SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૯૬ ]. શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૫ વાતમાં આપણે “ધન્નાશાલીભદ્રની ત્રાદ્ધિ હ”નું ઉચ્ચારણ કરીએ છીએ ! એના વૈભવવિલાસ અને અઢળક ધનસંપત્તિની વાત સૌને મંત્રમુગ્ધ કરી દે છે! આજે રાજગૃહીમાં ઘરે ઘરે એક જ વાત ચર્ચાતી હતી ! અજબ એ કેયડા હતે ! બહુ વિચિત્ર એ વાત હતી ! ન સમજાય એવી એ સમસ્યા હતી ! આ તે કદી બને ખરું?” સૌને મન એ પ્રશ્ન ઉઠતો હતો. રાજગૃહીના મહાકુબેરમા શાળીભદ્ર શેઠ અને મહાલક્ષ્મીનંદનસમાં તેમના બનેવી ઘન્નાશા શેઠ ! એમના ભેગ, વિલાસ અને વૈભવની તરેહ. તરેહની વાત લોકમાં શતમુખે ગવાતી ! એમના વૈભવ-વિલાસ આગળ રાજામહારાજાઓના વૈભો પાણીમૂલાં લેખાતાં ! સાતમાળની મેડી ઉપરથી નીચે ઉતરી જેણે કદી દુનિયાની શકલ સૂરત પણ નહોતી જોઈ ! રાજાણિકને ઓળખવા જેટલી પણ જેને તમન્ના ન હતી ! રાત દિવસ અપાર સંપત્તિમાં જ તે મગ્ન રહેતા હતાજેની અતિ કમળ કાયા ટાઢ તડકાને પિછાનતી પણ ન હતી ! આજે લેકે વાત કરતા હતા કે–એ બેય શ્રીમતે પિતાની અપાર ધનદેલત અને વૈભવનો ત્યાગ કરીને ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવાના હતા. સાચે જ સહજ રીતે ગળે ન ઉતરે એવી આ વાત હતી ! પણ? પણ સ્વપ્નમાં પણ જેની કલ્પના ન આવી હોય તેવી વાત સાચી થતી કયાં નથી અનુભવાતી ? આ વાત પણ એટલી જ સાચી હતી ! “પોતાના માથે પણ પોતાની પાસે જવાબ માગી શકે એવો કેણિક જે સ્વામી હયાત છે, આટ આટલા અપાર ધન અને વૈભવ વચ્ચે પણ પિતે પિતનો માલિક નથી, એ હકીકત શાળીભદ્રના આત્માને સખ્ત ફટકો લગાવ્યો અને એનો સૂતેલો આત્મા. સિહની જેમ, જાગી ઉઠે. પિતાની પરાધીનતાનું ભાન તેને અકળાવવા લાગ્યું. અને એક ધન્યપણે તેણે એ પરાધીનતાના અંચળાને ફગાવી દેવાનો નિશ્ચય કર્યો ! જ્યાં જરાય પરાધીનપણું ન વેઠવું પડતું હોય એવી આત્મસાધનના મા તેણે વિચરવાના નિર્ણય કર્યો! અને એ કર્મચૂર આત્માને ધર્મશૂર થતાં જરાય વાર ન લાગી. તેની સંસારી વાસનાઓ ઝાકળની જેમ પલાયન કરી ગઈ. માતાની અનેક વિનવણુઓ, સ્ત્રીઓની અનેક આરસ્તુઓ અને સંસારની અનેક મોહમતાઓ ! એ એકે એને ઘરે પાછા આવવા ન લલચાવી શકી ! For Private And Personal Use Only
SR No.521556
Book TitleJain Satyaprakash 1940 04 SrNo 57
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy