________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫ર ]
શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે સંવેગી દીક્ષા અંગીકાર કરી એ ઘટના પણ મૂર્તિપૂજાની સત્યતા પૂરવાર કરે છે. દીક્ષા પ્રસંગે તેમણે જે કંઈ કહ્યું છે તે બતાવે છે કે ધર્મશાસ્ત્રના લાંબા અભ્યાસ પછી તેમને ખાતરી થઈ છે કે મૂર્તિપૂજા એ શાસ્ત્રસિદ્ધ વસ્તુ છે જ, પણ સાથે સાથે ઐતિહાસિક અને વૈજ્ઞાાનિક (મનો-વિજ્ઞાનની) દૃષ્ટિએ પણ સિદ્ધ વસ્તુ છે. એને ત્યાગ કરવામાં શાસ્ત્રોનો ત્યાગ કરવા જેવું છે.
આ અગાઉ ઘણાં વર્ષો પહેલાં પણ સ્થાનકવાસી સંપ્રદાયમાં લાંબા સમય દીક્ષા પર્યાય પાળ્યા પછી શાસ્ત્રોના ઊંડા અભ્યાસના પરિણામે કેટલાય સ્થાનકવાસી મુનિઓએ સંવેગી દીક્ષા અંગીકાર કરી છે અને તેમાંથી મહાતિર્ધર તરીકે ઓળખાવી શકાય એવા મહાપુરૂષ ઉત્પન્ન થયા છે.
સ્થાનકવાસી સંપ્રદાય અને સંગી-મૂર્તિપૂજક-મત એ બેમાં મુખ્યત્વે મડાગાંઠ જેવી વસ્તુ મૂર્તિપૂજા જ છે. પણ જેમણે જેમણે શાસ્ત્રનો નિખાલસ હદયે અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત બુદ્ધિથી અભ્યાસ કર્યો છે તેમણે મૂર્તિપૂજાને કબુલ રાખી છે અને સાચે માર્ગ ગ્રહણ કર્યો છે.
આ ઉપરાંત છેલ્લા પાંચ-છ વર્ષ દરમ્યાન સ્થાનકવાસી સંપ્રદાયમાં બીજી બે ઘટનાઓ એવી બની છે કે જે મૂર્તિપૂજાને નિષેધ કરતાં હરકોઈને અટકાવે એવી છે. તે બે ઘટનામાંની પહેલી ઘટના તે શ્રી કાનજીસ્વામીએ સેનગઢ મુકામે સ્થાનકવાસી સંપ્રદાયની મૂર્તિપૂજા સંબંધીની અને બીજી માન્યતાઓને ત્યાગ કરીને સ્વીકારેલું પરિવર્તન ! અને બીજી ઘટના તે મૂર્તિપૂજાને સર્વથા નિષેધ કરનાર શ્રીલોકાશાહ સંબંધી જેમણે
ધર્મપ્રાણુ લંકાશાહ” શીર્ષક લાંબી લેખમાળા લખી હતી તે શ્રી નાનચંદજી સ્વામીના શિષ્ય શ્રી સંતબાલજીએ સ્વીકારેલું પરિવર્તન ! શ્રી લંકાશાહે ગમે તે કહ્યું હોય, પણ શ્રી સંતલાલજીએ મૂર્તિપૂજાના એકાંત નિષેધને વખોડી કાઢયો છે. એ બન્ને મુનિઓએ સ્વીકારેલું પરિવર્તન કેવા પ્રકારનું છે એની ચર્ચા કરવાનું આ સ્થળ નથી તેમજ પ્રસ્તુત પ્રસંગે એ મહત્ત્વનું પણ નથી. ગમે તેમ પણ તેમણે સ્થાનકવાસી સંપ્રદાયની રૂઢ માન્યતાઓને ત્યાગ કર્યો એટલું જ જાણવું બસ છે. આ માન્યતાઓમાં મૂર્તિપૂજાના નિષેધની માન્યતાને પણ સમાવેશ થાય છે કે જે માન્યતા સ્થાનકવાસી સંપ્રદાયની આધારભૂત માન્યતા છે.
શ્રી કાનજીસ્વામીનું પરિવર્તન, પછી શ્રી સંતબાલજીનું પરિવર્તન અને છેવટે તાજે. તરમાં થયેલ પાંચ મુનિરાજેનું પરિવર્તન-સાચે જ આ ઘટનાઓના ક્રમમાં કુદરતનો કોઈ અજબ સદેશે ભર્યો હોય એમ લાગે છે !
આ બધા ઉપરથી જોઈ શકાશે કે મૂર્તિપૂજાને કઈ પણ રીતે આપણે છોડી શકીએ એમ નથી.
પ્રસંગોપાત્ત તા. ૧૦-૩-૪૦ ના “હરિજન બંધુ'ના પ્રશ્નપેટી વિભાગમાં, માહાત્મા ગાંધીજીએ એક પ્રશ્નકારના જવાબમાં મૂર્તિપૂજા અંગે જે કહ્યું છે તે સમજવા જેવું હોવાથી અહીં આવ્યું છે.
પ્ર–એક હિંદુ વિદ્યાથી લખે છે કે તેને એક નિકટ મિત્ર મુસ્લીમ છે, પણ બેઉ જણ વચ્ચે મૂર્તિપૂજાના સવાલને લઈને “અણબનાવ પેદા થયે છેલખનારનું કહેવું
For Private And Personal Use Only