________________
ક્ષણમાં નરક ! ક્ષણમાં સ્વગ !! ક્ષણમાં મેક્ષ !!! શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષ
[ ધ્યાનને અજબ પ્રભાવ ]
લેખક-મુનિરાજ શ્રી દક્ષાવિજ્યજી મધદેશના મુકુટસમું રાજગૃહ નામનું નગર હતું. લક્ષ્મીદેવીના વિલાસગહરૂપ ' એ નગર મગધાધિપતિ શ્રમણે પાસક શ્રેણિક મહારાજાની મુખ્ય રાજધાનીનું શહેર હતું. સાયિક સમ્યકત્વ રત્નના પ્રકાશથી શ્રેણિક મહારાજાના હૃદયમદિરમાંથી મિથ્યાત્વ તમનો નાશ થઇ ગયો હતો. તેઓ ઔદાર્ય, ધિય ગામ્બીય, શૌર્ય વગેરે અનેક ગુણોરૂપી સાચા અલંકારોથી વિભૂષિત હતા. તેમનું શાસન એક છત્ર જેવું ચાલતું હતું, અને પ્રજા પૂર્ણ સુખનો અનુભવ કરતી હતી.
રાજગૃહ નગરની નજીકમાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. ત્યાં એકદા વિશ્વ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા પધાર્યા. ત્યાં દેવતાઓએ રૂધ્યમય, સુવર્ણમય અને મણિમય એમ ત્રણ પ્રકારના કિલ્લાઓથી અલંકૃત સમવસરણની રચના કરી. એ સમવસરણની અંતર વ્યંતરદેવોએ અશોક વૃક્ષ રચ્યું. તે સમવસરણની અંદર નિષ્કારણ જગદ્ગુબંધુ શ્રી મહાવીર પ્રભુ, પૂર્વદિશાના દ્વારથી પ્રવેશ કરી, રાજહંસ જેમ કમળ ઉપર જઇને બેસે તેમ, અશેક વૃક્ષની નીચે આવેલા દેવછંદામાં સ્થાપન કરેલ સિંહાસને યથાવિધિ બિરાજ્યા. પછી સકળસંધ-બાર પ્રકારનો શ્રોતાવર્ગ–પિતપોતાની પર્ષદામાં યથાસ્થાને બેસી ગયે એટલે જગવત્સલ પ્રભુજીએ યોજનાગામિની સુધાસવિણ ધર્મદેશના આપવી શરૂ કરી.
તે સમયે ઉદ્યાનપાલકોએ શ્રી શ્રેણિક મહારાજા પાસે આવીને શ્રી વીરવિભુની પધરામણની વધામણું આપી. ત્રણ જગતના નાથના આગમનને વર્તમાનથી મહારાજા શ્રેણિકની કાયા ઉત્કંટક થઈ ગઈ, પ્રભુશ્રીની પધરામણીની વધામણીથી તેમનું હૃદય હર્ષથી ભરાઈ ગયું. ઉદ્યાનપાલકને એગ્ય પરિતોષિક આપીને મહારાજા શ્રેણિકે પરમતારક પ્રભુના વંદન માટે જવાનો વિચાર કર્યો અને એક સમ્રાટને છાજે તેવા મોટા ઠાઠમાઠ પૂર્વક તેઓએ પ્રયાણ કર્યું.
પ્રયાણ દરમ્યાન એ સામૈયાની આગળ ચાલતા રાજાના બે અગ્ર સૈનિકે જયાં મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિ તપસ્યામાં આરૂઢ થયા હતા તે સ્થાનની નજીકમાં આવી પહોંચ્યા. અને તેમણે તે રાજર્ષિને આવી સ્થિતિમાં નિહાળ્યા–તે રાજર્ષિ ગ્રીષ્મઋતુના પ્રચંડ અને અસહ્ય તાપમાં એકલા નિરાધાર આતાપના લઈ રહ્યા હતા. તે સ્મશાન જેવા નિર્જન પ્રદેશમાં ઉભા પગ ઉપર પગ ચઢાવી ફક્ત એક જ પગને આધારે સ્થિર
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only