________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૩૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ પ
ઉપદ્રવો તે શહેરમાં થતા ન હતા. આવી જ જાતને બીજો એક ધટ સુરતના દાદાસાહેખના જૈનમંદિરમાં વિદ્યમાન છે અને માન્યપર ઝવેરી મેાહનલાલ ભગવાનદાસ સેાલીસીટરના જણાવવા મુજ, તે ઘટના પ્રક્ષાલનના જળથી કેટલાએ રાગીઓના ક્ષુદ્રોપદ્રવો નાશ પામેલા છે પામે છે.
મારા તરફથી પ્રસિદ્ધ થએલા ‘ ધંટાકર્ણ–મંત્ર-તંત્ર–કલ્પાદિ સંગ્રહ 'ના પહેલા ‘ ધ’ટાક કલ્પ 'ના કર્તાનું નામ વિમલચંદ્ર છે, જેને પંડિતજી અજ્ઞાત વ્યકિત તરીકે ઓળખાવે છે અને તેઓએ જ ‘ઈંટાકર્ણને જૈન દેવ તરીકે મનાવવા પ્રયત્ન કર્યાં જણાય છે ' તેમ પંડિતજી માટે છે, પરંતુ ઉપરના ઉલ્લેખા પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે 'ડિતજીની તે દલીલમાં વજુદ નથી, મારી માન્યતા પ્રમાણે આ કલ્પના કર્તા સકલચંદ્રગણિના ક્રાઈ શિષ્ય પ્રશિષ્યાદિ હાવા જોઈએ અને તેએશ્રી જૈનસાધુ હાવાથી પેાતાની પૂર્વે થઈ ગએલા શ્રી હરિભદ્રસૂરિજીને તથા સકલચંદ્રણના ઉલ્લેખ કરીને જણાવે છે કેઃ
हरिभद्रसूरेः शिष्यो, जैनधर्माभिवृद्धये ।
घण्टाकर्ण महावीरमुपास्त गुरुबोधतः ॥ ६७ ॥
શ્રી હરિભદ્રસૂરિજીના શિષ્યે . જૈનધર્માંની ઉન્નતિ માટે ગુરૂના ઉપદેશથી ઘંટાકણું મહાવીરની ઉપાસના કરી હતી.
આ પ્રમાણેનું કથન સકલચંદ્ર ગણિએ ‘પ્રતિષ્ઠાકલ્પ'માં કર્યા પછી પ્રસ્તુત વિમલચંદ્ર નામનાજૈન મુનિવરે આ કલ્પ પ્રખ્યાત કર્યાં ( રમ્યા )નું જણાવ્યું છે.
‘ ધંટાકણું ’ના ખીજા કલ્પના પ્રારંભમાં શિવજીને નમસ્કાર કરેલા હેાવાથી, એ સાબીત થાય છે કે તેને રચનાર કાઈ હિંદુધર્મી હશે. અને ત્રીજા કલ્પની સાધના વિધિમાં ચેાખાની યંત્ર પ્રમાણે મસીત ( શિખર ) કરી તેને ચંદન કપૂરે પૂજવાનું જણાવ્યું છે, તે પણ દેવની સમાન્યતા હેાવાની મારી માન્યતાને વધારે પુષ્ટ કરે.
સ્વસ્થ રેલવિહારી શ્રી શાંતિવિજયજીનું માનવું એવું હતું ઘંટાકર્ણ મહાવીર · એ બૌદ્ધ ધર્મના દેવ છે, પરંતુ તપાસ કરતાં તે સંબધી ઉલ્લેખા મને મળી આવતા નથી. તેા પંડિતજીએ હિંદુધર્મના ગ્રંથેાની શેાધખાળ કરીને પ્રસ્તુત લેખમાં જે પ્રમાણેા રજુ કર્યું। છે, તેવાં જ પ્રમાણા બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથામાંથી શોધીને જૈન જનતાની જાણ સારૂં પ્રસિદ્ધ કરવા મહેરબાની કરશે એમ ઈચ્છું છું.
For Private And Personal Use Only
'
પ્રસ્તુત અવતરણો ઉપરથી તથા પંડિતજીએ રજુ કરેલા હિંદુ ગ્રંથેાનાં અવતરણા પરથી એમ લાગે છે કે પ્રાચીન સમયમાં ‘ ધટાક" મહાવીરની 'ની બહુ જ પ્રાભાવિકતાને અંગે ભારતની ત્રણે મુખ્ય મુખ્ય સંસ્કૃતિ [(૧) જૈન સંસ્કૃતિ, (૨) બૌદ્ધ સંસ્કૃતિ અને (૩) વૈદિક સંસ્કૃતિ ] એએ પેાતપેાતાનાં સંપ્રદાયને અનુકુળ ઉપાસનાએ કરી હશે તેથી જ સંભવ છે કે તે દેવને લગતા ઉલ્લેખા હિંદુ ગ્રંથામાં મળી આવે છે.
પંડિતજીએ જૈનધર્મના કે ઈતર સંપ્રદાયના મહઁત્રશાસ્ત્રને લગતા ગ્રંથાની બરાબર તપાસ કર્યાં વિના ‘વાસ્તવિક રીતે એ જૈન જણાતા નથી' વગેરે શબ્દાના ઉપયાગ કરવા ન જોઈ એ. આશા છે કે જૈન માન્યતાવાળા દેવદેવીએ સંબધી લખવા પહેલાં જૈન મંત્રશાસ્ત્રના ગ્રંથાના અભ્યાસ કરીને જનતાની જાણુ સારૂં નવીન પ્રકાશ ફેંકવા તત્પર થશે. જૈન માન્યતાવાળા દેવદેવીઓ પૈકી (૧) સરસ્વતી, (૨) લક્ષ્મીદેવી, (૩) અંબિકા, (૪) પદ્માવતી અને (૫) ધટાકણું સમાન્ય દેવા છે, એમ મારૂં માનવુ છે.