SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૮ ] સાતવાહન રાજાનું ચરિત્ર [ ૭૩ ] પૂછ્યું-તું કેણુ છે ? તું શા માટે આમ લટકે છે? તેણે કહ્યું હું માયાસુરને નાને ભાઈ છું, તે મારો મોટોભાઈ કાળદેવવડે પીડાયેલો છે. પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાહનની રાણીની સાથે મૈથુન ક્રીડા કરવાની ઇચ્છાવાળા તેણે રાવણે સીતાનું હરણ કર્યું હતું તેમ તેનું હરણ કર્યું. તે પ્રતિવ્રતા છે માટે [ તેમ કરવા ] ઈચ્છતી નથી. તે પછી મેં મેટાભાઈને કહ્યું-તારે પારકાની સ્ત્રીનું હરણ કરવું ઉચિત નથી. બળવડે જગતનું અતિક્રમણ કરવા છતાં પારકાની સ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા વડે રાવણ કુળને ક્ષય કરી નરકમાં ગયે, ” એ પ્રકારની વાણીથી નિષેધ કરાયેલ તે માયાસુર મારા ઉપર ગુસ્સે થયો અને મને આ વડની શાખામાં ટાંગીને આવી રીતે પીડા કરી છે. હું જીભ લાંબી કરીને સમુદ્રની અંદર ફરતાં જલચરને ખાઈને જીવનનિર્વાહ કરું છું. એ પ્રકારે સાંભળીને શુદકે કહ્યું-હું તે જ રાજાને સેવક શુદ્રક નામે છું. તે જ દેવીને શોધવા માટે હું આવું છું. તેણે કહ્યું જો એમ હોય તો મને તમે છોડો, જેથી હું સાથે થઈને તે (માથાસુર)ને બતાવીશ અને તે દેવીને પણ (બતાવીશ.). તેણે પિતાના સ્થાનની ચારે બાજુએ લાખને કિલ્લે કરાવેલો છે. તે હમેશાં બળતો જ હોય છે, તેથી તેને ઓળંગી અંદર જઈ, તેને હરાવીને દેવીને પાછી લાવવી જોઈએ. એ પ્રમાણે સાંભળીને શુદ્ધકે તે તરવાડ વડે તેનાં લાકડાનાં બંધનો છેદી તેને આગળ કરી, દેવતા ગણથી વીંટળાઈ અને ત્યાંથી પ્રસ્થાન કરી કિલાને ઓળંગીને તે સ્થાનની અંદર પ્રવેશ કર્યો. માયાસુરે દેવતાગણોને જોઈને પિતાનું સૈન્ય યુદ્ધ માટે મોકલ્યું. તે (સૈન્ય) પંચત્વ(મરણ)ને પ્રાપ્ત થતાં પોતે લડવા ગશે. ત્યાર પછી અનુક્રમે શકે તે તરવાર વડે તેને વધ કર્યો. ત્યાર પછી દેવીને ઘંટાવલંબી વિમાનમાં બેસાડીને દેવતાગણની સાથે પ્રતિષ્ઠાનપુર તરફ પ્રસ્થાન કર્યું. - આ તરફ રાજા અવધિ કરાયેલો દશમો દિવસ જાણીને ચિંતવવા લાગ્યોઅહા ! મારી મહાદેવી નથી; ક વીર પણ નથી અને તે બે કૂતરાઓ પણ નથી (આવ્યા) દુષ્ટમતિવાળા એવા મેં આ બધું નાશ કર્યું એ પ્રમાણે શેક કરતે, પિતાના કુલજનની સાથે પ્રાણત્યાગ કરવાની ઈચ્છાવાળા તેણે નગરની બહાર ચંદન વગેરે લાકડાં વડે ચિતા ખડકી. જે ક્ષણે પરિજન અગ્નિ નાંખે છે તે જ ક્ષણે દેવતા ગણમાંથી એક વર્ધાપના (વધામણી) દેનારો (દેવ) ત્યાં આવ્યો અને વિનયપૂર્વક રાજાને વિજ્ઞપ્તિ કરવા લાગ્યો : હે દેવ ! ભાગ્યથી મહાદેવીના આગમન વડે તમારું કલ્યાણ થાઓ. કાનને રમણીય (લાગે તેવી વાણી) સાંભળીને, કુરાયમાન આનંદના કંદ જેવા હૃદયવાળા રાજાએ ઊંચે જતાં આકાશમાં દેવતાગણ અને શુદ્રકને જોયા. એ પણ વિમાનથી ઉતરીને રાજાના પગમાં પડે; અને મહાદેવી પણ (પડી). રાજાએ શુદ્રકને આનંદપૂર્વક અભિનંદન આપ્યું, અને અરધું રાજ્ય પણ દીધું. શુદ્રકનું સુંદર ચરિત્ર સાંભળનાર રાજા ઉત્સવપૂર્વક રાજ્યમાં પ્રવેશ કરીને મહારાણીની સાથે રાજ્યલક્ષ્મી ભેગવવા લાગ્યો. એ પ્રકારે આ રાજાનાં વિવિધ પ્રકારનાં ચરિત્રો કેટલાં વર્ણન કરવાનું શક્ય હોય ? તેણે ગોદાવરી નદીના કિનારે મહાલક્ષ્મીને સ્થાપના કરી. મહેલમાં અને તે સ્થાનમાં યોગ્ય રીતે બીજા પણ દેવતાઓની સ્થાપના કરી. તે રાજ વિશાળ રાજ્ય ભોગવતા હતા ત્યારે કેઈક દિવસે કોઈક વાણિયાની શેરીમાં કોઈક કઠિયારે હમેંશા અરૂણ (લાલ રંગના) લાકડાં લાવીને વેચે છેબીજા દિવસે તે ન આવતાં વાણિયાએ તેની બહેનને પૂછયું–શા માટે For Private And Personal Use Only
SR No.521556
Book TitleJain Satyaprakash 1940 04 SrNo 57
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy