________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫ પંડિતજીનું માનવું તેમના ઉપરના લખાણથી સ્પષ્ટ જણાઈ આવે છે કે સ્વર્ગસ્થ બુદ્ધિસાગરસૂરિજી અને પૂજ્ય આચાર્યદેવ શ્રી જયસિંહસૂરિજીની ઉપદેશ-પ્રવૃત્તિ પહેલાં જેના સમાજમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિઓ, ફોટાઓ તથા તેની આરાધનાની પ્રવૃત્તિ વિશેષ પ્રમાણમાં પ્રચલિત નહતી. અને તેઓશ્રીની માન્યતા પ્રમાણે તો ઘંટાકર્ણ શબ્દ સાથે
મહાવીર' શબ્દ જોડાયેલ હોઈ, જેનોના ૨૪મા તીર્થંકરનું નામ પણ મહાવીર હોઈ શ્રાંતિથી અને ગતાનગતિતાથી જૈન પ્રતિષ્ઠાવિધિમાં અને બીજે કેટલેક સ્થળે આ દેવની સ્થાપના, આરાધના ચાલુ થઈ હોય તેમ જણાય છે.”
પિતાના મતના સમર્થનમાં પંડિતજીએ મારા તરફથી છપાએલ "શ્રી ઘંટાકર્ણ—માણિભદ્ર-મંત્ર તંત્ર કલ્પાદિ સંગ્રહ’ નામના પુસ્તકના બીજા ક૯૫ને પ્રારંભ, ગિરિજાકાંત (શિવજી)ને પ્રણામ કરીને થયેલ છે, (પ્રેસની ભૂલથી અને મારા વડોદરાના વસવાટને લીધે ગિરિજાકાંતનો અર્થ ગણપતિ છપાએલે છે.) તેને, તથા હિતોપદેશમાં આવતી ઘંટાકર્ણ રાક્ષસની જનપ્રવાહરૂપ કથાનો, વીર મહેશ્વરાચાર સંગ્રહ નામના ગ્રંથન, શિવ-પુરાજુના કને તથા શબ્દ કલ્પદ્રુમ નામના કેશનો ઉલ્લેખ કર્યો છે, અને આ ઉલ્લેખ આપીને ઘંટાકર્ણને મહાદેવના ગણ તરીકે ઓળખાવેલ છે.
પંડિતજીએ ઘંટાકર્ણ મહાવીરને મહાદેવના ગણ તરીકે ઓળખાવવા માટે ઉપર્યુક્ત હિંદુ ગ્રંથોનાં અવતરણ માટે જે શેધખોળ કરી તે શોધખોળ જૈનધર્મના માંત્રિક તથા ઐતિહાસિક ગ્રંથના અવતરણો આપવા માટે કરી હોત તો હું માનું છું કે “વાસ્તવિક રીતે એ જૈન દેવ જણાતા નથી.” વગેરે શબ્દોનો ઉપયોગ કરવાની જરૂર પડતી જ નહિ, એમ મારું માનવું છે.
પંડિતજી જણાવે છે તેમ, સ્વર્ગસ્થ યોગનિઝ બુદ્ધિસાગરસૂરિજીના પ્રયત્નથી મહુડીમાં એ દેવની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ તે પહેલાં એ દેવની પ્રતિષ્ઠા નહિ જ થઈ હોય એમ માનવાનું જરાએ કારણ નથી. કારણ કે ચૌદમી સદીમાં થઈ ગએલા ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી કે જેઓએ સેંકડો સ્તોત્રો, ( સાહિત્ય વિષયક અને મંત્રગર્ભિત) વિવિધ તીર્થકલ્પ નામનો એતિહાસિક ગ્રંથ રચેલા છે, તેઓ પોતાના વિવિધતીર્થકલ્પ નામના ઐતિહાસિક ગ્રંથનાં ૪૫ મા નંબરમાં જેનોના ચોરાશી મહાતીર્થોનાં નામે ઉલ્લેખ કરતાં શ્રીપર્વત પરના “ઘંટાકર્ણ મહાવીર’ નામના તીર્થનો ઉલ્લેખ કરે છે–
“શ્રીપર્વતે દાળમદાવાદ | વિવિધતીર્થકલ્પ પૃષ્ઠ ૮૬ આ ઉલ્લેખ પરથી સાબીત થાય છે કે શ્રી જિનપ્રભસૂરિજીના સમયમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ શ્રી પર્વત ઉપર હતી, અને તે જૈનોના રાશી તીર્થો પૈકીનું એક પ્રસિદ્ધ તીર્થ ગણાતું હતું.
ખરતરગચ્છની પટ્ટાલીયોના કથન પ્રમાણે શ્રી જિનદત્તસૂરિજીએ ઘંટાકર્ણ વીરની સાધના પણ કરી હતી અને તે સિદ્ધ પણ થયા હતા.
અને શ્રી જયસિંહસૂરિજી પહેલાંની ઘંટાકર્ણ મહાવીરની પ્રતિકૃતિયો પણ સંખ્યાબંધ પ્રાચીન ભંડારની “શ્રી ઘંટાકર્ણ કલ્પ'ની હસ્તલિખિત પ્રતમાં મળી આવે છે. વળી દક્ષિણ પ્રદેશમાં તે દિગંબર જૈનન મેટ ભાગ કે જેઓ ખેતી ઉપર જ મોટા ભાગે જીવન ગુજારે છે, તેઓ પિતાના બળદની ડોકે ઘંટાકર્ણની આકૃતિ કેતરેલું તાંબાનું પતરું બાંધે છે. એટલે પંડિતજી મૂર્તિઓ તથા ચિત્રોની પ્રવૃત્તિ જેનસમાજમાં સ્વર્ગસ્થ બુદ્ધિસાગર
For Private And Personal Use Only