________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૭૪ ]
શ્રી જૈન સત્ય પ્રકારા
[ વધ આજે તારા ભાઇ મારી શેરીમાં ન આવ્યે ? તેણે ધુ-હું ઐવિ, મારા ભાઇ અત્યારે સ્વર્ગ માં વસે છે.વાણિયાએ કહ્યું–એ કેવી રીતે ? તે ખેલી-વિવાહ સમયે કાંકણુ દેારા બાંધવાના (દિવસ)થી લઇને ચાર દિવસ સુધી મનુષ્ય પોતાના આત્માને તે તે (જાતના) ઉત્સવને જોવાના કૌતૂહલથી સ્વર્ગમાં વસતા માને છે. તે સાંભળીને રાજાએ વિચાર્યુ -અરે ! હું કેમ સ્વર્ગમાં નથી વસતા ? ચાર ચાર દિવસમાં હંમેશાં વિવાહ ઉત્સવ જ હું સ્થાપન કરીશ. એ પ્રમાણે વિચારીને ચારે વ માં જે જે રૂપાળી કન્યા અને યુવતીને જુએ છે, અથવા સાંભળે છે તેને તેને ઉત્સવ પૂર્વક પરણે છે. એ પ્રકારે ઘણા દિવસે વ્યતીત થતાં લેકાએ વિચાર્યુ –અહા ! બધા વર્ણવાળાઓએ સંતાન વિના જ કેવી રીતે રહેવું ? બધી કન્યાઓને તે રાજાએ જ પરણી લીધી છે, પત્નીના અભાવમાં સતાન ક્યાંથી ? એ પ્રકારે મનુષ્યેા ઉદાસીન થતાં વિવાહ વાટિકા નામના ગામમાં રહેનાર એક બ્રાહ્મણે પીઠની દેવીનું આરાધન કરી વિનંતિ કરી હું ભગવતી દેવી ! અમારા પુત્રાનુ વિવાહ કાર્ય કેવી રીતે થશે? દેવીએ કહ્યું —હે વાડવ ! તારા ઘરમાં હું પાતે કન્યા સ્વરૂપ કરીને અવતરીશ. જ્યારે રાજા મારી માગણી કરે ત્યારે તેને તારે દઈ દેવી. બાકીનુ હું સંભાળીશ. તે જ પ્રકારે રાાએ તેને રૂપવતી સાંભળીને બ્રાહ્મણુ પાસે (તેની) માગણી કરી, તેણે પણ કહ્યુ—મેં આપી, પણ મહારાજ ! ત્યાં આવીને તમારે મારી કન્યા પરણવી જોઇશે. રાજાએ [] માની લીધું. ગણિતને આપેલા લગ્ન (મુદ્દત) માં ક્રમે તે વિવાહ માટે ચાલવા લાગ્યા. રાજા તે ગામમાં અને સાસરાના ઘેર પહોંચ્યા. દેશના આચારના અનુરાધથી વર્--વી વચ્ચે પડદા દેવાયે. ખાળેા યુગધરી લાજ (ધાણી) થી ભરવામાં આવ્યે. લગ્ન સમયે પડદો દૂર કરીને એક બીજાના માથે ધાણી ફેંકવા લાગ્યા. ત્યારે પછી હસ્ત મેળાપ થશે એમ ( વિચારતા હતા એટલામાં ) તે ભયંકર રૂપવાળીરાક્ષસીને ( તેણે ) જોઇ. તે ધાણી કહ્યું પથ્થરના કાંકરારૂપે રાજાના મસ્તકમાં લાગવા માંડી. રાજા પણ આ કક વિકાર છે એમ સમજીને નાસવા લાગ્યા તેવી જ તે પણ તેની પાછળ પથ્થરના ટુકડાએ વરસાવતી પહોંચી. ત્યાર પછી રાજાએ પેતાની જન્મભૂમિ એવા નાગહદમાં પ્રવેશ કર્યાં. ત્યાં જ મરણ પ્રાપ્ત થયું. આજે પણ ત્યાં પીઠનીદેવી કિલ્લાની બહાર પેાતાના મંદિરમાં રહેલી છે. શુદ્રક પણ અનુક્રમે કાલિકાદેવીએ (પાતે) બકરીરૂપ કરી, વાવમાં પ્રવેશ કરી, કરૂણ શબ્દ વડે રડતાં તેને બહાર કાઢવા માટે અંદર પ્રવેશતા છતા કૂવા આગળ વાંકા પડી જવાથી પડેલી તેની તરવારવર્ડ (થઇને) ઇંલાયેલા અંગવાળા મચ્છુ પામ્યા. મહાલક્ષ્મીએ જ વરદાન આપતી વખતે મારી કુક્ષિથી ઉન્નન્ન થયેલા પુત્રથી તમારા ભાગ્યની પ્રાપ્તિ થશે એ પ્રકારે આદેશ કર્યાં હતા. ત્યારપછી રાજ્યમાં સાતવાહનના પુત્ર શક્તિકુમારના અભિષેક કર્યાં. ત્યારપછી આજ પણ કાઈ રાજા વીરક્ષેત્ર એવા પ્રતિષ્ઠાનમાં પ્રવેશ કરતા નથી.
આમાં કઇ પણ જે અસંભિવત હશે તેમાં બીજા મતસિદ્ધાંત છે(એમ જાણવુ) કેમકે અસ’ગતવાણીવાળા મનુષ્યને (તેમાં) જૈનરૂપે હેતુ ન માનવા.
એ પ્રકારે પ્રસંગથી સાતવાહનના સામાન્ય ચરિત્ર સાથે પ્રતિષ્ઠાન કલ્પ શ્રી. જિનપ્રભસૂરિએ રચ્છે છે,
For Private And Personal Use Only