________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
બૌદ્ધ કહે છે કે જે મનુષ્ય આત્માને સ્થિર અને નિત્ય માને છે, તેને આત્મા ઉપર સ્નેહ થાય છે. એ સ્નેહને લઈને ભેગોમાં આસક્તિ થાય છે. અને તેથી સંસાર વધે છે. ‘આત્મા છે ” એમ જાણવાથી જ “હું અને બીજો' એવી સ્વપરની ભાવના થાય છે. અને એ સ્વપરની ભાવના જ રાગ શ્રેષનું મૂળ છે. રાગદેષ બધા દેનું મૂળ છે માટે મુમુક્ષુએ શરીર, વજન, સ્ત્રી, પુત્રાદી સર્વને અનાત્મક, અનિત્ય, અસ્થિર, અશુદ્ધ અને દુઃખરૂપ માનવાં જોઈએ. એથી સ્નેહ થતું અટકી જાય છે. એના વિશેષ અભ્યાસથી વૈરાગ્ય થાય છે. વૈરાગ્યથી નવા આશ્રવ અટકી જાય છે. પરિણામે મુક્તિ મળે છે. જૈનદર્શનની મેક્ષ સંબંધી માન્યતા ' જેન ધન કહે છે કે આમાં ઉપરના સ્નેહથી થનારી બધી જ પ્રવૃત્તિ આત્માને
ક્લેશ કરનારી થાય છે એમ કહેવું સર્વથા ખોટું છે. આત્માના નેહથી દુઃખ મિશ્રિત વિષય સુખોમાં પ્રવૃત્તિ થાય, તે રોગીને ફપધ્ધની જેમ અવશ્ય કટ કરનારી છે, પરંતુ એ જ આત્મ સ્નેહથી ડાહ્યા રોગીને પથ્થસેવનની જેમ અતાત્ત્વિક સુખના સાધન ત્રી વગેરેને છોડી પરમાર્થ સુખના ઉપાય એવા સમ્યગદર્શનાદિ સાધનામાં આત્મા પ્રવૃતિ કરે, તેથી આત્માને એકાતે ફાયદે જ થાય. પરંતુ તમારી જેમ નિત્ય આત્મા માટે અનિત્યપણાની ભાવના કરવી એ મૃષા ભાવના છે. એવી મિથ્યા ભાવના ભાવવાથી તે આત્મા માયાચારી બને છે. વળી એ ભાવના ભાવનાર તે કોઈ એક સ્થિર આત્મા જોઈએ જ. અસ્થિર આત્મા અનિત્યપણુની સતત ભાવના પણ શી રીતે ભાવી શકે છે પૂર્વે બંધાયેલે જ પછી છું થઈ શકે, એ કારણે પણ મેક્ષને મેળવનાર કે એક સ્થિર આત્મા છે એમ માનવું જ જોઈએ. ક્ષણિકવાદમાં જાણે કેઈ, કરે કેઈ અને મેળવે કઈ; બેની લડાઈમાં ત્રીજે ખાઈ જાય, એ સ્થિતિ ઊભી થાય છે. વળી વસ્તુ માત્ર જો ક્ષણવિનાશી છે તે પછી ક્ષણ બાદ પોતાની મેળે જ નાશ પામનાર રાગાદિના નાશ માટે જુદે પ્રયત્ન કરવાને જ કયાં રહે છે? માટે એ પ્રયત્ન કરનાર આત્મતત્વ સ્થિર છે એમ માન્યા સિવાય છૂટકે જ નથી. એ આત્મતત્વને અહિંસા પ્રધાન તપ ના આચરવા વડે મોક્ષ થઈ શકે છે. અનિત્યસ્વાદી ભાવના ભાવનાર સ્થિર રહેતા અજ્ઞાનધારા દ્વારા અને અનેક જાતના તપના અનુષ્ઠાનથી આત્મા મેક્ષને મેળવી શકે છે અને એ મોક્ષ અનંત જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખમય છે.
જેને જે પ્રકારના એક્ષને માને છે તેના સમર્થન માટે વધુમાં જણાવે છે કે ઉપચય - અપચયને પ્રાપ્ત થનારા પદાર્થો સામગ્રી સભાને સર્વ પ્રકારે નાશ પણ થાય જ છે. રાગાદિ દેવ સમૂહને ઉપચય અપચય સર્વ મનુષ્યને પ્રત્યક્ષ છે. મનુષ્યોમાં રાગદ્વેષની વધઘટ પ્રત્યક્ષ દેખાય છે. તે હેતુ વિના સંભવી શકતી નથી. જે હેતુથી વધઘટ થવાવાળી ચીજ ઘટે છે, તે હેતુની પૂરેપૂરી સામગ્રી પ્રાપ્ત થતાં તેને સદતર નાશ થાય છે. સૂર્યનાં મંદ કિરણોથી જો થોડી ટાઢ નાશ પામે છે તે સૂર્યના પ્રખર તાપથી પ્રબળ ટાઢ પણ નાશ પામે જ છે. એ જ ન્યાયે છેડી શભ ભાવનાઓના બળથી થડા ગધેપ ઘટતા દેખાય છે તે એ જે ભાવનાઓના પ્રકર્ષથી સંપૂર્ણ રાગદ્વેષ રૂપી દોષને ક્ષય થાય, એમાં આશ્ચર્ય નથી. રાગદ્વેષને ક્ષયથી અનાદિ કર્મમળને આત્યંતિક નાશ થાય છે. કારણકે
For Private And Personal Use Only