________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ]
નિહનવવાદ
[૨૭૭ ]
સાધ્વીજી પણ સત્ય વસ્તુને સમજી શક્યાં નહિ અને જમાલિની માન્યતા સ્વીકારવા લાગ્યાં, અને પછી પોતાને સ્થાને આવીને અન્ય સાધ્વીઓને જમ લિના વિચારે સમજાવવા લાગ્યાં.
ઇંક શ્રાવકની યુક્તિ અને સાધ્વીજીનું સન્માર્ગે આવવું–શ્રાવસ્તિ નગરીમાં તે વખતે એક ટંક નામના કુંભકાર રહેતા હતા. તે પ્રભુ શ્રી મહાવીર સ્વામીના ભક્ત હતા. સાધ્વીજી પ્રિયદર્શન વગેરેએ તેમના આશ્રમમાં સ્થિરતા કરી હતી. જમાલિ પાસેથી આવ્યા પછી સાધ્વીજી પ્રિયદર્શના તે ઢક શ્રાવકને પણ જમાલિના તે વિચારે સમજાવવા લાગ્યા. દંક શ્રાવક તો અચલ શ્રદ્ધાવાળા હતા અને સમજતા પણ હતા કે સાધ્વીજી પ્રિયદર્શના પતિના અનુરાગથી તેમની માન્યતામાં જોડાયાં છે માટે અત્યારે જે હું કંઈ પણ કહીશ તે પૂર્વયુઝાહિત હોવાને કારણે સમજી શકશે નહિ. માટે ઢંક શ્રાવાક તે કહેવા લાગ્યા કે અમે કંઇ આવી ઊંડી વાત સમજતા નથી. એ તે આપ જાણે. પરંતુ મનમાં વિચાર્યું કે કાઇક અવસરે સાધ્વીજીને યુક્તિથી સમજાવીશ. એક વખત સાધ્વીજી સ્વાધ્યાયમાં તલ્લીન હતાં અને બાજુમાં ટૂંક કુંભકારને નિભાડો હતો. તેમાં તે વાસણને ફેરવતા હતા. તે વખતે અવસર જોઈને તે નિભાડામાંથી એક અંગારે તે સ્વાધ્વીજીને વસ્ત્ર ઉપર નાખે. સાધ્વીજીનું ધ્યાન ન હતું, અને વસ્ત્ર સળગવા લાગ્યું. સાધ્વીજી એકદમ ઉભા થઈ ગયાં અને ટૂંક શ્રાવકને ઠપકો આપવા લાગ્યા કે તમારા અનુપયેગથી અમારું વસ્ત્ર બળી ગયું. ટૂંક શ્રાવક કહેવા લાગ્યા કે વસ્ત્ર બની ગયું એમ શા માટે કહ્યું છે ? કારણ કે તમારી માન્યતા તે એવી છે કે બળતું એ બન્યું ન કહેવાય. તમારે તે સંપૂર્ણ બળી જાય પછી જ બળી ગયું એમ કહેવું જોઈએ, ઋજુસૂત્ર (નિશ્ચય) નયને અંગીકાર કરનારને મતે બળતું હોય તે બન્યું કહેવાય છે માટે તમે જે કહે છે તે ઋજુસૂત્ર નયથી ઘટી શકે છે. એ પ્રમાણે જુસૂત્ર નયથી પ્રભુ શ્રી મહાવીરસ્વામીનાં ‘કરાતું એ કરાયું વગેરે વચનેને સારી રીતે સમજાવે છે. સાધ્વીજી પ્રિયદર્શના પણ ઢક શ્રાવકનાં યુતિયુક્ત વચને સાંભળીને મિથ્યા વિચારને ત્યાગ કરીને સત્ય વસ્તુને સમજે છે ને તે માન્યતામાં સ્થિર થાય છે. ટૂંક શ્રાવકને ઉપકાર માને છે ને કહે છે કે આર્ય ! હું તમે કહો છો તે યથાર્થ માનું છું અને તે સ્વીકારું છું. તમે મને સન્માર્ગે વાળી તે માટે તમને ધન્યવાદ ઘટે છે. એ પ્રમાણે સાધ્વીજી પ્રિયદર્શના વગેરે સન્માર્ગે આવ્યા પછી જમાલિ પાસે જઈને સાધ્વીજી પોતે જે સત્ય વસ્તુ સમજ્યાં છે તે સમજાવે છે, જ્યારે જમાલિ તે વસ્તુ નથી સમજતા અને પોતાની માન્યતાને વળગી રહે છે ત્યારે સાધ્વીજી પણ પોતાના હજાર સાધ્વીઓના પરિવાર સાથે જમાલિથી છૂટા પડી ભગવંત શ્રી મહાવીર સ્વામીજી જ્યાં બિરાજે છે. ત્યાં ચમ્પાનગરીમાં વિહાર કરીને જાય છે ને પ્રભુની સાથે વિચરે છે.
જમાલિનું ગમુક્ત થવું અને પ્રભુ પાસે આવવું–સ્થવિર મુનિઓ અને સાધ્વીજી વગેરેના પ્રભુ પાસે જવા પછી વિહાર કરતાં કરતાં ચંપાનગરીમાં પ્રભુ જ્યાં બિરાજતા હતા ત્યાં પ્રભુની પાસે (બહુ દૂર નહિ અને બહુ સમીપ પણ નહિ એવી રીતે આવીને રહે છે ને પછી પ્રભુને કહે છે કે સ્વામિન્ ! આપના ઘણા શિષ્ય
For Private And Personal Use Only