SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ જેવો ફેર છે. કોડિયું, દીવેલ અને બત્તિને ગતિ માનીએ તે દીપક આયુષ્યના સ્થાન ઉપર છે. ગતિનાં દળીયાં હોવા છતાં આયુષ્ય ખતમ થતાં અન્ય ગતિમાં ચાલ્યો જાય છે. જ્યારે જે ગતિમાં હોય ત્યારે તે ગતિના આયુષ્યનાં દળીયાં ભોગવ્યા સિવાય બીજે જવાતું નથી, આયુષ્યના વિપાક ઉદયમાં ગતિને વિપાકોદય અને ગતિના વિપાકોદયમાં આયુષ્યને વિપાકોદય જરૂર હોય છે. પ્રદેશદયમાં તેમ હોતું નથી. અહિયાં આયુષ્ય વ્યાપ્ય કરે છે જ્યારે ગતિ વ્યાપક સિદ્ધ થાય છે. એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય એમ ચાર જાતિનાં કર્મ મેળવતાં પાપના છાસઠ ભેદ થાય છે. તે ચાર જાતિનાં લક્ષણો નીચે મુજબ છે– एकेन्द्रियव्यवहारहेतुः कर्म एकेन्द्रियजातिः । अस्यां स्पर्शेन्द्रियमेव । द्वीन्द्रियव्यवहारकारणं कर्म द्वीन्द्रियजातिः । स्पर्शरसने। त्रीन्द्रियव्यवहारसाधनं कर्म त्रीन्द्रियजातिः । स्पर्शरसनघ्राणानि । चतुरिन्द्रियव्यवहारनिदानं कर्म चतुरिन्द्रियजातिः। स्पर्शरसनघ्राणचक्षुषि । એક માત્ર સ્પર્શેન્દ્રિયના વ્યવહારનું હેતુભૂત કર્મ એકેન્દ્રિય કહેવાય છે. સ્પર્શ અને રસ એમ બે ઈન્દ્રિયના હેતુભૂત કર્મ દ્વીન્દ્રિય કહેવાય છે. સ્પર્શ, રસ અને ધ્રાણ એમ ત્રણ ઇન્દ્રિયના સાધનભૂત જે કર્મ હોય તેનું નામ ત્રીન્દ્રિય છે. અને સ્પર્શ, રસ, દ્માણ અને ચક્ષુ એમ ચાર ઈન્દ્રિયે ઉત્પન્ન કરી અટકી જનાર કર્મ ચતુરિન્દ્રિય નામની પાપ પ્રકતિ છે. જો કે પરસ્પરમાં તારતમ્યભાવ હોવા છતાં પૂર્ણતાની ખામી દરેકમાં છે કેમકે પૂર્ણ પાંચ ઇન્દ્રિયોનું સ્થાન છે. તે ચારમાંથી કઈમાં નથી એટલે એકથી બે, બેથી ત્રણ ત્રણથી ચાર એમ ઉત્તરોત્તર વિશિષ્ટ સ્થાન હોવા છતાં ય અપૂર્ણતાને કારણે સર્વે પાપપ્રકૃતિઓ છે, એમ સમજવું જોઈએ. કુખગતિ, ઉપધાત, અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ છ પ્રકૃતિને છાસઠમાં મેળવતાં પાપના બહેતર (૭૨) ભેદ થાય છે. તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે સમજવું– કારતકામના કણોન વર્ક હતિઃ અથા દીનાના स्थावयवैरेव स्वपीडाजनननिदानं कर्मोपघातनाम । शरीरनिष्ठाप्रशस्तवर्णप्रयोजक कर्माप्रशस्तवर्णनाम । यथा काकादीनाम् । शरीरनिष्ठाप्रशस्तगन्धप्रयोजक कर्माप्रशस्तगन्धनाम । यथा लशुनादीनाम् । शरीरवृत्त्यप्रशस्तरसप्रयोजकं कर्माप्रशस्तरसनाम । यथा निम्बादीनाम् । शरीरवृत्त्यप्रशस्तस्पर्शप्रयोजकं कर्माप्रशस्तस्पर्शनाम । यथा बब्बुलादीनाम् । એટલે-ખરાબ ચાલને પેદા કરી આપનાર કર્મ કુખગતિ કહેવાય છે, જેમકે ઊંટ, ગધેડ વગેરેની ચાલ કુખગતિ છે. પિતાના શરીરનાં અવયવોથી પિતાને પીડા કરાવનાર અપ્રશસ્ત વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ નામની પ્રકૃતિઓ કહેવાય છે, અને તે ક્રમશ: કાગડા, લસણ, લિંબડો અને બાવળ આદિને હોય છે. ખરાબ ચાલ અથવા પિતાના શરીરને ઉપઘાતક અવયવ કોઈને પણ પસંદ નથી હોતાં, તેથી તે પાપપ્રકૃતિઓ પ્રસિદ્ધ છે. તેવી જ રીતે કોઈને પણ અપ્રશસ્ત યાને ખરાબ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ પસંદ નથી હતાં તેથી તે ચારે પણ પાપપ્રકૃતિઓ જ છે. For Private And Personal Use Only
SR No.521550
Book TitleJain Satyaprakash 1939 09 SrNo 50
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy