________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]. મૂર્તિપૂજાનું સહજપણું
[ ૨૫૧ ] હવે શાસ્ત્રોનો વિચાર કરીએઃ જે ધર્મશાસ્ત્રો મૂર્તિપૂજાનો ઉપદેશ આપે છે તેમણે કઈ અવનવી શોધ કરી છે એવું કશું નથી. તેમણે તે મનુષ્યસ્વભાવમાં જે ભાવના પ્રકૃતિસિદ્ધપણે રહેલી હતી તેને, તે આત્મસાધનાના માર્ગે ઉપયોગી થાય તે રીતે, વળાંક આપવાનો પ્રયત્ન માત્ર કર્યો છે. એક પહાડ ઉપરથી ઝરણું નીકળવાનું જ હોય તો પછી એને એગ્ય રસ્તે વાળીને ફળફુલ નીપજાવી શકે એવી નહેર કાં ન કરવી? એમ ન થાય તે પણ એ પાણી તો વહેવાનું જ છે અને આસપાસની ભૂમિને કીચડ-કાદવવાળી અને ગંદી કરવાનું જ છે. મૂર્તિપૂજાના વિધાનમાં શાસ્ત્રકારોએ આ જ કાર્ય કર્યું છે. મૂર્તિની ભાવનાને આધ્યાત્મિક કે આત્મિક ઝોક ન અપાયો હોત તો કેવળ સાંસારિક વિષયમાં મર્યાદિત બનીને માનવ જાતનું ખૂબ અકલ્યાણ સાધાત. શાસ્ત્રકારાએ માનવજાતને આ અકલ્યાણથી ઉગારી લીધી છે. જે પ્રકૃતિસહજ હોય તે પોતાનો માર્ગ કર્યા વગર તો શી રીતે રહી શકે ?
હવે જ્યારે મૂર્તિની ભાવના માનવપ્રકૃતિ સાથે સહજ રીતે સંકળાયેલી છે તો પછી એને નહીં સ્વીકારવાની વાતો કરવી એ કુદરત વિરૂદ્ધનું અથવા તે સહજ પ્રકૃતિને દબાવવા જેવું છે એમ કહી શકાય. આવી રીતે સહજ પ્રકૃતિને દબાવવાથી કશું ફળ ન નીકળી શકે. એનું ફળ માત્ર એક જ આવે કે માણસ એ વસ્તુને આધ્યાત્મિક દૃષ્ટિએ જે સુંદરમાં સુંદર ઉપયોગ કરી શકતો હતો તેનાથી વંચિત થઈ જાય અને ઊલટું તેને ઉપયોગ કેવળ સાંસારિક કાર્યોમાં કરીને પોતાના આત્માને નુકસાન પહોંચાડે. ધાર્મિક, આત્મિક અથવા તો આધ્યાત્મિક દૃષ્ટિએ મૂર્તિનું મહત્ત્વ નહીં સ્વીકારતા કેટલા માણસો મૂર્તિના સાંસારિક ઉપયોગથી પોતાના મનને અલિપ્ત રાખી શકયા છે? જે વસ્તુ સહજ રીતે સંકળાયેલી છે તેનાથી આ રીતે અલિપ્ત રહેવું શકય જ નથી, અને જો એમ જ છે તે પછી તેનો ઉપયોગ આત્મસાધનમાં કરી લે શું ખૂટે છે?
મૂતિ કે મૂર્તિ પૂજાની વાત જ્યારે જ્યારે નીકળે છે ત્યારે ત્યારે તેની પ્રાચીનતાની વાત આગળ કરવામાં આવે છે અને તે અતિપ્રાચીન નહીં હોવાનું જણાવી તેની નિરૂપ
ગિતાનું ગાન કરવામાં આવે છે. પહેલપહેલાં તો કોઈ પણ વસ્તુની ઉપયોગિતાને પ્રાચીનતા સાથે જોડી દેવી એ નરી મૂર્ખતા છે. પ્રાચીન હોય તે જ ઉપયોગી થઈ શકે એવો નિયમ કદી ન બાંધી શકાય. જેની ઉત્પત્તિ કે શોધ આપણી સામે જ થઈ હોય એવી પણ કેટલીય અતિ ઉપયોગી વસ્તુઓ આપણે કયાં નથી જાણતાં ?
બીજું, આપણે ઉપર જોયું તેમ જે વસ્તુ મનુષ્યપ્રકૃતિ સાથે સહજ રીતે સંકળાથેલી હોય તેની પ્રાચીનતા શોધવાની જ કયાં રહે છે? અને આટલાથી પણ સંતોષ ન થતો હોય તો ઇતિહાસ પૂર્વના કાળના પણ દાખલાઓ કયાં નથી મળતા. ભીલકુમાર એકલવ્ય પાંડવોના ગુરૂ દ્રોણાચાર્યની માટીની મૂર્તિની ઉપાસના કરીને ધનુષવિદ્યામાં જે સિદ્ધિ મેળવી હતી એ વાત તે હિંદુસ્તાનના બાળક બાળકના મોઢે ગવાય છે. એ દૃષ્ટાંત મૂતિ ઉપાસનાનો અજબ ચમત્કાર જણાવે એવું છે.
તાજેતરમાં અમદાવાદમાં સ્થાનકવાસી પૂ. શ્રી. જવાહરલાલજી મહારાજના સંપ્રદાયના અને લાંબ લાંબા દીક્ષા પર્યાયવાળા જે પાંચ રથાનકવાસી મુનિવરેએ પૂ. આચાર્ય
૧ આ પાંચે પૂજાની હકીક્ત આ અંકમાં અન્યત્ર આપેલ છે.
For Private And Personal Use Only