________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
અર્ક ૭]
ઘટાકણ એ સમાય જૈન દેવ છે
| ૨૩૧ ]
સુરિજી તથા આચાર્યદેવ શ્રી જયસિહરિજીનાથી જ વેગવતી થઈ હાવાનું જે જણાવે છે, તે પણ ઠીક નથી.
વળી પડિતજી એક નવો જ મુદ્દો ઉપસ્થિત કરતાં જણાવે છે કે “ ધટાક શબ્દ
સાથે ‘મહાવીર ’શબ્દ જોડાયેલ હાઈ...ભ્રાંતિથી અને ગતાનુગતિકતાથી જૈન પ્રતિષ્ઠાવિધિમાં અને બીજે કેટલેક ઠેકાણે આ દેવની આરાધના, સ્થાપના ચાલુ થઈ હાય એમ જણાય છે. ’’
જ્યારે પંડિતજીના આ શબ્દો વાંચીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાઈ આવે છે કે આ નવીન મુદ્દો ઉપસ્થિત કરવામાં પંડિતજી ભૂલ્યા છે. કારણ કે ‘ મહાવીર ' શબ્દથી આ દેવને જૈન પ્રતિષ્ઠાવિધિમાં સ્થાન નથી આપવામાં આવ્યું. પરંતુ ધણા જ પ્રાચીન સમયથી જૈન પ્રતિષ્ઠાવિધિમાં, શાંતિસ્નાત્ર તથા અષ્ટાત્તરી સ્નાત્ર વગેરે જૈન ધાર્મિક ક્રિયા કરતી વખતે ઘંટાકર્ણના મંત્રાક્ષરાવાળાં પતરાંની સ્થાપના કરવામાં આવે છે.
ઘંટાકર્ણ મહાવીરને ઉલ્લેખ પ્રાચીન જૈન સાહિત્યમાં મુખ્યત્વે કરીને મત્ર સાહિત્યને લગતા ગ્રંથામાં મળી આવે છે, જે સાબીત કરે છે કે આ દેવની માન્યતા જૈન સમાજમાં · ભ્રાંતિથી અને ગતાનુગતિકતાથી પ્રચલિત થઈ નથી, પરંતુ પ્રાચીન સમયથી ચાલી આવે છે, જેને લગતાં કેટલાંક પ્રમાણેા નીચે મુજબ છેઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ઈરવીસનના સાતમા સૈકા પહેલાં થઈ ગએલા શ્રીસંધદાસગણિ ક્ષમાશ્રમણકૃત બૃહત્કલ્પ ભાષ્ય 'માં અપ્રશસ્ત ભાવનાએ પૈકી ત્રીજી આભિયેાગી ભાવનાના પ્રશ્નાપ્રશ્નના અધિકારનું વર્ણન કરતાં ‘ટિક ’ નામના યક્ષના ઉલ્લેખ કરેલા છે:
" परिणापसिणं सुमिणे, विजासिद्धं कहेइ अम्नस्स । अहवा आईखिणिया, घंटियसिहं परिकहेइ ।। १३१२" -બૃહત્કલ્પસૂત્ર ભાગ ૨ જો પૃ. ૪૦૩ ૨. ઈસ્વીસનની દશમી સદીમાં થએલા મહામાંત્રિક શ્રીમલ્લિષેસર ( શ્રી ભૈરવ પદ્માવતી કલ્પના રચિયતા ) નામના જૈનાચાય તે રચેલા ‘વિદ્યાનુશાસન ' નામના જૈન માંત્રિક ગ્રંથના ‘ ગૌત્પત્તિવિધાન' નામના પાંચમા અધિકારમાં ગર્ભની રક્ષા કરવા માટે ઘટાદિ વિદ્યા 'તે ઉપયેગ કરવાનું ફરમાન કરે છેઃ—
“ % ઘંટાકર્ણ મદાવી સર્વભૂતહિતે રતઃ | उपसर्गभय घोरं रक्ष रक्ष महाबल स्वाहा " —કૃતિ થંટાિિવદ્યા ॥
૩. મારા તરફથી પ્રસિદ્ધ ‘ મંત્રાધિરાજ ચિંતામણિ ' નામના જૈન મંત્રશાસ્ત્રને લગતા ગ્રંથમાં નમિણ સ્ટેાત્રની પ્રથમ ગાથાની ત્રમય ટીકામાં વિસ્ફોટકના નાશ માટે ધટાકહ્યું 'ના મ`ત્રાક્ષરાને ઉલ્લેખ કરેલ છે:---
૮ % કંટાળે ! મઢાવી ! સર્વવ્યાધિવનારાજ!! विस्फोटकभये प्राप्ते रक्षरक्ष महाबल स्वाहा ॥ –શ્રી મંત્રાધિરાજ ચિંતામણિ, પૃ. ૧૫ જૈન ગ્રંથાના પ્રસ્તુત ઉલ્લેખા ઉપરાંત ધટાકર્ણના મંત્રાક્ષરાવાળા પ્રાચીન સમયમાં જિનમંદિરમાં ધટ પણ રાખવામાં આવતા હેાવાના પુરાવાએ મળી આવે છે. આવા ઘટ પૈકીના એક ધટ ગુજરાતની પ્રાચીન રાજધાની ભિન્નમાલમાં જિનમંદિરમાં છે, જેને માટે ત્યાંના રહેવાસી વૃદ્ધ પુરૂષોના કહેવા પ્રમાણે મુસલમાને દ્વારા એ ભિન્નમાલને ભગ થયા તે પહેલાં, તે ઘટના અવાજ જ્યાં સુધી પહેાંચતા હતા, ત્યાં સુધી કાઈ પણ જાતના
For Private And Personal Use Only