SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૯] શ્રી જેને સત્ય પ્રકાશ ઉભા હતા, જાણે એક મૂળિયું વૃક્ષ નિરાધાર ઉભું ન હોય. વળી તે તપસ્વી રાજર્ષિએ પિતાના બેઉ બહુ ઉંચા રાખ્યા હતા, જાણે તે બન્ને ભૂજાઓ, સિદ્ધિક્ષેત્રનું આકર્ષણ કરતી ન હય! જેમ કે વ્યક્તિ અરસામાં પિતાનું મુખારવિન્દ એકીટસે નીરખે તેમ તે તપસ્વી રાજર્ષિએ પણ સહસ્ત્રાંશુ સૂર્યની સામે પિતાની નિષ્કમ્પ-અનિમેષ દૃષ્ટિ રસ્થાપના કરી હતી. સૂર્યનાં પ્રચંડ કિરણના તાપથી મહર્ષિનું બદન પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું, તે પરસેવાનાં બિંદુઓ શરીર ઉપર ફોડકીઓ જેવાં લાગતાં હતા. આવી દુષ્કર સ્થિતિમાં પણ એકાગ્ર ચિત્તવાળા તથા જાણે એકાન્ત શાન્તરસને ઝરનારી મૂર્તિ જ સ્થિત છે તેવા પ્રશાન્ત વદનવાળા મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિ તે બે રાજસૈનિકોના દષ્ટિપથમાં આવ્યા. આવું દશ્ય જોઈને તે બેમાંના એક સૈનિકે કહ્યું કે આવી દુસહ્ય સ્થિતિમાં, જે આવું દુષ્કર તપ તપે છે તે મહાત્મા ખરેખર વિશ્વનંદનીય છે. મિત્ર, કહેતે ખરે કે કેની તાકાત છે કે એક પગે આટલો કાળ ઉભે રહી શકે ? સૂર્ય મંડલને વિષે દષ્ટિ સ્થાપન કરવી તે દૂર રહે, પરંતુ આવા પ્રચંડ ભાનુની સામે ચેડા વખત માટે પણ અનિમેષ નેત્રે કાણું દેખી શકે ! આ કાંઈ નાની સૂની વાત નથી. આ કાર્ય મહાદુષ્કરમાં દુષ્કર છે. વધારે તે શું પણ સ્વર્ગ કહે, કે મેક્ષ કહે, આ મહાત્માને તે એ બન્ને નજીક હશે જ. આ જગતુમાં કર્યું એવું અસાધ્ય કાર્ય છે કે જે આવા ઉગ્ર તપોબળથી ન પાર પાડી શકાય–ન સાધી શકાય? પ્રથમ સૈનિકનાં ઉપર્યુકત વચન સાંભળી દુર્મુખ નામના બીજા સૈનિકે કહ્યું- “અરે ભાઈ, શું તું નથી જાણતો ? આ તે પ્રસન્નચંદ્ર રાજા છે! આને કાંઈ ધર્મ વચ્ચે નથી, આ તે ફોકટ તપ તપે છે! આણે તે પિતાના બાળક પુત્રને ગાદીનશાન કરીને પ્રવજ્યા લીધી છે, પરંતુ એને ભાન નથી કે-ષિ અને ઈર્ષાળુ મંત્રીઓ તે બાળકને, વૃક્ષ ઉપરથી કઈ કાચું ફળ તેડવા પ્રયાસ સેવે તેમ, રાજ્યથી પદભ્રષ્ટ કરવાની હિલચાલ ચલાવી રહ્યા છે. અરે ! આણે તે બિલાડીને દુધ સાચવવા બેસાર્યા જેવું કર્યું છે, કેમકે નિષ્ફર દુષ્ટ મંત્રિઓને પિતાનું રાજ્ય સંરક્ષણ માટે સોંપ્યું છે. દુધ સાચવવા બેસાડેલી બિલાડી જ જેમ દુધને હઈયાં કરી જાય, તેમ આ પાપી મંત્રીઓ પણ થોડાક વખતમાં બાળરાજાને મેટી આપત્તિમાં નાંખી પદભ્રષ્ટ કરશે અને રાજ્ય પચાવી પાડશે. અરે! સાંભળવા પ્રમાણે તેને વિનાશ કરવા સુધીનાં પણ આર્જેલન ચલાવી રહ્યા છે! અરેરે ! એક નિર્દોષ બિચાર બાળકને કઈ પળે તે દુષ્ટ અમાત્યો અંત લાવશે તે કાંઈ કહી શકાતું નથી. અને બાળકને નાશ થયે એટલે પ્રસન્નચંદ્ર રાજાના વંશમાં કેઈ રહેશે નહિં. અર્થાત્ તેના વંશનું નાદ નિકળશે. વળી તેના પૂર્વજોનું નામનિશાન પણ નહિ રહે. આ પ્રસન્નચંદ્ર, પિતના પૂર્વજ બાપદાદાઓના નામને નાશ કરનાર હેવાથી, પાપી છે. અને ભાઇ ! આણે દીક્ષા લેતી વખતે પિતાની જે અનાથ સ્ત્રીઓને ત્યાગ કર્યો છે, તે અશરણુ બચિારીઓનું શું થશે? અને કઈ સ્થિતિએ પહોંચશે તે કહેવા હું અસમર્થ છું.” આ પ્રમાણે વાત કરતા એ બન્ને સૈનિકે આગળ ચાલતા થયા. lain Education | દુર્મુખ દૂરનાં વચનેએ પ્રસન્નચંદ્ર રાજર્ષિના સમાધિ ક્ષને જડમૂળથી ઉખે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521548
Book TitleJain Satyaprakash 1939 07 SrNo 48
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy