________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભિક્ષા
પછીસ સ વર્ષ પહેલાંની આ વાત છે!
મગધદેશમાં ત્યારે મહારાજા શ્રેણિકનું રાજ્ય તપતું હતું. મગધદેશની રાજધાની રાજગૃહને શણગારવામાં મહારાજાએ કશી વાતે ખામી નહોતી રહેવા દીધી. એક લાડકવાયી પુત્રી જેટની એ મહારાજાને મન પ્યારી હતી !
મગધની રાજધાની રાજગૃહી અને મગધના મહારાજા શ્રેણુકની ત્યારે દૂર દૂરના દેશ વિદેશમાં ખ્યાતી થયેલી હતી. એના વેપારની ચડતી ભલભલા નગરને શરમાવે એવી હતી. દેશવિદેશમાં ફરીને નિરાશ થયેલા વેપારીઓ ત્યાં આવતા અને મનમાંગ્યા મૂલે મેળવીને ધનવાન થતા. સાચે જ ત્યારે રાજગૃહીમાં ધનના ઓઘ ઉભરાતા હતા. રાજગૃહીના-વૈભવ વિલાસને પણ કશે પાર ન હતો!
અને આટલું જ શા માટે?
જે નગરીમાં ધન, વૈભવ અને વિલાસના ઓઘ ઉભરાતા હતા તે નગરી તપ, ત્યાગ અને વૈરાગના રંગોમાં પણ જરાય પછાત ન હતી રહી ! વિલાસીઓની વિલાસભૂમિ સમી એ જ રાજગૃહીએ સંયમ અને આત્મસાધનાની તમન્નામાં મસ્ત થયેલા અનેક મહાપુરૂષે જગતને ભેટ આપ્યા હતા !
એવી જોગ અને ત્યાગની જન્મભૂમિરામી નગરીની આ વાત છે!
ભગવાન મહાવીરસ્વામીના ધર્મોપદેશે આખા મગધને ઘેલું બનાવ્યું હતું! આત્મસિદ્ધિ સાધીને સંસારને તારવા નીકળેલા એ મહાપ્રભુએ આખાય દેશને અજબ જાદુ કર્યું હતું ! જાણે કઈ મહા વાવંટોળ જાગ્યો હોય એમ સૌના હૈયાં હચમચી ઉઠયાં હતાં અને વિલાસ અને લગની લાગણએનાં વૃક્ષે ટપટપ પડવા લાગ્યાં હતા.
એના પગલે પગલે ત્યાગ અને વૈરાગનાં પૂર ઉમડતાં હતાં, એના વચને વચને આત્મસાધનાની ભાવના જાગી ઉઠી હતી! કંઈક વિલાસી અને લેગી આત્માઓને એણે આત્મદર્શનના અભિલાષી બનાવ્યા હતા. એની આત્મસિદ્ધિથી કંઈક લક્ષમીનંદન અને રાજા મહારાજાએ ધનદેલત અને વૈભવનો ત્યાગ કરી ઘર છોડી ચાલી નીકળ્યા હતા !
એ મહાપ્રભુના એક અદના સેવકની આ કથા છે! ધન્ના લીભદ્રના વૈભવની વાત આજે કહેવત જેવી થઈ પડી છે! વાત
For Private And Personal Use Only