SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૭૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ પ. પથિકપણને પ્રાપ્ત થાય છે, તેથી તે કારણની પ્રવૃત્તિ જાણવા માટે હું જાઉં છું. એ પ્રમાણે રાજાએ કહેતાં શુકે વિજ્ઞપ્તિ કરી–દેવ ! (આપ) પૂજ્યના ચરણે પિતાના મહેલને અલંકાર કરવા તરફ મૂકો. હું જ તે પ્રવૃત્તિ લાવીશ. એ પ્રમાણે કહીને રાજાને પાછો વાળીને પિતે રડતા અવાજને અનુસરીને નગરથી બહાર જવા માટે ત્યાર થયો. આગળ જતાં અને કાન દેતાં તેણે ગેદાવરીના ઝરણુમાં કંઇક રૂદન સાંભળ્યું. તેથી કેડને બંધ બાંધીને શુદ્રક તરીને જેવો નદીની વચ્ચે જાય છે તેવી જ પાણીના પૂરમાં તરતા એક રડતા માણસને જોઈને કહેવા લાગ્યું–હે ! તું કોણ છે ? શા માટે રડે છે ? એ પ્રમાણે પૂછાયેલે તે ખૂબ રડવા લાગે. અત્યંત આગ્રહ વડે પૂછાયેલે તે સ્પષ્ટ રીતે કહેવા લાગ્યો, હે સાહસિકામાં શ્રેષ્ઠ ! મને અહીંથી કાઢીને રાજાની પાસે લઈ જા, જેથી હું ત્યાં પિતાનું ચરિત્ર કહું–એ પ્રમાણે કહેવાયેલા શુદ્રક તેને ઉપાડવા માટે જે યત્ન કર્યો તેવો તે ઉપાડી શકશે નહિ તેથી નીચે કાઈ જળ જંતુએ તેને પકડેલે ન હોય એ પ્રમાણે આશકા કરીને જલદીથી જ શુદ્રક નીચે તરવાર વીંઝી. ત્યાર પછી બહાર કાઢનાર તે શુદ્રકના હાથમાં હળવું થયેલું માથું માત્ર જ આવ્યું. ઝરતી લેહીની ધારાવાળા તે મસ્તકને જોઈને શક કાન્વિત થઇ છતો વિચારવા લાગ્યો–પ્રહારને કરનારા ઉપર પ્રહાર કરનારા, અને શરણે આવેલાને મારનાર એવા મને ધિક્કાર થાઓ. એ પ્રમાણે આત્માને નીંદ જાણે વથી ઘવાયો હોય તેમ ક્ષણ માટે મૂછિત થઈને રહ્યો. ત્યાર પછી ચેતના પ્રાપ્ત કરનારા એવા તેણે લાંબા કાળ સુધી વિચાર કર્યો હું કેવી રીતે મારું આ દુષ્ટ કાર્ય રાજાને કહીશ. એ પ્રમાણે લજિજત મનવાળે થઈ, ત્યાં જ લાકડી વડે ચિતા ખડકીને તેમાં અગ્નિ પટાવીને તેના મસ્તકને સાથે લઈને જેવો લાગેલા અગ્નિમાં તે પ્રવેશવા લગ્યો, તેવું જ તે મસ્તક બોલ્યું- હે મહાપુરૂષ ! તું શા માટે આ પ્રમાણને વ્યવહાર કરે છે જે કે હું મસ્તક માત્ર છું પણ હંમેશાં સૈહિકય-રાહુ જે છું. તેથી તું શેક ન કર, મારા ઉપર પ્રસન્ન થઈને રાજાની પાસે લઈ જા. એ પ્રમાણે તેનું વચન સાંભળીને આશ્ચર્યાન્વિત ચિત્તવાળો થયો છતો આ જીવે છે એ પ્રમાણે (જાણીને) આનંદિત થયેલ તે શુદ્રક તેના મસ્તકને વસ્ત્ર વડે ઢાંકીને સવારે સાતવાહન પાસે લઈ ગયેા. હવે પૃથ્વીનાથ રાજાએ કહ્યું–શુદ્રક ! આ શું છે ? તેણે પણ કહ્યું-દેવ! તે એ જ છે કે જેનો રડવાને અવાજ રાત્રે (આપે) સાંભળ્યો હતો. એ પ્રમાણે કહીને તેણે પહેલાં કહેલું બધું ચરિત્ર કહ્યું. રાજાએ ફરીને તે મસ્તકને પૂછયું--હે! તું કોણ છે ? અને અહીં શા કારણથી તારું આગમન થયું છે? તેણે કહ્યું, મહારાજ ! આપની કીતી ને બે કાનોએ સાંભળીને કરુણ રૂદનના બહાને પિતાને જણાવી, આપની પાસે હું આવ્યો છું. આપ દેખાયા (અને) મારી બંને આંખે આજે કૃતાર્થ થઈ છે. કઈ કળા તું સારી રીતે જાણે છે ? એ પ્રમાણે રાજાએ પૂછતાં તેણે કહ્યું-–દેવ ! ગાવાની કળા હું જાણું છું. તેથી રાજાની આજ્ઞા વડે શબ્દ વિના જ ગવાતું ગીત ગાવાનો આરંભ કર્યો. અનુક્રમે તે ગાયનની કળા વડે રાજા વગેરે બધી સભા મુગ્ધ થઈ ગઈ. તે માયાસુર નામના અસુર-રાક્ષસ માયા કરીને તેજસ્વી રૂપવાળી રાનની રાણીને હરણ કરવા માટે આવ્યો હતો એ કોઇને પણ જાણવામાં ન હતું. લેકીએ તો તેનું મસ્તક માત્ર જોવાથી અને તેની મનુષ્ય ભાષા વડે સીપુલા એ પ્રમાણેનું નામ કર્યું. તે પછી હમેશાં તે તંબુરાને પણ For Private And Personal Use Only
SR No.521556
Book TitleJain Satyaprakash 1940 04 SrNo 57
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy