________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : નિર્ચન્થ મુનિઓ જેમને કેવળજ્ઞાન કે કેવળદર્શન ઉત્પન્ન નથી થયું એવા છદ્મસ્થ પર્યાયને અનુભવતા હશે, પરંતુ હું તે શિગે જેવો નથી, હું છદ્મસ્થ પર્યાયને અનુભવતો નથી. મને કેવળજ્ઞાન ને કેવળદર્શન ઉત્પન્ન થયું છે, હું પૂજાને યોગ્ય છું, મેં રાગાદિકને જીત્યા છે અને કેવળીપર્યાયને અનુભવું છું.
ગૌતમસ્વામીજીએ જમાલિને આપેલ ઠપકે અને પૂછેલ બે પ્રશ્નો—જ્યારે જમાલિએ પ્રભુને ઉપર પ્રમાણે કહ્યું ત્યારે ગૌતમસ્વામીજી જમાલિને કહે છે કે હે જમાલિ ! જે આત્માઓને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું છે તે આત્માએ ત્રણે કાળના ભાવોને હાથમાં રહેલા નિર્મલ જળની માફક જાણે છે અને જુએ છે. તેથી ભીંત પાછળ, પર્વત પાછળ, કે થાંભલા પાછળ શું છે, તે અજાણ્યું નથી હોતું. કાઈ પણ વસ્તુથી તેમનું જ્ઞાન ઢંકાતું નથી. તેમજ કઈ પણ વસ્તુથી તે નાશ પણ પામતું નથી. તમારું જ્ઞાન તેવું નથી. ક્ષણ વાર પછી શું થવાનું છે કે ક્ષણ પૂર્વે શું થયું છે તે કહેવાની તમારામાં શક્તિ નથી. આ ભીંત પાછળ શું થાય છે તે તમે જાણે કે જોઈ શકતા નથી. વળી હે જમાલિ! તમને એવું અભિમાન હોય કે હું ખચીત કેવળજ્ઞાન અને કેવળદર્શનવાળો છું તે આ બે પ્રશ્નને ઉત્તર આપ.
પ્રશ્ન. ૧. લેક શાશ્વત (નિત્ય) છે કે અશાશ્વત (અનિત્યો? પ્રશ્ન. ૨. છવ શાશ્વત (નિત્ય છે કે અશાશ્વત (અનિત્યો?
જમાલિનું મૌન અને પ્રભુનું સમજાવવું-જ્યારે ભગવાન ગૌતમસ્વામીજીએ જમાલિને ઉપર પ્રમાણે કહ્યું ત્યારે પિતાના જ્ઞાન દર્શન વિષે જમાલિને પોતાને શંકા થવા લાગી. વિચારમાં વ્યાકુળતા થવા લાગી અને ગૌતમસ્વામીજીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરે ખુબ વિચાર કર્યા છતાં સમજાતા નથી. કંઈ પણ જવાબ દેવાને અસમર્થ એવા જમાલિએ છેવટે મૌન ધારણ કર્યું. જ્યારે જમાલિ કંઈ પણ ઉત્તર આપી શક્તા નથી, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીજી જમાલિને સમજાવે છે કે હે જમાલિ! મારા ઘણું છદ્મસ્થ શિષ્યો છે કે જેમને કેવળજ્ઞાન-દર્શન ઉન્ન નથી થયાં. એવા ઉપરના પ્રશ્નોના ઉત્તરે જેમ હું આપું છું તે પ્રમાણે આપવાને માટે સમર્થ છે. પરંતુ તું જેવી ભાષા બોલે છે તે પ્રમાણે બાલનારા તેઓ નથી. કદાગ્રહથી વ્યાકુલ થયેલા એવા તને ઉપરના સરલ પ્રશ્નોના ઉત્તર કુરતા નથી. તે ઉત્તર આ પ્રમાણે છે –
પ્રથમ પ્રશ્નનો ઉત્તર–હે જમાલિ! લેક શાશ્વત (નિત્ય) છે. કારણ કે કોઈ વખત લેક ન હતો એમ નથી. લેક નથી એમ પણ નથી અને લેક નહીં હોય એમ પણ નથી; પરંતુ ભૂતકાળમાં લોક હતું, વર્તમાનકાળમાં લેક છે અને ભવિષ્યકાળમાં લેક રહેવાનો છે. એ પ્રમાણે લેક ધ્રુવ છે માટે શાશ્વત (નિત્ય) છે. વળી લેક અશાશ્વત (અનિત્ય) છે. જમાલી ! કારણ કે તે ઉત્સર્પિણરૂપ થઇને અવસર્પિણરૂપ થાય છે.
૧. જે કાળમાં કર્મભૂમિમાં દિનાનુદિન ઉત્તમ વિચાર વાણી અને વસ્તુઓની ઉન્નતિ-વૃદ્ધિ થાય છે તેને ઉત્સર્પિણી કહેવામાં આવે છે.
૨. જે કાળમાં કર્મભૂમિમાં દિનાનુદિન ઉત્તમતાને વાસ થાય છે તે અવસર્પિણી કહેવાય છે
For Private And Personal Use Only