________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
વડે કહ્યું-રે દુષ્ટો ! અકલ્યાણકારી એવા તમે આ શું કર્યું? રાજાના મનમાં મારા પ્રત્યે તિરસ્કાર થશે, કે સાક્ષીઓ પણ તેની સાથે લઈ ગયો. કૂતરાઓએ કહ્યું-ધીરા થાઓ, અમારી બતાવેલી દિશાએ ચાલો. ઉતાવળ પૂર્વક તમારે આ ચિતા (કરવાની જરૂરત) શી ? એ પ્રમાણે કહી આગળ થઈને તે બને તેની સાથે ચાલ્યા. પછી તેઓ કોલ્હાપુર પહોંચ્યા. ત્યાં રહેલા મહાલક્ષ્મી દેવીના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં શકે તે દેવીની પૂજા કરીને ડાભની પથારીમાં બેસીને ત્રણ દિવસના ઉપવાસ કર્યો. ત્યાર પછી ભગવતી મહાલક્ષ્મી પ્રત્યક્ષ થઈ તેને કહેલા લાગી–હે પુત્ર ! શું માગે છે? શુદકે કહ્યું- હે સ્વામિની! સાતવાહન રાજાની રાણીની શોધ (માટે). કહે, તે કયાં છે ? કેણે તેનું અપહરણ કર્યું છે?
શ્રી દેવીએ કહ્યું–બધા યક્ષ, રાક્ષસ, ભૂત વગેરે દેવગણોને એકઠા કરીને તેની પ્રવૃત્તિ હું કહીશ, પરંતુ તેઓને માટે બલિરૂપ ભેટ વગેરે વિસ્તાર કરીને રાખવું જોઈએ. જ્યાં સુધી તેઓ કંઠ સુધી બલિ વગેરે ખાઈને આનંદિત નહિ થાય ત્યાં સુધી તારે વિનિનું રક્ષણ કરવું જોઈશે. તે પછી શુદ્ધિકે તે દેવતાઓના તર્પણ માટે કુંડ બનાવીને હમને આરંભ કર્યો. બધા દેવતાને સમૂહ એકઠો થયે. પિતતાનું ખાવાનું મુખ સામે રાખીને ગ્રહણ કર્યું. જે સ્થાને માયાસુર હતું, તે (થાન) સુધી તે તેમને ધૂમાડો ફેલાઈ ગયે. લક્ષ્મીના આદેશથી થયેલ શુદ્રકના હામના સ્વરૂપને જાણનાર એવા તેણે (માયાસુરે) પણ કોલાસુર નામના પોતાના ભાઈને હોમને નાશ કરવા માટે મોકલ્યો. કલાસુર પણ પિતાની સેના સાથે આકાશમાં આવ્યો. દેવતાઓએ તેને જોયો અને તેઓ આશ્ચર્ય પામ્યા. ત્યાર પછી કૂતરાઓ દૈત્યોની સાથે દેવતાઈ શક્તિથી લડયા. અનુક્રમે દૈત્યો વડે તે બંને મરાયા. પછી શુદ્રક પિતે લડવા માટે તૈયાર થયો. અનુક્રમે દંડ સિવાયના શસ્ત્રના અભાવથી દંડ વડે જ તેણે ઘણું અસુરોને મારી નાંખ્યા. પછી દેએ તેને જમણો હાથ કાપી નાખ્યો. ફરી ડાબા હાથ વડે જ દંડ યુદ્ધ કર્યું. તે છેદાતાં જમણું પગથી દંડ ગ્રહણ કરીને યુદ્ધ કરવા લાગ્યો. તે પણ દૈત્યોએ છેદી નાંખતાં ડાબા પગથી દંડ ગ્રહણ કરીને લડશે. તેને અસુરોએ છેદી નાંખ્યો. પછી દાંત વડે દંડ લઇને લડવા લાગ્યો. પછી તેઓ (અસુરો)એ મસ્તક કાપી નાખ્યું. ગળા સુધી સંતુષ્ટ થયેલા દેવતા ગણોએ જમીન ઉપર પડેલા મસ્તકવાળા એવા શુદ્રકને જોઈને (કહેવા લાગ્યા) અહો ! અમને ખાવાનું દેનાર બિચારા આ (શક્રક)નું શું થયું ? એ પ્રમાણે સંતુષ્ટ થઈને યુદ્ધ કરવાને પ્રવૃત થયેલા તેઓએ કૈલાસુરને માર્યો.
પછી શ્રીદેવીએ અમૃતવડે સિંચન કરીને ફરીથી જોડાયેલા અંગવાળા એવો શદ્રકને કર્યો અને ફરીથી જીવિત થયા. કુતરાઓ પણ ફરીથી જીવિત થયા. દેવીએ પ્રસન્ન થઈને તેમને તરવારરૂપી રત્ન આપ્યું. “આના વડે તું અજેય થઈશ’ એ પ્રકારે વર આપ્યું. પછી મહાલક્ષ્મી વગેરે દેવતા ગણોની સાથે સાતવાહનની દેવી (પટરાણી)ને શોધવા માટે આખુંય ભુવનમડળ ભમીને શુદ્રક મોટા સમુદ્ર પાસે આવ્યો. ત્યાં એક વડના વૃક્ષને ઉંચે જોઇને વિશ્રામ માટે ઉપર ચડશે, તે જ તેની શાખામાં નીચે લટકતા મસ્તકવાળા અને લાકડામાં ખીલી વડે ઉચે પરેવાયેલા પગવાળે એવો એક પુરૂષ જે. લાંબી કરેલી જીભવાળે તે પાણીમાં ફરતાં જલચરેને ખાતે તેઓ વડે જવાયો. શકે
For Private And Personal Use Only