________________
{ ૧૮૮]
શ્રી જન સત્ય પ્રકાશ
પાંચ વર્ષે સંપૂર્ણ કર્યો છે, રત્નતિલક પ્રાસાદ વિજયસેનસૂરીશ્વરે, ધમ૧૮ બિંબ પ્રતિષ્ઠ. ભવિ તુમે. (૧૨) સવત શેલસે ચાયન (૧૯૫૪) વર્ષ વદ નોમિ૧૯ નભમાસર) બાવન જિનાલય વચ્ચે શુભે, ધર્મજણુંદ પ્રાસાદ. ભવિ તુમેરુ (૧૩) કાવી તીર્થને મહિમા ઘણે, સાસુ વહુનાં મંદિર, અષભ ધર્મ દેદાર પ્યારે, વંદે સુર નર નાર. ભવિ તુમે. (૧૪) સંવત ઓગણીસે ચોરાણું (૧૯૯૪), મહાવદી બારસ દિને, નેમિલાવણ્યસૂરિ પસાથે, રચ્યું રસ્તવ સુશીલે. ભવિ તુમે(૧૫)
ઉપસંહાર કાઠિયાવાડમાં જેમ શત્રુજય ગિરનાર, કદમ્બગિરિ, હસ્તગિરિ, તાલધ્વજગિરિ વગેરે; ગુજરાતમાં શંખેશ્વર, સેરીસા, પાનસર, ચારૂપ. ભોયણી વગેરે; મારવાડમાં કાપડાજી, રાણકપુરજી વગેરે, મેવાડમાં કેશરિયાજી, કરાઇ, પંચ તીર્થ વગેરે; તેમજ સમેતશિખર મક્ષિજી, આબુ, કુંભારીયાજી વગેરે અનેક મહાન જૈન તીર્થો છે, તેમ કાળીતીર્થ પણ એની તુલનામાં આવે એવું મેટું તીર્થ છે. તેનો મહિમા પણ અદ્ભુત છે. સાસુ વહુનાં ગગનચુંબી મંદિરે મશહૂર છે. દેખતાંની સાથે જ ભવ્ય જીવ હર્ષ સાગરમાં ડાલવા માંડે છે. બન્ને પ્રાસાદની બાંધણી પણ ઉચ્ચ પ્રકારની છે, એટલું જ નહિ પણ મંદિરની વિશાળતા, ભવ્યતા પણ અલૌકિક છે. યાત્રાનું મહાધામ છે. યાત્રાળુઓને ભરૂચથી કાવી સુધી રેલ્વેની સગવડ પણ સારામાં સારી છે. તેમજ ખંભાતને સામે કિનારે કાવીતીર્થ છે. મછવામાં પણ આવી શકાય છે. નિવાસ માટે ધર્મશાળાઓ પણ વિશાળ છે. હવા પાણિ પશુ સારાં છે. ફક્ત જેનોની વસ્તી જ કમતી છે. ભવ્ય પાણીઓ આવા પરમ પવિત્ર તીર્થોનાં દર્શન કરી પાવન થએ, એ જ ભાવના.
૧૮ ધર્મનાથ પ્રભુની પ્રતિમા. ૧૯ વદ નુમ ૨૦ શ્રાવણ મહિનો. ૨૧ સ્તવન (કાવીતીર્થ માં).
સુધારા ગયા અંકમાં છપાયેલ “સાસુ-વનાં મંદિરે એ લેખમાં નીચે મુજબ સુધારે વાંચ.
(૧) “આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ તેને બદલે “આચાર્ય વિજયધર્મસુરીશ્વરજીએ” એમ જોઇએ.
(૨) “હાલ પણ આ તીર્થને વહીવટ જંબુસરવાળાઓ કરે છે તેને બદલે “હાલ પણ આ તીર્થને વહીવટ જંબુસરવાળાએ તથા ઝગડીયાજી તીર્થના શેઠ દીપચંદભાઈ કેશલચંદ વગેરે ટ્રસ્ટીઓ કરે છે.” એમ જઈએ.
(૩) વિ. સં. ૧૬૫૪ના શ્રાવણ સુદ ૮ શનિવારના શુભ દિને”ના બદલે “વિ.
સં. ૧૬૫૪ના શ્રાવણ વદ ૮ શનિવારના શુભ દિને” એમ સમજવું. Jain Edud non international
For Private & Personal Use Only
www.jainelibrary.org