પેઠે તેનાથી દૂર ખસે છે. પ્રકૃતિની શક્તિ જ્યારે આ રીતે નરમ પડી જાય છે, ત્યારે આત્મા એના મૂળ રૂપમાં આવી જાય છે. એવુ જ નામ મેાક્ષ છે, એ મેક્ષ દશામાં સાંખ્યા અનન્ત ચૈતન્ય માને છે. પરન્તુ અનન્ત આનંદ માનતા નથી. કારણુÝ એમના મતે આનન્દ એ પુરુષને નહિ પણ પ્રકૃતિના ધ' છે. જેને સાંખ્યાને પૂછે છે કે આત્માને જ્ઞાનની સાથે સંબંધ નથી પણ પ્રકૃતિને છે, એથી તમારા મતે તે આત્મા અજ્ઞાન સિદ્ધ થાય છે તેા પછી જે અજ્ઞાનને લીધે સંસારી આત્મા પ્રકૃતિમાં રહેલું સુખ વગેરે પોતાનુ માને છે તે જ અજ્ઞાનને લીધે મુક્તાત્મા પણ પ્રકૃતિમાં રહેલાં સુખદુઃખ વગેરે ફળને પોતાનાં ક્રમ નિહ માને ? એ આપત્તિમાંથી બચવા માટે મેક્ષમાં ચૈતન્યની જેમ અનન્ત જ્ઞાન પણુ તમારે માનવું જ પડશે. અન્યથા ઉભયત્ર સરખી અજ્ઞાન અવસ્થા માનવાથી તમાએ માનેલી મુક્તિમાં કાં વિશેષતા રહેશે િ
For Private And Personal Use Only