________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ] ભિક્ષા
[] કાંચળી ઉતાર્યા પછી સાપ એની સામે પણ જોતો નથી તેમ તેના મનમાંથી એ બધી વાતો સરી ગઈ હતી. તે શરીરને ભૂલીને આત્માને ઓળખવા લાગ્યો હતો !
તે જ દિવસે રાજગૃહીનાં નરનારીઓએ સગી આંખે નીહાળ્યું કે શેઠ ધન્નાશા અને શાળીભદ્ર શેઠ મટીને સાધુ બની ગયા હતા ! પરમાત્મા મહાવીર દેવના ચરણમાં તેમણે પોતાનું સ્થાન શોધી લીધું હતું ! પરમાત્મા મહાવીર દેવની મોરલીના નાદે તેમને આત્મા અપાર આનંદ અનુભવતો હતો! આત્માને ઓળખવાની ભાવના આગળ કાયાની કોમળતા ઓસરી ગઈ હતી!
દુનિયાને મન-ખાંડાની ધારસમું સંયમ આવા કેમળ શરીરે શી રીતે સાધી શકાશે–એ કોયડો ભલે હોય! એ બે આત્માઓએ તો પિતાને નિશ્ચય કરી લીધું હતો! આત્મબળે શરીરને પરાસ્ત કર્યું હતું. ધન્નાશા અને શાળીભદ્ર સાધુ બની સંયમ આરાધાનમાં લિન બની ગયા !
[૨] શેઠ ધન્નાશા અને શાળીભદ્રજીને દીક્ષા આપ્યા પછી પ્રભુએ તેમને ગ્ય વિરોને સોંપ્યાં.
ધનદેલતને પણ રખેવાળાં જોઈતાં હોય તો પછી સંસારવાસનના અનેક ચારે વચ્ચે રહેતા આત્માને પણ રખેવાળાં જોઈએ જ ને! આત્મભાન મેળવવું મુશ્કેલ છે તેના કરતાં મેળવેલું આત્મભાન જાળવી રાખવું અતિ કઠિન છે.
ધન્નાશા અને શાળભદ્રની આત્મમુક્તિ ચેરાઈ ન જાય, એમાં વધારે થાય એ જોવાનું કામ સ્થવિરેનું હતું.
અને ગઈ કાલે અવિશ્વાસથી ભરેલા એના એ જ જગતે જોયું કે એક વખત વૈભવમાં ખેતી ગયેલા એ બે પ્રબળ આત્માઓ માટે અત્યારે કશુંય અશકય ન હતું!
દીક્ષા પછી ધન્નાશા અને શાળીભદ્ર ત્યાગ, તપ અને સંયમમાં પ્રબ આગળ વધવા લાગ્યા. આત્મજ્ઞાન મેળવવાની તેમની લગની અજબ હતી ! તેઓ પિતાની જાતને જાણે ભૂલી ગયા હતા !
તેમની ઉગ્ર તપસ્યા ભલભલાને કંપાવે તેવી હતી ! તેમનું ધ્યાન આત્મયોગીને છાજે તેવું હતું! રાત દિવસ આત્માને ઓળખવા મથ્યા કરવું એ જ એમનું કામ હતું !
આમ સ્થવિરેની છત્રછાયામાં તેમણે બાર બાર વર્ષની આકરી તપસ્યા અને ધ્યાનનું આરાધન કર્યું.
For Private And Personal Use Only