SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન [ ક્રમાંક ૪૨ થી ચાલુ 1 લેખક આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી પાપ પ્રકૃતિના પરિહાર પૂર્વક જ મુક્તિ તરફ વિહાર થઈ શકે છે, એ વાતને દરેક આસ્તિક દર્શનેના નેતાઓએ કબૂલ રાખી છે. પાપ જ અમાપ દુઃખનું સાધન થાય છે. તેને જડમૂલથી નાશ કરીને મુક્તિમાં વાસ કરવાને ખાસ તેનું સ્વરૂપ જાણવું જોઈએ. કારણકે, “જ્ઞાાતિ છતિ વારિ’ એ નિયમ પ્રમાણે સંસારી આત્મા પ્રથમ વસ્તુના સ્વરૂપને જાણે છે, પછી ઈચ્છે છે, અને ત્યારપછી કરે છે. અહીં આપણે પાપના સ્વરૂપને જાણી, તે હેય હોવાથી તેને ત્યાગ કરવાનો છે, એટલે તે પ્રથમ જાણવું જોઈએ. ત્યારપછી તેના ત્યાગની ઈચ્છા થશે. અને તદનંતર તેના ત્યાગની ક્રિયામાં આપણે પ્રેરાઈશું. એ હેતુથી આપણે પાપના સ્વરૂપને વિચાર કરી રહ્યા છીએ. તેમાં નપુંસક વેદની દૃષ્ટિએ પાપ પ્રકૃતિને વિચાર કરી ચૂક્યા; હવે એકસઠમી તથા બાસઠમી પ્રકૃતિ તિર્યંચગતિ તથા તિર્યંચની અનુપૂવી છે, તેનાં લક્ષણે નીચે મુજબ છે— तिर्यक्त्वपर्यायपरिणतिप्रयोजकं कर्म तिर्यगगति :। - तिर्यग्गतौ बलान्नयनहेतुकं कर्म तिर्यगानुपूर्वी । ' અર્થાત નિયચપણના પર્યાયને ઉત્પન્ન કરાવનારું કર્મ તિર્યંચ ગતિ કહેવાય છે, અને તે ગતિમાં બળાત્કારે ખેંચી જનારું કર્મ તિર્થીની અનુપૂવિ કહેવાય છે. આ અનુપૂર્વીને ઉદય પરભવમાં વક્ર ગતિએ જનાર છવને હોય છે. તિર્યંચગતિનું આયુષ્ય પુણ્યપ્રકૃતિ હોય છે ત્યારે તેની ગતિ પાપપ્રકૃતિ છે. એમાં પણ કાંઈ કારણ તો હેવું જ જોઇએ, કેમકે બન્ને પ્રકૃતિએ તિર્યંચ આશ્રિત છે, છતાંય એક પુણ્ય અને બીજું પાપ એ કેમ બને? અને આ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન છે. એ કાઈ રીતિએ પણ અસત્ય સિદ્ધ થઈ શકતું નથી. સર્વજ્ઞ ભગવાનની વાણી ત્રિકાલાબાધિત છે એટલે વિચાર કરતાં માલૂમ પડે છે કે, તે વાત બરાબર છે. કઈ પણ માણસને કહેવામાં આવે છે તે જાનવર જે છે ત્યારે તે કોપાયમાન થાય છે. જાનવરપણું એ ગતિ કહેવાય છે અને તે કોઈને પણ ઈષ્ટ નથી એટલે તે ચોકખી પાપ પ્રકૃતિ સાબીત થાય છે. જ્યારે તે ગતિમાં આયુષ્ય દ્વારા દાખલ થાય છે ત્યારે તેને કોઈ મારવા જાય છે તે તે ભાગે છે એટલે તે ગતિના આયુષ્યનું ઈષ્ટપણું સાબીત થાય છે. મતલબ કે જાનવરપણું ઈષ્ટ ન હોવા છતાંય તે મલ્યા પછી ત્યાંના આયુષ્યનું દીર્ધપણું ઇષ્ટ રહે છે એથી તે (આયુષ્ય) પુણ્ય પ્રકૃતિ હોઈ શકે છે. ગતિ અને આયુષ્યમાં આધાર આધેય For Private And Personal Use Only
SR No.521550
Book TitleJain Satyaprakash 1939 09 SrNo 50
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy